ફલાઈટ્સ રદ્દ થવાથી કે વિલંબ થવાથી બે મહિનામાં 1.25 લાખ યાત્રીઓ પરેશાન
ઘરેલુ વિમાન કંપનીઓની ઉડાન રદ થવા માટે ટેકનીકલ કારણ સૌથી વધુ જવાબદાર હોવાનું બહાર આવ્યુ છે. ઓગસ્ટના પરિવહન રિપોર્ટમાં બહાર આવ્યું છે કે રદ થયેલી ઘરેલું ઉડાનોમાં ૫૦.૨ ટકા મામલામાં ટેકનીકલ કારણો જવાબદાર હતા. એટલે કે ઉડાનો રદ થવાના દર બે મામલામાં લગભગ એક મામલો ટેકનીકલ કારણથી હતા. ભારત જ નહી. દુનિયાભરમાં ટેકનીકલ કારણોને લઈને ઉડાનોને વ્યાપક સ્તરે અસર થઈ રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી બુધવારે જાહેર આંકડાથી બહાર આવ્યું છે કે ઉડાનો રદ થતવા માટે પરિચાલન (સંચાલન) સંબંધી કારણ ૧૦.૪ ટકા અને અન્ય કારણ ૧૭.૪ ટકા રહ્યા છે. આ રીતે હવામાનના કારણે ૮.૫ ટકા અને વાણિજિયક કારણોથી ૩.૫ ટકા ઉડાનો રદ થઈ. ગત મહિને ઘરેલુ ઉડાનો રદ થવાનો કુલ દર ૧.૦૪ ટકા હતો. ઉડાનો રદ થવાના કારણે ગત મહિને યાત્રીઓને સમસ્યાઓનો સામનો કરવો પડયો છે, જેના માટે ટેકનીકલ કારણો વધારે જવાબદાર રહ્યા છે.
વિલંબમાં ટેકનીકલ કારણની ભાગીદારી ૬૫ ટકા રહી હતી. જયારે પરિચાલન સંબંધી કારણ આઠ ટકા, હવાઈ પરિવહન નિયંત્રણ ૬ ટકા અને હવામાન સંબંધી સમસ્યાના કારણે પાંચ ટકા ઉડાનો સમયસર સંચાલીત નહોતી થઈ શકી. ઈન્ડિગોની સેવા ગત વર્ષે ખૂબજ અસરગ્રસ્ત બનીઃ ગત વર્ષે ૧થી૭ ડિસેમ્બર ૨ હજારથી વધુ ઉડાનો રદ થઈ. હજારો યાત્રીઓએ એરપોર્ટ પર લાંબી રાહ જોવી પડી. અનેક યાત્રીઓની યાત્રા રદ અથવા ફરીથી નિર્ધારિત થઈ. આનું મુખ્ય કારણ પાયલોટોની ઉપલબ્ધતા અને ડયુટી રોસ્ટર હતુ. ૧૯ સપ્ટેમ્બરઃ સ્પાઈસ જેટની દિલ્હીની ઉડાનોમાં વિલંબઃ બે સપ્તાહમાં દિલ્હી એરપોર્ટથી સ્પાઈસ જેટની અનેક ઉડાનો સંચાલન સંબંધી સમસ્યાને મોડી પડી. લેહ, જમ્મુ અને દુબઈ જતી ઉડાનોમાં વિલંબ થયો. ઉપલબ્ધ માહિતી મુજબ ૫૦૦થી વધુ યાત્રીઓને અસર થઈ. લેહની કેટલીક ઉડાનોમાં ચેક-ઈન પ્રક્રિયાને અસર થઈ. એક લેહ ઉડાન ચાર કલાક મોડી થઈ હતી.




