ન્યૂયોર્કમાં અમેરિકા-ઈરાન વચ્ચે 3 કલાકની વાતચીત
મંગળવારે યુએન જનરલ એસેમ્બલી દરમિયાન ન્યૂયોર્કમાં અમેરિકા અને ઈરાનના અધિકારીઓ વચ્ચે લગભગ ૩ કલાક સુધી વાતચીત થઈ. આ વાતચીતમાં અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી સામેલ થયા. કતારના અધિકારીઓએ મધ્યસ્થી કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે વાતચીત સારી રહી અને બંને પક્ષો વચ્ચે ટૂંક સમયમાં આગામી બેઠક યોજાશે. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ જણાવ્યું કે જો અમેરિકા સૈન્ય અને આર્થિક દબાણ ઘટાડવા માટે પગલાં લે છે, તો ઈરાન ૭ દિવસની અંદર હોર્મુઝ જળમાર્ગ ખોલી શકે છે. અમેરિશ્વનું વિશે વાતચીત બાદ જણાવ્યું કે તેમને સારું લાગી રહ્યું છે. જોકે, બાદમાં તેમણે સ્પષ્ટ કર્યું કે તેમણે ઈરાની અધિકારીઓ સાથે સીધી મુલાકાત કરી નથી. વાતચીતમાં ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર પણ સામેલ રહ્યા. વિટકોફના જણાવ્યા મુજબ, યુએન જનરલ એસેમ્બલી દરમિયાન બંને પક્ષો વચ્ચે મધ્યસ્થીઓ દ્વારા વાતચીત થઈ હતી. મધ્યસ્થીઓ આખો દિવસ અમેરિકા અને ઈરાન વચ્ચે સંદેશા લઈને આવ-જા કરતા રહ્યા. તેમણે જણાવ્યું કે તબક્કો પૂર્ણ થઈ ગયો છે આગળ પણ બંને પક્ષો રાખશે. વાતચીતનો એક અને મધ્યસ્થીઓ વચ્ચે કામ ચાલુ રાખશે.
- Advertisement -
‘ડીલ કરો, નહીં તો તબાહ કરી દઈશ: ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી
ટ્રમ્પે મંગળવારે યુએનમાં ઈરાનને ધમકી આપતા કહ્યું કે ઈરાન પાસે હવે બે રસ્તા છેઃ અમેરિકા સાથે ડીલ કરે અથવા ગંભીર લશ્કરી કાર્યવાહી માટે તૈયાર રહે. ટ્રમ્પે કહ્યું કે જો ઈરાન સાથે સમજૂતી નહીં થાય અને સંઘર્ષ ચાલુ રહેશે તો અમેરિકા ઈરાનને તબાહ કરી શકે છે. તેમણે કહ્યું કે અમેરિકાની સામે શાંતિ સમજૂતી અથવા ફરીથી સૈન્ય કાર્યવાહીનો વિકલ્પ છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા પોતાની તાકાત દ્વારા શાંતિ સ્થાપિત કરવા માંગે છે. તેમણે ઈરાનને વાટાઘાટોના મેજ પર પરત ફરવા અને હોર્મુઝને સંપૂર્ણપણે ખોલવાની માગ પણ કરી. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા માટે પોતાની શરતો અમેરિકા સમક્ષ રજૂ કરી છે. અલ જઝીરાના અહેવાલ અનુસાર, અરાઘચીએ અમેરિકન અધિકારીઓ સમક્ષ આ શરતો રજૂ કરી. ઈરાનની માગ છે કે અમેરિકા તાત્કાલિક નૌકાદળની નાકાબંધી હટાવે અને વિદેશોમાં સ્થગિત કરાયેલી ઈરાની સંપત્તિઓ મુક્ત કરે. તેમજ લેબનાન સહિત તમામ મોરચાઓ પર યુદ્ધનો અંત લાવે.




