રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય, કમલમ, ઢેબર રોડ, રાજકોટ ખાતે તા.૧૮ને શુક્રવાર, સવારે ૧૦.૩૦ કલાકે મીડિયા વર્કશોપ.
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય મીડિયા કન્વીનર યજ્ઞેશભાઈ દવેની સુચનાથી રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય, કમલમ, ઢેબર રોડ, રાજકોટ ખાતે તા.૧૮ને શુક્રવાર, સવારે ૧૦.૩૦ કલાકે મીડિયા વર્કશોપ રાખવામાં આવેલ છે. જેમાં રાજકોટ જીલ્લાના અને તાલુકાના મીડિયાના કાર્યકર્તાઓને મીડિયા વિષયક માર્ગદર્શન પૂરું પાડશે તેમ રાજકોટ જીલ્લા પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ, સહ-ઇન્ચાર્જ કિશોરભાઈ ડોડીયા તથા ઉદયભાઈ લાખાણીની સંયુક્ત યાદીમાં જણાવે છે.
- Advertisement -
આ મીડિયા વર્કશોપમાં જીલ્લા સંગઠન પ્રભારીઓ મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળીયા, જીલ્લા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, સૌરાષ્ટ્ર ઝોન મીડિયા વિભાગના મુખ્ય કન્વીનર મુકેશભાઈ દાસાણી, સૌરાષ્ટ્ર ઝોન મીડિયા વિભાગના સહ-કન્વીનર સુરેશભાઈ માંગુકીયા, સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, જીલ્લા મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા સહીતના આગેવાનો મીડિયા વર્કશોપમાં ઉપસ્થિત મીડિયાના કાર્યકર્તાઓને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કરેલા વિકાસકાર્યો પ્રજા સુધી લઇ જવા બાબતે માર્ગદર્શન પૂરું પાડશે. આ મીડિયા વર્કશોપમાં જીલ્લાના પ્રભારી ,પ્રમુખ, મહામંત્રી, ઝોનના મીડિયા કન્વીનર, સહ-કન્વીનર, પ્રવક્તા તથા જીલ્લાના અને તાલુકાના કન્વીનર તથા સહ-કન્વીનર અને સમગ્ર મીડિયા ટીમ આ બેઠકમાં અપેક્ષિત રહેશે.


