રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન પ્રવીણભાઈ સોરાણી એ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ને રજૂઆત કરતા જણાવ્યું છે કે હાલ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આર.ટી.ઈ.ના ઓનલાઈન ફોર્મ ભરવાનું શરુ થનાર છે જે લોકોને એક માત્ર દીકરી હોય તેઓને સરકાર દ્વારા ખાસ લાભ મળે તેવો પ્રયાસ કરવામાં આવે છે
રાજકોટ મહાનગરપાલિકાના જન્મમરણ વિભાગ દ્વારા એકમાત્ર પુત્રી હોવા અંગેના પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે છે પરંતુ આ પ્રમાણપત્ર હાલ કાઢવામાં આવતા નથી અને કામગીરી બંધ હોય ત્યારે લોકો છેલ્લા ૭-૮ દિવસથી હેરાન પરેશાન થઇ રહ્યા છે અને કચેરીઓમાં ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે ત્યારે આ કામગીરી શરુ કરવા અમોને લોકોની અનેક મૌખિક રજુઆતો મળેલ છે આથી આર.ટી.ઈ. અન્વયે એકમાત્ર પુત્રી હોવા અંગેના પ્રમાણપત્ર ની કામગીરી શરુ કરવા માટે આપ સાહેબને અમો વિનંતી કરીએ છીએ તેમજ ડોકયુમેન્ટ એકઠા કરવાની તારીખ ૨૧/૦૬ થી ૨૪/૦૬ છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ ૨૫/૦૬ થી ૦૫/૦૭ હોય જેથી આ કામગીરી સત્વરે શરુ કરવા મ્યુનિસિપલ કમિશ્નર શ્રી તુરંત જ નિર્ણય લેશો તેવી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા ભાનુબેન સોરાણીએ રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નરને રજૂઆત કરેલ છે તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું છે.


