અગરિયાની જમીન પચાવી પાડવા 17 શખ્સોએ કર્યા ભડાકા
ગંભીર રીતે ઘવાયેલા યુવાને રાજકોટમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
કચ્છના રાપરના કાનમેર પાસે ઘુડખર અભ્યારણ રણ વિસ્તારમાં અગરિયાની જમીન પચાવી પાડવા ત્રાસવાદી ગેંગનાં 17 શખ્સોએ આડેધડ ફાયરીંગ કરી હથિયારો સાથે હુમલો કરતાં પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા હતાં જેમાં દિનેશભાઇ કોળી નામના 33 વર્ષીય યુવકને માથામાં ગોળી લાગતાં રાજકોટ સારવારમાં મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે બનાવની જાણ થતાં સામખીયાળી પોલીસનો કાફલો રાજકોટ દોડી આવ્યો હતો બનાવ અંગે રાપરના કાનમેર ગામે રહેતાં મગનભાઇ સુજાભાઇ ઉ.વ.47એ નોંધાવેલ ફરીયાદમાં 17 શખ્સોના નામ આપતાં સામખીયાળી પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ કરે છે.
ગઇ તા.13/05/2024 ના તેઓ કાનમેર ગામથી ગાગોદર આવેલ અને ગાગોદર ગામથી વલીમામદ ઇબ્રાહીમ રાજા તથા જેમલ કમાભાઇ ગોહિલ તથા રમેશ હઠા ભરવાડ ભેગા મળી નકકી કરેલ કે, જોઘપરવાંઢ પાસે આવેલ જુના મીઠાના કારખાના પાસે આંટો મારી આવીએ જેથી ગાગોદરથી જોઘપરવાંઢ આવેલ અને જોઘપરવાંઢથી જગસી જેસા કોલી, દિનેશ ખીમજી કોલી, હસો કોલી, મુકેશ બેચરા કોલી, નવીન જગસી કોલી, રાયમલવાંઢના દેવશી કોલી, કરશન આણદા સાથે ઘુડખર અભ્યારણ રણ વિસ્તારમાં જુના મીઠાના કારખાના પાસે રણમાં બપોરના અઢી વાગ્યે આવેલ અને બાઈક રણ વિસ્તારમાં ઉભા રાખી જુના મીઠાના કારખાના પાસે બેઠેલ હતા તે દરમ્યાન સાંજના સમયે રણમાં એક ફોચ્ર્યુનર, એક સ્વીફટ કાર, એક ક્રેટા કાર અને એક બોલેરો તેમજ એક જીપ ઘસી આવેલ અને ફોચ્ર્યુનર કારમાંથી ભરત દેવા ભરવાડ, ભરત રવા વાઘેલા, સબરા પાલા વાઘેલા લાકડી સાથે નીચે ઉતરેલા અને અન્ય કારમાંથી દેવા કરશન ડોડીયા હાથમાં બંદુક સાથે તેમજ ઇશ્વર રજપુત હાથમાં ઘારીયાં સાથે, શકિત ડાયા ડોડીયા હાથમાં લાકડી સાથે, તેમજ બળદેવ ગેલા રજપુત હાથમાં બંદુક સાથે રાયઘણ ઉસેટીયા હાથમાં લાકડી સાથે નીચે ઉતરેલા હતાં તેમજ અન્ય કારમાંથી વિજય ઉસેટીયાના હાથમાં બંદુક હતી, કાજા અમરા રબારી હાથમાં ધારીયુ તેમજ અન્ય આરોપી પણ હાથમાં હથિયારો સાથે ઘસી આવી અને કહેલ કે, આ રણ વિસ્તાર તમારા બાપનો નથી કહીં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી આ મીઠાના કારખાના વાળી જગ્યા અમારી છે તુ ખાલી કરી નાખજે નહીંતર જાનથી મારી નાખીશુ તેમ કહી ત્રણ શખ્સોએ પોતાના પાસેની બંદુકમાંથી ફાયરીંગ કરેલ અને તેમની સાથે આવેલ અન્ય શખ્સોએ ગાળો આપી બઘાને મારી નાંખો તેવી ઘમકીઓ આપતા હતાં.
- Advertisement -
આ બનાવમાં દિનેશ ખીમજી પરમાર (કોળી) ને માથામાં ગોળી વાગેલ તેમજ મુકેશ બેચરા કોળીને પગમાં ગોળી વાગેલ તેમજ વલીમામદ ઇબ્રાહીમ રાજાને નાકના ભાગે ગોળી વાગેલ અને દિનેશ ખીમજી કોળીને માથામાં ગોળી વાગતા તે પટમાં પડી ગયેલ. જે બાદ આરોપીઓ પોતાની ગાડી તરફ ભાગ્યા હતાં. જે બાદ દિનેશ કોલીને બાઇકમાં સારવાર કરાવવા માટે રણમાંથી બહાર નીકળતાં હતાં ત્યારે વિજય રાયઘણ ઉસેટીયાએ બોલેરોથી બાઇકને ટક્કર મારી તેઓને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેઓ નીચે પડી ગયાં હતાં. જયાં દેવા ડોડીયાએ તેમને માથાના ભાગે બંદુકનો કંઘો મારેલ અને શકિત ડોડીયાએ લાકડીથી મારમાર્યો હતો બાદમાં ચારેય ઇજાગ્રસ્તને સારવાર માટે પ્રથમ સામખીયાળીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ ગંભીર રીતે ઘવાયેલા દિનેશ ખીમજી કોળીને વધું સારવાર અર્થે રાજકોટ ખસેડાતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.