By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    5 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    7 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    7 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    2 days ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    3 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    3 days ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    3 days ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    6 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    7 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    7 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અતિવૃષ્ટિ, દુષ્કાળ, વાવાઝોડું અને ભૂકંપ પણ અદાણી-અંબાણી જ લાવે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > અતિવૃષ્ટિ, દુષ્કાળ, વાવાઝોડું અને ભૂકંપ પણ અદાણી-અંબાણી જ લાવે છે
AuthorKinnar Acharya

અતિવૃષ્ટિ, દુષ્કાળ, વાવાઝોડું અને ભૂકંપ પણ અદાણી-અંબાણી જ લાવે છે

Khaskhabar Editor
Last updated: 2022/01/17 at 5:14 PM
Khaskhabar Editor 5 years ago
Share
14 Min Read
SHARE
આવો જ અન્ય એક ટુચકો પણ છે. એક વ્યક્તિ તેનાં મિત્રને ફોન કરે છે અને તેને પૂછે છે કે, દેશમાં 5ૠ મોબાઈલ સ્પેક્ટ્રમની હરાજી થવાની છે, તને રસ છે? સ્વાભાવિક રીતે જ પેલો ના પાડે છે ત્યારે ફોન કરનાર મિત્ર તેને કહે છે, “તને રસ ન હોય એ ખ્યાલ જ છે, આ તો શું, પછી તારી પાસે બહાનું ન રહે કે, સરકારે અંબાણીને દેશ વેંચી માર્યો છે!”
ડાબેરી, પાસિયાઓ, આપિયા અને પાપિયાઓને કેટલાંક લોકોએ હાથમાં “અદાણી-અંબાણી” નામનો ઘુઘરો પકડાવી દીધો છે. આ દેશમાં હવે દુર્ઘટના કોઈપણ પ્રકારની હોય, એ ગમે તે ક્ષેત્રમાં બની હોય. દોષનો ટોપલો અદાણી-અંબાણી પર જ ઢોળી દેવાની ચોક્કસ વર્ગમાં ફેશન ચાલે છે. ભૂકંપ, અતિવૃષ્ટિ, દુષ્કાળ, વાવાઝોડું બધું જ અદાણી-અંબાણીને કારણે આવે છે. આવા લોકોનું કહેવું છે કે, હિન્દુસ્તાનની તમામ સમસ્યાઓ માટે ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી જ જવાબદાર છે
દિલ્હીની ભાગોળે ચાલતાં કહેવાતાં ખેડૂત આંદોલન દરમિયાન પણ આવી નારાબાજીઓ ફરી જોવા મળી રહી છે. કશું નવું નથી. 2014થી સતત-અવિરત આ પ્રકારનો કૂપ્રચાર જોવા મળી રહ્યો છે. ઉદ્યોગપતિઓ જાણે ઇતિહાસમાં પ્રથમ વખત પાવરફૂલ બન્યાં હોય તેવું ચિત્ર ઊભું કરવામાં આવી રહ્યું છે. એવું સાબિત કરવા, પરાણે ઠસાવવા પ્રયત્નો થઈ રહ્યાં છે જાણે ઉદ્યોગપતિઓ ગરીબોનું ધન લૂંટી જાય છે, દેશને ફોલી ખાય છે, રાષ્ટ્રને ચૂસી લે છે. બેશક, ઉદ્યોગપતિઓ ધૂમ કમાણી કરે છે. એ બાબતમાં કોઈ શંકા નથી કે, સરકારની વિવિધ પોલિસીમાં તેમનો પ્રભાવ હોય છે. પરંતુ, એ તો ખેડૂતોને પણ હોય છે અને વેપારીઓનો પણ હોય જ છે. આપણે જ્યાંની લોકોશાહીનાં ભજનો નિત્ય લલકારતાં રહીએ છીએ તે અમેરિકામાં પણ કોર્પોરેટ લોબીનો જબરદસ્ત પ્રભાવ છે. કોઈપણ દેશમાં આવું પ્રભુત્વ અકારણ જ ઉભું થતું નથી. અદાણી-અંબાણી અને અન્ય ઉદ્યોગપતિઓનું કમઠાણ એટલું મોટું છે, તેમનો પથારો એટલો વ્યાપક છે કે, તેમની ઊંડી છાપ જોવા ન મળે તો જ નવાઈ.
અદાણી જૂથની છ કંપનીઓનું માર્કેટ કેપિટલ અત્યારે 58 અબજ ડોલર છે. તેઓ ગેસ, ગ્રીન એનર્જી, ફૂડ, પાવર સેકટર, પોર્ટસ, રિયલ એસ્ટેટ, એરપાર્ટ્સ, મેટ્રો રેલવે, વોટર મેનેજમેન્ટ, ડેટા જેવા અનેક ક્ષેત્રમાં પ્રભુત્વ ધરાવે છે. પોર્ટસ, ટ્રાન્સમિશન, વિતરણ અને રિન્યુએબલ્સ ક્ષેત્રે ચાર ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ ઈશ્યૂ લાવનાર એ એકમાત્ર ભારતીય ગ્રુપ છે. છેલ્લા 12 મહિનામાં તેણે ગ્લોબલ કેપિટલ માર્કેટ બોન્ડ ઇસ્યૂ કરીને ચાર અબજ અમેરિકન ડોલરથી વધુ ભંડોળ મેળવ્યું છે. આ તેમની શાખ છે, એ આકાશમાંથી ટપકી પડી નથી. અદાણી પોર્ટસ 2025 સુધીમાં 500 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરવાનું છે. ગેસ વિતરણમાં તેઓ પાયોનીયર છે. તેમણે 15 રાજ્યોમાં 38 સ્થળે ગેસ વિતરણ વ્યવસ્થા સર્જી છે. 2025 સુધીમાં ભારત વિશ્વનું સૌથી મોટું એવિએશન માર્કેટ બનવા જઈ રહ્યું છે ત્યારે અદાણીને દેશનાં સાત એરપોર્ટસનાં મોર્ડનાઈઝેશનની જવાબદારી મળી છે અને આ હવાઈમથકો દ્વારા તેઓ સાડા સાત કરોડ પેસેન્જર્સને સેવા પૂરી પાડશે. રિયલ એસ્ટેટનાં ક્ષેત્રમાં તેઓ સવા કરોડ ચોરસ ફૂટ કરતાં વધુ સ્પેસનું નિર્માણ કરી ચૂક્યાં છે. હાઈવે, મેટ્રો, રેલવે અને જળ વ્યવસ્થાપન તથા ડેટા સેન્ટરમાં પણ તેમનાં ડંકા વાગે છે.
અદાણી આજે દેશની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપની છે. ટ્રાન્સમિશન, વીજ ઉત્પાદન, વીજ વિતરણમાં એ કાર્યરત છે. અદાણી ટ્રાન્સમિશને મુંબઈમાં 11 મેગાવોટનાં એક એવાં બે ટ્રાન્સમિશન પ્રોજેક્ટ હાથમાં લીધાં છે. અદાણી ગ્રીન એનર્જી વર્ષ 2025 સુધીમાં 25 ગિગાવોટનાં રિન્યુએબલ્સ એનર્જીના ઉત્પાદન સાથે આ ક્ષેત્રની જગતની સૌથી મોટી કંપની બની જશે. આ વર્ષની શરૂઆતમાં જ અમેરિકા સ્થિત “થિન્ક ટેન્ક મર્કોમ કેપિટલ” દ્વારા અદાણી ગ્રૂપને “નંબર વન ગ્લોબલ સોલાર પાવર જનરેશન ઍસેટ ઓનર” તરીકેનું સન્માન અપાયું છે.
આજે અદાણી જૂથ 20 હજાર કરતાં વધુ લોકોની ટીમ ધરાવે છે, એક લાખ કરતાં વધુ પરિવારોને આડકતરી રોજગારી પૂરી પાડે છે. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, દુબઈ, ઇન્ડોનેશિયા અને બાંગ્લાદેશમાં તેમની નોંધપાત્ર હાજરી છે. આ તો થઈ બિઝનેસની વાત, તેમણે અદાણી ફાઉન્ડેશન દ્વારા શિક્ષણથી લઈને પર્યાવરણ, જળસંચય, આરોગ્ય, માળખાગત સુવિધાઓ વિકસાવવા અનેકવિધ સેવાકીય, સામાજિક, શૈક્ષણિક પ્રવૃત્તિઓ હાથ ધરી ને લગભગ 35 લાખ લોકોનાં જીવનમાં પરિવર્તન આણ્યું છે.
“અદાણી-અંબાણી મુરદાબાદ” જેવાં સૂત્રોચ્ચાર કરવામાં કશી જ બહાદુરી નથી. કારણ કે, ઉદ્યોગકારો જવાબ આપવા સડક પર આવવાનાં નથી. બીજું, આવાં સૂત્રો ઉદ્યોગજગતને અન્યાયકર્તા ગણાય. રાષ્ટ્રને એક ઈમારત ગણીએ તો તેનો એક પાયો આપણા વિરાટ ઉદ્યોગો પણ છે. એ પાયો હચમચી જાય તો ઈમારત ક્ષણવારમાં જમીનદોસ્ત થઈ જાય. સ્વદેશી કુબેરપતિઓનું ગૌરવ કરતાં શીખવું એ પણ એક પ્રકારની સભ્યતા ગણાય.
ઉદ્યોગપતિઓ જાણે ઇતિહાસમાં પ્રથમ વખત પાવરફૂલ બન્યાં હોય તેવું ચિત્ર ઊભું કરવામાં આવી રહ્યું છે : એવું સાબિત કરવા, પરાણે ઠસાવવા પ્રયત્નો થઈ રહ્યાં છે જાણે ઉદ્યોગપતિઓ ગરીબોનું ધન લૂંટી જાય છે, દેશને ફોલી ખાય છે, રાષ્ટ્રને ચૂસી લે છે

ઉદ્યોગ વિરોધી વલણ એટલે
રોગિષ્ટ ડાબેરી વિચારધારા!

ગત વર્ષે રિલાયન્સે 109 દેશોમાં 2 લાખ કરોડ કરતા વધુની નિકાસ કરી, ભારતની કુલ નિકાસમાં 9.1 ટકાનો હિસ્સો હાંસલ કરી ભારતની સૌથી મોટી નિકાસ કરનારી કંપનીનું સ્થાન જાળવી રાખ્યું છે. આ જ વર્ષે 21 હજાર કરોડથી વધુની ચુકવણી કરી કસ્ટમ અને એક્સાઇઝ ડ્યૂટી ભરનાર ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની બની છે, ગત વર્ષે આ જાયન્ટ કંપનીએ 70 હજાર કરોડ રૂપિયા ૠજઝ અને ટઅઝ પેટે દેશને ચૂકવ્યા છે! તેમણે 8386 કરોડનો આવકવેરો પણ ભર્યો છે.

Contents
ઉદ્યોગપતિઓ જાણે ઇતિહાસમાં પ્રથમ વખત પાવરફૂલ બન્યાં હોય તેવું ચિત્ર ઊભું કરવામાં આવી રહ્યું છે : એવું સાબિત કરવા, પરાણે ઠસાવવા પ્રયત્નો થઈ રહ્યાં છે જાણે ઉદ્યોગપતિઓ ગરીબોનું ધન લૂંટી જાય છે, દેશને ફોલી ખાય છે, રાષ્ટ્રને ચૂસી લે છેઉદ્યોગ વિરોધી વલણ એટલે રોગિષ્ટ ડાબેરી વિચારધારા!બેશક, ઉદ્યોગપતિઓ ધૂમ કમાણી કરે છે : એ બાબતમાં કોઈ શંકા નથી કે, સરકારની વિવિધ પોલિસીમાં તેમનો પ્રભાવ હોય છે : પરંતુ, એ તો ખેડૂતોને પણ હોય છે અને વેપારીઓનો પણ હોય જ છે : આપણે જ્યાંની લોકોશાહીનાં ભજનો નિત્ય લલકારતાં રહીએ છીએ તે અમેરિકામાં પણ કોર્પોરેટ લોબીનો જબરદસ્ત પ્રભાવ છે

રિલાયન્સ હવે ભારતીય અર્થતંત્રનું એક અભિન્ન અંગ છે : રિલાયન્સ લગભગ 1.96 લાખ વ્યક્તિઓને પ્રત્યક્ષ અને બે લાખથી વધુ પરોક્ષ રોજગાર આપે છે

- Advertisement -

આજકાલ અંબાણી પરિવાર સાથે નરેન્દ્ર મોદીનાં ફોટોગ્રાફ્સ મૂકી ને ડાબેરીઓ પોતાનો કુતર્ક સાચો ઠેરવવા વ્યર્થ પ્રયાસો કરી રહ્યા છે. વાસ્તવિકતા એ છે કે, સરકાર કોઈપણ પક્ષની હોય, અંબાણી અને રિલાયન્સની પ્રગતિ અવિરત રહી છે. દેશએ જેમ રિલાયન્સને ઘણું આપ્યું છે તેમ રિલાયન્સે પણ રાષ્ટ્રને ઘણું પ્રદાન કર્યું છે. મુકેશ અંબાણીએ બીજું કશું જ ન કર્યું હોય તો પણ માત્ર જિઓને કારણે ભારતીય તેમનો આભારી છે. જે રીતે કુરિયને દેશમાં શ્વેત ક્રાન્તિ કરી, અંબાણીએ જિઓ થકી ડિજિટલ ક્રાન્તિ અથવા મોબાઈલ ક્રાન્તિ કરી છે. જીઓનું આગમન થયું તે સમયે વોડાફોન અને આઈડિયા, એરટેલ જેવી કંપનીઓ 1 ૠઇ 3ૠ ડેટાનાં 350 રૂપિયા ખંખેરતી હતી. જિઓએ કિંમતો ઘટાડીને પ્રતિ ૠઇ ચાર રૂપિયાથી પણ ઓછી કરી નાખી છે. તેને લીધે બાકીનાં સેલ્યુલર ઓપરેટરોએ પણ જમીન પર આવવું પડ્યું. આઉટગોઇંગ વોઇસ કોલ્સ માટે પ્રતિ મિનિટ 40 પૈસા વસૂલ કરવામાં આવતા હતા – જિઓએ વોઇસકોલ નિ:શુલ્ક બનાવ્યા. રોમિંગમાં ઇન-કમિંગ અને આઉટ-ગોઇંગ કોલ્સ પ્રતિ મિનિટ 60 પૈસા હતા. જિઓએ સમગ્ર ભારતમાં રોમિંગ તદ્દન નિ:શુલ્ક બનાવી દીધું છે. પ્રતિ ટેક્સ્ટ મેસેજ 50 પૈસાથી ત્રણ રૂપિયા સુધી હતા. જિઓએ નિ:શુલ્ક કરી દીધા. જિઓના કારણે ભારતમાં ડેટાની સરેરાશ કિંમત સૌથી – ઓછી પ્રતિ ૠઇ લગભગ ત્રણ રૂપિયા થઈ ગઈ, અમેરિકામાં પ્રતિ 1ૠઇ 550 રૂપિયા, ચીનમાં 40 રૂપિયા, પાકિસ્તાનમાં 45 રૂપિયા, બ્રાઝિલમાં 70 રૂપિયા આસપાસ છે અને યુરોપિયન દેશોમાં તો દોઢસોથી ત્રણસો રૂપિયા છે.

રિલાયન્સ હવે ભારતીય અર્થતંત્રનું એક અભિન્ન અંગ છે. રિલાયન્સ લગભગ 1.96 લાખ વ્યક્તિઓને પ્રત્યક્ષ અને બે લાખથી વધુ પરોક્ષ રોજગાર આપે છે. આટલા વર્ષો દરમિયાન છઈંક દ્વારા 50 લાખથી વધુ પરોક્ષ રોજગારી ઊભી કરવામાં આવી છે. છઈંકની જામનગર રિફાઇનરીએ ભારતને પેટ્રોલિયમ પેદાશોની સંપૂર્ણ આયાત કરનાર દેશમાંથી સંપૂર્ણપણે નિકાસ કરનારો દેશ બનાવ્યો છે. આ ઘટનાનું મહત્વ કેટલું છે એ કોઈ એકસપર્ટને પૂછજો. દેશની ઇકોનોમિમાં રિલાયન્સનું મહત્વ કેટલું છે એ જાણવા એક વિગત જ પર્યાપ્ત છે. ગત વર્ષે રિલાયન્સે 109 દેશોમાં 2 લાખ કરોડ કરતા વધુની નિકાસ કરી, ભારતની કુલ નિકાસમાં 9.1 ટકાનો હિસ્સો હાંસલ કરી ભારતની સૌથી મોટી નિકાસ કરનારી કંપનીનું સ્થાન જાળવી રાખ્યું છે. આ જ વર્ષે 21 હજાર કરોડથી વધુની ચુકવણી કરી કસ્ટમ અને એક્સાઇઝ ડ્યૂટી ભરનાર ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની બની છે, ગત વર્ષે આ જાયન્ટ કંપનીએ 70 હજાર કરોડ રૂપિયા ૠજઝ અને ટઅઝ પેટે દેશને ચૂકવ્યા છે! તેમણે 8386 કરોડનો આવકવેરો પણ ભર્યો છે.

માત્ર બિઝનેસ અને નફો એ જ મુદ્દો નથી. છેલ્લા એક દાયકામાં રિલાયન્સ ફાઉન્ડેશને ભારતના 40,000 ગામડાં અને સંખ્યાબંધ શહેરી વિસ્તારોમાં ચાર કરોડ લોકોની જિંદગીને સીધો સ્પર્શ કર્યો છે. જિઓની ડિજિટલ તાકાતનો ઉપયોગ કરીને છઈંક દરેક ભારતીયને સ્વાસ્થ્ય સંભાળ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે પ્રયત્નશીલ છે. દરેક માટે શિક્ષણ અને રમત ગમતની પહેલ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન ભારતના 2.15 કરોડ બાળકો સુધી પહોંચ્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશને (છઋ) 2 લાખ વંચિત-ગરીબ બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડ્યું છે, લગભગ 16 હજાર વિદ્યાર્થીઓને રિલાયન્સ ફાઉન્ડેશનની 14 સ્કૂલ્સમાં શિક્ષણ અપાયું છે, ફાઉન્ડેશનના ડિજિટલ ક્લાસરૂમ દ્વારા 43,000 વિદ્યાર્થીઓ અને 1000 શિક્ષકોને સશક્ત કરવામાં આવ્યા છે, તેર હજાર વિદ્યાર્થીઓને ધીરુભાઈ અંબાણી સ્કોલરશિપ આપવામાં આવી છે. કંપનીએ ગત એક વર્ષ દરમિયાન જ સામાજિક અને શૈક્ષણિક કાર્યો પાછળ રૂપિયા 1022 કરોડનો ખર્ચ કરવામાં કર્યો છે.

- Advertisement -

કોરોના વાઇરસ મહામારી સામે લડવામાં પીએમ કેર્સ ફંડમાં છઈંક દ્વારા રૂ.500 કરોડનું યોગદાન આપવામાં આવ્યું છે અને વધારાના રૂ.56 કરોડ ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મુંબઈમાં સેવન હિલ્સ ખાતે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન (ઇખઈ) સાથે ભાગીદારીમાં ભારતની પહેલી કોવિડ-19 હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી. કોરોના વાઇરસ મહામારીના પ્રારંભિક સમયગાળામાં, સમગ્ર દેશમાં વંચિત સમુદાયો અને ફ્રન્ટલાઇન વોરિયર્સને ભોજન તથા અન્ય સહાય પૂરી પાડવા માટે છઈંક દ્વારા ‘મિશન અન્ન સેવા’ શરૂ કરવામાં આવ્યું હતું. ભારતના 17 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં રાશન કીટ, ફૂડ કૂપન અને તૈયાર ભોજન દ્વારા પાંચ કરોડ પોષણક્ષમ ભોજન પૂરા પાડવામાં આવ્યા હતા. કોઈ એક કોર્પોરેટ ફાઉન્ડેશન દ્વારા વિશ્વમાં ભોજન વિતરિત કરવાનો આ સૌથી મોટો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. છઈંક અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કોરોના વાઇરસ મહામારી દરમિયાન અનેક પહેલ કરવામાં આવી હતી – જેમ કે માસ્ક બનાવવા, પ્રતિ દિવસ એક લાખ ઙઙઊ કિટનું ઉત્પાદન, તાત્કાલિક સેવાઓ આપનારા વાહનોને નિ:શુલ્ક ઇંધણ આપવા વિગેરે. આટલી સામાજિક જવાબદારીઓ નિભાવ્યા પછી પણ તેમને કેટલાક લોકો જશ આપવા ને બદલે જોડાં મારવા ઉત્સુક છે.

ઘર કી મુર્ગીનું મૂલ્ય આપણે ઘણી વખત યોગ્ય રીતે આંકતા નથી. જિઓએ પાયામાંથી સંપૂર્ણ 5ૠ સોલ્યૂશન વિકસાવ્યું છે. તેના દ્વારા 100 ટકા ઘરઆંગણે તૈયાર કરાયેલી ટેક્નોલોજી અને સોલ્યૂશન્સ થકી ભારતમાં વિશ્વ કક્ષાની 5ૠ સેવાઓ તેઓ લોન્ચ કરશે. ફેસબૂક જેવી એક વૈશ્વિક જાયન્ટ કંપનીએ લગભગ 44 હજાર કરોડમાં રિલાયન્સનો 9.99 ટકા હિસ્સો હાંસલ કર્યો છે. ભારતમાં લઘુત્તમ મૂડીરોકાણ માટેનું આ સૌથી મોટું સીધું વિદેશી રોકાણ (ઋઉઈં) છે. ગૂગલે જિઓમાં 34,000 કરોડમાં 7.7 ટકા હિસ્સો ખરીદ્યો છે. છઈંકએ વિશ્વનાં સૌથી વધુ સન્માન ધરાવતા ટેક્નોલોજી અને ફાઇનાન્શિયલ રોકાણકારો પાસેથી મૂડીરોકાણ મેળવ્યું છે – જેમાં સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, જનરલ એટ્લાન્ટિક, કેકેઆર, ટીપીજી અને એલ કેટર્ટનનો સમાવેશ થાય છે. આ તમામ રોકાણકારો વિશ્વની શ્રેષ્ઠ ટેક્નોલોજી તથા વિકાસ પામતી કંપનીઓમાં મૂડીરોકાણનો ઇતિહાસ ધરાવે છે. સેમિ-ક્ધડક્ટર ઉદ્યોગને આધુનિક સ્વરૂપ આપનાર ઇન્ટેલ અને ક્વાલકોમ ડિજિટલ ઇકોસિસ્ટમ હવે ભારત અને ભારતીયો માટે નવા ઉત્પાદનો વિકસાવવામાં છઈંક તેમની સાથે મળીને કામ કરશે. વિશ્વના ત્રણ સૌથી મોટા સોવેરિન વેલ્થ ફંડ – અઉઈંઅ અને યુએઇનું મુબાદલા તથા સાઉદી અરેબિયાનું ઙઈંઋ હાલ છઈંકના મૂલ્યવાન ભાગીદાર બન્યા છે. જિઓ પ્લેટફોર્મ્સમાં વ્યુહાત્મક અને નાણાકીય રોકાણકારોએ કુલ રૂપિયા દોઢ લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. છઈંકના પ્રવર્તમાન ફ્યૂઅલ રિટેલિંગ બિઝનેસમાં ભારત પેટ્રોલીયમે 49 ટકા હિસ્સો મેળવવા માટે રૂ.7629 કરોડનું રોકાણ કર્યું છે. રાઇટ્સ ઇશ્યૂ, જિયો પ્લેટફોર્મ્સમાં કુલ મૂડીરોકાણ, ઇઙ દ્વારા મૂડીરોકાણ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં વિદેશી મૂડીરોકાણ દ્વારા છઈંકએ કુલ રૂ. 250,519 કરોડનું રોકાણ ઊભું કર્યું છે. અને છેલ્લે, રિલાયન્સનાં શેર્સને કારણે અનેક લોકોનાં ઘરનાં ઘર બન્યા છે, લગ્ન થયા છે અને ધંધા સેટ થયા છે. બાય ધ વે, 5ૠ તો જિઓ જ લાવી રહ્યું છે, ત્રણ-ચાર વર્ષ પછી 6ૠ સ્પેક્ટ્રમની હરાજીમાં તમારે ભાગ લેવો હોય તો અત્યારથી તૈયારી શરૂ કરી દો. પછી કહેતા નહિ કે..

બેશક, ઉદ્યોગપતિઓ ધૂમ કમાણી કરે છે : એ બાબતમાં કોઈ શંકા નથી કે, સરકારની વિવિધ પોલિસીમાં તેમનો પ્રભાવ હોય છે : પરંતુ, એ તો ખેડૂતોને પણ હોય છે અને વેપારીઓનો પણ હોય જ છે : આપણે જ્યાંની લોકોશાહીનાં ભજનો નિત્ય લલકારતાં રહીએ છીએ તે અમેરિકામાં પણ કોર્પોરેટ લોબીનો જબરદસ્ત પ્રભાવ છે

 

 

You Might Also Like

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેનાં વિવાદો અને કાનૂની ઉકેલ

એક ભડવીરની ઘરવાપસીની કહાણી

જેન ઝી કો સબ આતા હૈ, રિયલી ??

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રીંગણના ભાવમાં ઐતિહાસિક તેજી
Next Article અર્નબ ચેટ કાંડ: ટીકામાં નિરક્ષિરવિવેક જરૂરી, માહિતી રાખવા કે મેળવવા બદલ પત્રકારને ગુનેગાર ન ઠેરવી શકાય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર
નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેનાં વિવાદો અને કાનૂની ઉકેલ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?