મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને જસદણ અને વિછિયામાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
રાજકોટ- પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને જસદણ તાલુકા સેવા સદન ખાતે જસદણ તાલુકાનો અને વિછિયા ખાતે વિછિયા તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું હતું કે, અરજદારોના પ્રશ્નોનો એક જ સ્થળ ઉપર સંબંધિત અધિકારીઓની ઉપસ્થિતિમાં સમયસર ઉકેલ આવી જાય તે માટે આ લોકદરબારનું આયોજન જસદણ અને વિછિયા તાલુકામાં કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરી કરવામાં આવ્યું છે.
- Advertisement -

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લોકોના વિજળી, આરોગ્ય, આવાસ, રસ્તા, વીજ કનેકશન સહિતની સમસ્યા રજૂ થઈ હતી. જેના નિકાલ માટે ઉપસ્થિત સંબધિત અધિકારીઓને મંત્રી એ સુચના આપી હતી.
જસદણ તાલુકામાં અંદાજે ૫૦ જેટલા અરજદારો દ્વારા પોતાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
- Advertisement -

આ પ્રસંગે મામલતદાર ડી.એલ.ધાનાણી, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી વી.કે.પરમાર, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, સરપંચો, સબંધિત વિભાગના અધિકારીઓ, આગેવાનો તથા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.


