By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    22 minutes ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    2 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    2 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    2 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    14 minutes ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    18 minutes ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    36 minutes ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    2 days ago
    UPI ચાર્જથી બૅન્કો-સરકારને થશે 16,000 કરોડની મસમોટી આવક
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 hours ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    2 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    4 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂના ટ્રાફીક ઈ-મેમોની ઉઘરાણી કરવાની સત્તા પોલીસ પાસે નથી !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > જૂના ટ્રાફીક ઈ-મેમોની ઉઘરાણી કરવાની સત્તા પોલીસ પાસે નથી !
ગુજરાત

જૂના ટ્રાફીક ઈ-મેમોની ઉઘરાણી કરવાની સત્તા પોલીસ પાસે નથી !

Khaskhabar Editor
Last updated: 2022/05/02 at 2:55 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

ઈ-મેમોની પેન્ડીંગ ઉઘરાણીની પોલીસની દાદાગીરી સામે કોર્ટની લગામ

યુવા લોયર્સ એસો. ઈ-મેમાના પ્રશ્નને મક્કમતાથી પ્રજા વતી કાનુની લડતમાં આગળ વધી રહેલ છે

- Advertisement -

અદાલતમાં કોર્ટ કાર્યવાહી પેન્ડીંગ હોવા છતાં ગેરકાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહેલ હતી, જેની સામે કોર્ટ દ્વારા મહત્ત્વપૂર્ણ હુકમ

6 માસમાં કોર્ટમાં ગઈ કેસ દાખલ ન થાય તો ઈ-મેમો કાયદાના પ્રસ્થાપીત સિદ્ધાંતો મુજબ રદ ગણાય- યુવા લોયર્સ

ખાસ-ખબર સંવાદદાતા

- Advertisement -

છેલ્લાં ઘણાં સમયથી રાજકોટ અને ગુજરાતની પ્રજા છેલ્લાં ઘણાં સમયથી રાજમાર્ગો પર સી.સી. ટી.વી. કેમેરાઓ લગાડવામાં આવેલ છે તે કેમેરાઓનો ઉપયોગ વાહનચાલકો- પ્રજાજનો વિરૂદ્ધ કરવામાં આવી રહેલ છે. ખરી હકીકતે સીસી ટીવી કેમેરાઓ નાખવાનો ઉદ્દેશ લોકોના જાન-માલના રક્ષણ કરવા માટે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દબાણો અટકાવવા માટે હતો પરંતુ આ સીસી ટીવી કેમેરાઓનો ઉપયોગ ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને હેરાન-પરેશાન કરી અને ખૂબ જ મોટા સમાધાન શુલ્કના નામે મેમો આપીને ટ્રાફીક પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા બંધારણીય અધિકારોનો ભંગ થાય તેવી અન્યાયી કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.

યુવા લોયર્સ એસો. ઈ-મેમો સંદર્ભે ઘણાં સમયથી કાનુની લડત આપી રહેલ છે, જે મુજબ રાજકોટના યુવા લોયર્સના ક્ધવીનર હેમાંશુ પારેખ તથા ક્ષત્રિય આગેવાન એડવોકેટ ગીરીરાજસિંહ જાડેજા દ્વારા પોતાને મળેલ અલગ-અલગ ઈ-મેમો (ટ્રાફીક વાયોલેશન નોટીસ) રદ કરવા માટે રાજકોટની નામદાર અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવેલ. જેમાં નામદાર અદાલતે ફરિયાદ રજિસ્ટરે લઈ (1) કમિશનર ઓફ પોલીસ રાજકોટ, (2) આસિસ્ટંટ કમિશનર ઓફ પોલીસ (ટ્રાફીક), (3) કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટરના જવાબદાર અધિકારીઓને નોટીસ કરી અદાલતમાં જવાબ રજૂ રાખવા માટે જણાવેલ હતું. જેમાં એસીપી ટ્રાફીક દ્વારા અદાલતમાં હાજર થઈ સરકારી વકીલ મારફત જવાબ રજૂ રાખવામાં આવ્યો હતો.

જેમાં ફોજદારી ફરિયાદમાં ફરિયાદી વકીલો દ્વારા ઈ-મેમો (નોટીસ)ને કોર્ટ નોટીસ (એન.સી.) ગણી કાર્યવાહી કરવા એક અરજી રજૂ રાખેલ હતી જે અરજીના અનુસંધાને અદાલતમાં રજૂઆત અને કાયદાકીય દલીલો કરવામાં આવેલ હતી. જેમાં અદાલત દ્વારા હુકમ કરવામાં આવેલ છે કે જેટલા અનડીસ્પોઝ ઈ-ચલણ છે તે સીઆરપીસીની 6 માસની લીમીટેશન મુજબના નામદાર અદાલતમાં એન.સી. તરીકે રજૂ કરવા. તેવો હુકમ કરેલ છે અને જે અંગે દરરોજ કાર્યવાહી નામદાર કોર્ટમાં ચાલશે અને આ હુકમની જાણ અદાલત દ્વારા પોલીસ કમિશનર, એસીપી (ટ્રાફીક) અને કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટરને પણ કરવામાં આવેલ છે.

અદાલતમાં ઈ-મેમો એન.સી. તરીકે રજૂ થતાં અદાલત દ્વારા જે તે વ્યક્તિને અદાલત સમક્ષ બોલાવવામાં આવશે અને તેનો મેમો સંદર્ભે પોતાની વાત-બચાવ રજૂ કરવાની તક મળશે અને અદાલત કેસની હકીકત અને કાયદાની જોગવાઈઓ મુજબ દંડ કરશે આમ ટ્રાફીક પોલીસની એકતરફી કાર્યવાહીનો અંત આવશે. ટ્રાફીક પોલીસ દ્વારા રૂબરૂ અપાતા મેમોમાં સ્પષ્ટ જણાવેલ છે કે વાહનચાલકે પોતે કરેલ ગુન્હા બાબતે ટ્રાફીક પોલીસ પાસે માંડવાળ કરવું એટલે કે સમાધાન શુલ્ક ભરવું કે કોર્ટમાં જવું તે નક્કી કરવાનો અધિકાર વાહનચાલકને છે અને ઈ-મેમોમાં આવી કોઈ જાણકારી આપવામાં આવેલ નથી અને રકમ પરાણે ભરવા માટે દબાણ કરી શકાય નહીં આમ સમાધાન શુલ્કના નામે ટ્રાફીક પોલીસ પોતે જજ બની ગયેલ છે અને લોકોને દબાણ કરી ખોટી કાર્યવાહીની ધમકી આપી મોટી રકમો સમાધાન શુલ્કના નામે આવી રહેલ હતી જેની સામે યુવા લોયર્સ એસો. દ્વારા કોર્ટમાં દીવાની તથા ફોજદારી રાહે કાનુની કાર્યવાહી કરવામાં આવેલ છે.
અરજદારો દ્વારા અદાલતમાં માગણી કરવામાં આવેલ છે કે, સીસી ટીવી સર્વેલન્સ કેમેરા દ્વારા ટ્રાફીક નિયમનના ભંગ બદલ ઈ-ચલણ કે ઈ-મેમો ઈસ્યુ કરવાની કે તેના દ્વારા દંડ વસુલ કરવાની કોઈ સત્તા કે અધિકાર નથી તથા આજ દિવસ સુધીમાં ઈસ્યુ કરવામાં આવેલ આવા ઈ-મેમો કે ઈ-ચલણ કાયદાકીય જોગવાઈ વગરના ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે તથા આ કામના પ્રતિવાદીઓને ટ્રાફીક નિયમન ભંગ બદલનો ગુન્હો સાબિત થયા વગર કોઈપણ પ્રકારના ઈ-મેમો કે ઈ-ચલણ ઈસ્યુ કરવા કોઈ સત્તા કે અધિકાર નથી તેવી રજૂઆત અદાલતમાં કરવામાં આવેલ હતી.

આગામી સમયમાં ઈ-મેમા પ્રશ્ર્ને વધુ કાર્યક્રમો-રજૂઆતો પણ કરવામાં આવનાર છે.આમ ઉપરોક્ત વિગતે કાયદાઓની સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતની કાયદાકીય સમજણ આપ્યા વગર ખોટી કાયદાકીય વાતો કરીને સમાધાન શુલ્કના નામે પ્રજાજનો પાસેથી મોટી રકમો વસુલ કરવામાં આવે છે. તેની સામે યુવા લોયર્સ એસો. નામદાર કોર્ટમાં ફરિયાદો દાખલ કરવાની તૈયારી કરી રહેલ છે.

સમાધાન શુલ્કની મોટી રકમો ન હોવી જોઈએ અને માનવતા અભિગમ દાખવી અને પ્રજાજનોને ઓછી રકમમાં સમાધાન શુલ્ક સ્વીકારવું જોઈએ તેવી અનેક રજૂઆતો લોકો દ્વારા કરવામાં આવી રહેલ છે.ટ્રાફીક વાયોલન્સની ખોટી નોટીસ એટલે કે ઈ-મેમો મોકલી હેરાન પરેશાન કરી ખર્ચના ખાડામાં પ્રજાજનોને ઉતારવાનો ઈરાદો તંત્ર દ્વારા કરવામાં આવે છે જે કાયદા વિરૂદ્ધ અને ખોટા ઈ-મેમો સામે નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી ફરિયાદ કરનારને સી.આર.પી.સી. કલમ 250 હેઠળ વળતર મળે તેવી પણ કાયદામાં જોગવાઈ છે. આ કામગીરી માટે યુવા લોયર્સની સિનિયર-જુનિયર એડવોકેટની વિશાળ ટીમ સતત કાર્યશીલ છે. યુવા લોયર્સ એસોસીએશનના પ્રમુખ કિરીટ નકુમના માર્ગદર્શન હેઠળ ક્ધવીનર હેમાંશુ પારેખ તથા ગીરીરાજસિંહ જાડેજા, સિનિયર એડવોકેટ કે. ડી. શાહ, સંજય શાહ ઉપરાંત અજય પીપળીયા, વિરેન રાણીંગા, આનંદ પરમાર, નિવીદ પારેખ, જગદીશ કુવાડીયા, નીશાંત જોશી, ઘનશ્યામભાઈ વાંક, ચીત્રાંક વ્યાસ, યશપાલ ચૌહાણ વિગેરે એડવોકેટની વિશાળ ટીમ સક્રિય છે.

કાયદાના આધારો

1 નામદાર સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેંચ દ્વારા માર્ગદર્શક ચુકાદાઓ આપેલ છે, જે ચુકાદાઓ મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા 1995 (1) એસ.સી.સી. 304ના ચુકાદમાં એવું જણાવેલ છે કે દંડ કરવાની સત્તા માત્ર સેકશન 116 દ્વારા ક્રિમીનલ કોર્ટને જ છે. કોઈપણ ઓફીસર કોઈ દંડ જાતે કરી શકતા નથી અને નામદાર કોર્ટ પણ આવી ફરિયાદ આવે ત્યારે જ તેને સ્વીકારી શકે છે.

2 એ.આઈ.આર. 2000 (બોમ્બે) 246 બોમ્બે હાઈકોર્ટના ચુકાદા મુજબ જે કેસમાં દંડની જોગવાઈ હોય તે દંડ ફોજદારી કાર્યવાહી કર્યા બાદ જ થઈ શકે, અધિકારીઓને દંડ કરવાની કોઈ સત્તા નથી. તે પ્રકારનો દંડ સિદ્ધાંત ઉપરોક્ત ચુકાદામાં પ્રતિપાદિત કરેલ છે.

3 સી.આર.પી.સી. 468 મુજબ કોઈપણ સરકારી લેણું વસુલવા માટે જે કલમમાં દંડની જોગવાઈ હોય તેમાં વધુમાં વધુ 6 માસમાં તંત્ર દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવો પડે, જો આ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવે તો તે સરકારી લેણું (દંડ) આપોઆપ લિમિટેશન એક્ટ મુજબ રદ થવાને પાત્ર છે.

You Might Also Like

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા

ચોમાસું હજુ ગયું નથી! : ભાદરવો ભરપૂર, અષાઢી માહોલ

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

રાજકોટના વોર્ડ-5ના યુવા કોર્પોરેટર સંજયભાઈ ચાવડાનો આજે જન્મદિવસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે કોલકાતા અને રાજસ્થાન વચ્ચે ટક્કર
Next Article રાજકોટમાં પ્રથમ રાત્રિ પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ ‘વિશ્વકર્મા કપ-2022’ યોજાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા
મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
ચોમાસું હજુ ગયું નથી! : ભાદરવો ભરપૂર, અષાઢી માહોલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટ

ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
ગુજરાત

ચોમાસું હજુ ગયું નથી! : ભાદરવો ભરપૂર, અષાઢી માહોલ

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?