હાલમાં દુનિયાના 24 દેશમાં પ્રતિબંધઃ મેલોનીએ કહ્યું-શાળાઓમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પણ મર્યાદિત કરવામાં આવશે
ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ રવિવારે કહ્યું કે શાળાઓમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. કેબિનેટ ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેશે. તેમણે કહ્યું કે શાળાઓમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પણ મર્યાદિત કરવામાં આવશે. મેલોનીએ રોમમાં પોતાની પાર્ટી બ્રધર્સ ઑફ ઇટાલીના યુવા સંગઠનના રાષ્ટ્રીય મહોત્સવમાં આ જાહેરાત કરી હતી. નિયમો હેઠળ, જે વિદેશી વિદ્યાર્થીઓના બાળકોને શાળાની વ્યવસ્થામાં ભળી જવામાં મુશ્કેલી પડે છે, તેમના માતા-પિતાએ ઇટાલિયન ભાષાના વર્ગોમાં હાજરી આપવી પડશે. કાયદો બનવા માટે સરકારની મંજૂરી બાદ સંસદની ૬૦ દિવસની અંદર મંજૂરી મેળવવી જરૂરી રહેશે. હાલમાં ફ્રાન્સ અને ચીન સહિત વિશ્વના ૨૪ દેશોમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ છે. પ્રતિબંધોની અસર ઇટાલીની શાળાઓમાં ભણતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પર પડશે. સંશોધન સંસ્થા ફોન્ડાઝિયોને ઈંજખઞ મુજબ, ઇટાલીની શાળાઓમાં આશરે ૯ લાખ ૩૦ હજાર એવા વિદ્યાર્થીઓ ભણે છે, જેમની પાસે ઇટાલીની નાગરિકતા નથી. આ વિદ્યાર્થીઓ દેશના તમામ વિદ્યાર્થીઓના આશરે ૧૧.૬% છે. છેલ્લાં ૧૦ વર્ષમાં ઇટાલીમાં વિદેશી સગીરોની સંખ્યામાં ૪.૫%નો ઘટાડો થયો છે.
- Advertisement -
યુરોપની અદાલતોએ બુરખા પરનો પ્રતિબંધ યોગ્ય ગણાવ્યો
યુરોપમાં અદાલતોનું માનવું છે કે સમાજમાં પરસ્પર મેળાપ માટે બુરખા પરનો પ્રતિબંધ યોગ્ય છે, જ્યારે માનવાધિકાર સંગઠનો અને સંયુક્ત રાષ્ટ્ર તેને મહિલાઓની ધાર્મિક સ્વતંત્રતા પરનો હુમલો માને છે. બીજી તરફ, ઇટાલીના જીડીપીમાં વિદેશી કામદારોનું ૯% યોગદાન છે અને ખેતી, બાંધકામ તથા વૃદ્ધોની સંભાળ જેવા ક્ષેત્રો તેમના પર જ નિર્ભર છે. મેલોની સરકારના કડક નિયમોને કારણે આ કામદારોનું આવવું-જવું મુશ્કેલ બન્યું, તો ઇટાલીમાં મજૂરોની ભારે અછત સર્જાઈ શકે છે.




