રાજકોટ- પ્રાદેશિક કમિશનર અરુણકુમાર બરનવાલ (IAS), નગરપાલિકાઓ રાજકોટ ઝોન રાજકોટ તા. ૨૮ જુલાઈને બુધવારના રોજ સિક્કા નગરપાલિકા વિસ્તારની મુલાકાત લીધી હતી. જે દરમિયાન કમિશ્નર દ્વારા પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે પ્રત્યક્ષ સ્થાનિક વિકાસના કામો અને નગરપાલિકાને લગતા માળખાકીય સમસ્યાઓ જેવી કે, વેરા વસૂલાત, આંતરમાળખાકીય વિકાસના કામોની સમસ્યાઓ અંગે ચર્ચા કરી અને તે પરત્વે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
કમિશનરએ શહેરમાં આવેલ સિક્કા નગરપાલિકા સંચાલિત માધ્યમિક શાળામાં ચાલી રહેલા પ્રાર્થના ખંડનું કામ, સિક્કા લાઇબ્રેરી, સી.એચ.સી. જુનું કોલેજ બિલ્ડીંગ, મદીના મસ્જિદ વિસ્તારમાં આવેલી મચ્છી માર્કેટ, નાઝ સિનેમા રોડ પર આવેલ શોપિંગ કોમ્પલેક્ષન વગેરેની મુલાકાત લીધી હતી.
- Advertisement -
તા. ૨૯ જુલાઈના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ધ્રોલ નગરપાલિકા ખાતે જામનગર જિલ્લા કક્ષાએ કમિશ્નર અરુણકુમારના અધ્યક્ષ સ્થાને પ્રથમ કોઓર્ડિનેશન કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લાની ચાર નગરપાલિકાઓ જામજોધપુર, સિક્કા, કાલાવડ (શીતલા) અને ધ્રોલના પ્રમુખઓ, ચીફ ઓફિસરઓ, પ્રમુખઓ, કારોબારી ચેરમેનઓ અને મ્યુનિસિપલ એન્જિનિયરઓ હાજર રહ્યા હતા.
હાજર તમામ સભ્યો તથા અધિકારીઓ સાથે સરકાર ના નગરપાલિકા અને નગરપાલિકાના સરકાર લેવલે પડતર પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કમિશનર દ્વારા નગરપાલિકાની સામાન્ય તથા કારોબારી સમિતિની બેઠક નગરપાલિકા અધિનિયમની જોગવાઈ અનુસાર યોજવા અને તેના ઠરાવો નિયત સમય મર્યાદામાં વડી કચેરી ખાતે મોકલવા તાકીદ કરવામાં આવી હતી.
આ ઉપરાંત વિવિધ વિકાસના કામો, પાણી, ગટર અને સ્વચ્છતાના મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તે બાબતે સુચનો પણ કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ કમિશ્નર દ્વારા ધ્રોલ શહેરના એસ.ટી.પી. સાઈડ, ઘન કચરા નિકાલની સાઈડ પર ચાલુ કામોનો સ્થળ પર મુલાકાત લેવામાં આવી હતી.


