By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    24 hours ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    2 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    4 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    4 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    24 hours ago
    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
    24 hours ago
    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું
    1 day ago
    ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી
    1 day ago
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 day ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    2 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    3 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે
રાષ્ટ્રીય

Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે

Khaskhabar Editor
Last updated: 2026/09/25 at 1:16 PM
Khaskhabar Editor 48 minutes ago
Share
4 Min Read
SHARE

Axis Max Lifeના ‘IRIS 6.0’ સર્વેમાં ચોકાવનારો ખુલાસો

Gen-Zના 62% યુવાને રિટાયરમેન્ટ માટે રોકાણ શરૂ કર્યું : વહેલી નિવૃત્તિ માટે માત્ર બચત નહીં, સતત આયોજન જરૂરી

- Advertisement -

નિવૃત્તિ એટલે 58થી 60 વર્ષની ઉંમરે નોકરીમાંથી મુક્તિ આ માન્યતા હવે ધીમે ધીમે બદલાઈ રહી છે. ખાસ કરીને નવી પેઢીમાં વહેલી નિવૃત્તિ અને આર્થિક સ્વતંત્રતા તરફનો ઝોક વધી રહ્યો છે. Axis Max Lifeના ‘IRIS 6.0’ સર્વેમાં સામે આવેલા આંકડા દર્શાવે છે કે ભારતના શહેરી લોકોમાં મોટી સંખ્યામાં લોકો પરંપરાગત ઉંમર પહેલાં જ કામકાજમાંથી મુક્ત થઈને પોતાની પસંદગીનું જીવન જીવવા માંગે છે. સર્વે મુજબ ભારતના 40 શહેરોના આશરે 70 ટકા લોકો વહેલા નિવૃત્ત થવાની ઇચ્છા ધરાવે છે. તેમાંથી લગભગ અડધા લોકો 50 વર્ષની ઉંમર પહેલાં જ FIRE એટલે કે ‘Financial Independence, Retire Early’નું લક્ષ્ય હાંસલ કરવા માંગે છે. જોકે, વહેલી નિવૃત્તિનું સપનું જોનારાઓ સામે સૌથી મોટો પડકાર પૂરતા ભંડોળનો છે. સર્વેમાં 61 ટકા લોકો એવું કહે છે કે તેમને નિવૃત્તિ બાદ જરૂરી નાણાંની રકમનો અંદાજ છે, પરંતુ માત્ર 11 ટકા લોકોને જ વિશ્વાસ છે કે તેમની પાસે રહેલું ભંડોળ સમગ્ર જીવન માટે પૂરતું રહેશે.

વહેલી નિવૃત્તિ અંગે સૌથી વધુ ચર્ચા નવી પેઢી એટલે કે Gen-Zમાં જોવા મળી રહી છે. 1990ના દાયકાના અંતથી 2010ની વચ્ચે જન્મેલી આ પેઢી પરંપરાગત રીતે 58-60 વર્ષની ઉંમરે નિવૃત્ત થવાને બદલે યુવાનીમાં જ પૂરતી આર્થિક સ્વતંત્રતા મેળવવા ઇચ્છે છે. સર્વે અનુસાર, Gen-Zના 62 ટકા યુવાનોએ રિટાયરમેન્ટ માટે રોકાણ શરૂ કરી દીધું છે. આ પેઢી સરેરાશ 29 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટ રોકાણ અંગે વિચારવાનું શરૂ કરે છે. એટલે કે, નોકરી શરૂ કર્યા બાદ લાંબા સમય સુધી રાહ જોવાને બદલે શરૂઆતના વર્ષોથી જ ભવિષ્ય માટે નાણાં એકત્ર કરવાની માનસિકતા વિકસી રહી છે. આ યુવાનોનો મુખ્ય ઉદ્દેશ માત્ર નોકરી છોડવાનો નથી, પરંતુ એટલું ભંડોળ ઊભું કરવાનો છે કે આવક માટે નોકરી પર નિર્ભર રહેવું ન પડે અને પોતાની પસંદગી મુજબનું જીવન જીવી શકાય.

સર્વેમાં શહેરી યુવાનોની બદલાતી નાણાકીય વિચારસરણી પણ સામે આવી છે. દર બેમાંથી એક શહેરી યુવાન માને છે કે પહેલો પગાર મળ્યા બાદ જ રિટાયરમેન્ટ માટે બચત અને રોકાણ શરૂ કરી દેવું જોઈએ. આ માનસિકતા પાછળ લાંબા ગાળાના રોકાણનો લાભ, કમ્પાઉન્ડિંગનો ફાયદો અને નાની ઉંમરે શરૂ કરેલી બચતને લાંબા સમય સુધી વધારવાની તક જેવા પરિબળો મહત્વના બની શકે છે. વહેલી શરૂઆતથી એક જ લક્ષ્ય માટે મોટી રકમ એકસાથે ઊભી કરવાની જરૂરિયાત ઘટી શકે છે, પરંતુ તેના માટે નિયમિત રોકાણ અને લાંબા સમય સુધી શિસ્ત જાળવવી જરૂરી બને છે.

- Advertisement -

કઈ પેઢી ક્યારે રિટાયરમેન્ટનું આયોજન કરે છે?
Gen-Z : સરેરાશ 29 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટ રોકાણ અંગે વિચારવાનું શરૂ કરે છે અને 62 ટકા લોકોએ રોકાણ શરૂ કર્યું છે.
Millennials : સરેરાશ 31 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટનું આયોજન શરૂ કરે છે અને 70 ટકા લોકોએ રોકાણ શરૂ કર્યું છે.
Gen X+ : સરેરાશ 34 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટ આયોજન અંગે વિચાર્યું હતું, જ્યારે આ જૂથમાં 75 ટકા લોકોએ રોકાણ શરૂ કર્યું હોવાનું સર્વેમાં દર્શાવવામાં આવ્યું છે.

સપનું વહેલી નિવૃત્તિનું, પડકાર પૂરતા ફંડનો
વહેલી નિવૃત્તિનું લક્ષ્ય નક્કી કરવું અને તેને વાસ્તવિકતામાં બદલવું—બંને અલગ બાબતો છે. લાંબી નિવૃત્તિ માટે કેટલા નાણાંની જરૂર પડશે તેની ગણતરી કરવી સૌથી મહત્વનું પગલું છે. મોંઘવારી, જીવનશૈલીનો ખર્ચ, ઘર-પરિવારની જવાબદારીઓ, બાળકોનું શિક્ષણ, આરોગ્ય ખર્ચ અને નિવૃત્તિ બાદ કેટલાં વર્ષ સુધી આવકની જરૂર પડશે જેવા પરિબળોને ધ્યાનમાં લીધા વિના માત્ર એક ચોક્કસ રકમનું લક્ષ્ય નક્કી કરવાથી આયોજન અધૂરું રહી શકે છે. આ જ કારણસર સર્વેમાં 61 ટકા લોકો નિવૃત્તિ માટે જરૂરી રકમ જાણતા હોવા છતાં માત્ર 11 ટકા લોકો જ પોતાના ભંડોળ અંગે જીવનભર ચાલે એટલો વિશ્વાસ વ્યક્ત કરે છે. આ તફાવત દર્શાવે છે કે રિટાયરમેન્ટ અંગે જાગૃતિ વધી રહી છે, પરંતુ પૂરતી નાણાકીય તૈયારી હજુ પડકારરૂપ છે.

You Might Also Like

દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર

નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું

આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું

ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી

પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
Next Article નિરમા યુનિ.માં પ્રોફેસરે સ્ટેજ પર વિદ્યાર્થીનો કોલર પકડી ધમકાવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

આજે ગણેશ વિસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
“ગોલ્ડ લોનના ગ્રાહકો આપીશ” કહી ગીરસોમનાથના મંડોરના 53 વર્ષીય ડઘા ચાવડાએ મહિલાને ફાર્મહાઉસમાં અડપલા કર્યા
નાના મવા સ્થિત પ્રમુખમ ઢોસા હબમાંથી 63 કિલો વાસી ખોરાકનો નાશ, વિદ્યાર્થીઓની હોસ્ટેલ અને કેન્ટીનમાં મનપાનું સઘન ચેકિંગ
પક્ષની જરૂરિયાત સમયે વ્યક્તિગત સ્વાર્થ છોડી સંગઠનને પ્રાથમિકતા આપવી એ જ સાચા કાર્યકર્તાની ઓળખ : વજુભાઇ વાળા
રાજકોટમાં વેલનાથ કોમ્યુનિટી હોલમાં સેવા સેતુ કેમ્પ યોજાયો
નિરમા યુનિ.માં પ્રોફેસરે સ્ટેજ પર વિદ્યાર્થીનો કોલર પકડી ધમકાવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાષ્ટ્રીય

નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાષ્ટ્રીય

આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?