ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર, તા.16
બંધન એએમસી લિમિટેડ (બંધન એએમસી) એ આજે ભાવનગરમાં રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ વિતરકો (એમએફડી)ને વધુ સારી રીતે સેવા આપવા માટે નવી શાખાનું ઉદ્ઘાટન કર્યું છે. આ નવી શાખા 304, ત્રીજો માળ, કોર્પોરેટ સેન્ટર, વાઘાવાડી રોડ, ભાવનગર, ગુજરાત- 364001 ખાતે આવેલી છે. ભાવનગરમાં નવી શાખામાં સંપૂર્ણ સુસજ્જ મીટીંગ કમ ટ્રેનીંગ રૂમનો સમાવેશ કરવામાં આવશે જેનો હેતુ ભાવનગરમાં તેની ગ્રાહક સેવા અને રોકાણકારોની જાગૃતિની પ્રવૃત્તિઓને વધારવાનો છે.
- Advertisement -
બંધન એએમસીના સીઈઓ શ્રી વિશાલ કપૂરે નવી બ્રાન્ચ લોન્ચ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, ભાવનગર અમારા માટે ઉચ્ચ વૃદ્ધિનું બજાર રહ્યું છે, અને અમે ઘણા વર્ષોથી અમારા ભાગીદારો અને રોકાણકારો તરફથી મજબૂત પ્રતિસાદ અને સમર્થન પ્રાપ્ત કરીને ખુશ છીએ. અમારી નવી ઓફિસ આ મુખ્ય માર્કેટમાં અમારી પ્રતિબદ્ધતા અને હાજરીને વધુ મજબૂત બનાવે છે, અને અમને વિશ્વાસ છે કે અમારી ટીમ અને ભાવનગરમાં ભાગીદારો તેનો ઉપયોગ નાણાકીય જાગૃતિ વધારવા, મ્યુચ્યુઅલ ફંડ્સમાં વધુ રસ પેદા કરવા અને અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા પ્રદાન કરવા માટે કરશે.