ઉદ્યોગપતિઓ જાણે ઇતિહાસમાં પ્રથમ વખત પાવરફૂલ બન્યાં હોય તેવું ચિત્ર ઊભું કરવામાં આવી રહ્યું છે : એવું સાબિત કરવા, પરાણે ઠસાવવા પ્રયત્નો થઈ રહ્યાં છે જાણે ઉદ્યોગપતિઓ ગરીબોનું ધન લૂંટી જાય છે, દેશને ફોલી ખાય છે, રાષ્ટ્રને ચૂસી લે છે
ઉદ્યોગ વિરોધી વલણ એટલે
રોગિષ્ટ ડાબેરી વિચારધારા!
રોગિષ્ટ ડાબેરી વિચારધારા!
ગત વર્ષે રિલાયન્સે 109 દેશોમાં 2 લાખ કરોડ કરતા વધુની નિકાસ કરી, ભારતની કુલ નિકાસમાં 9.1 ટકાનો હિસ્સો હાંસલ કરી ભારતની સૌથી મોટી નિકાસ કરનારી કંપનીનું સ્થાન જાળવી રાખ્યું છે. આ જ વર્ષે 21 હજાર કરોડથી વધુની ચુકવણી કરી કસ્ટમ અને એક્સાઇઝ ડ્યૂટી ભરનાર ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની બની છે, ગત વર્ષે આ જાયન્ટ કંપનીએ 70 હજાર કરોડ રૂપિયા ૠજઝ અને ટઅઝ પેટે દેશને ચૂકવ્યા છે! તેમણે 8386 કરોડનો આવકવેરો પણ ભર્યો છે.
રિલાયન્સ હવે ભારતીય અર્થતંત્રનું એક અભિન્ન અંગ છે : રિલાયન્સ લગભગ 1.96 લાખ વ્યક્તિઓને પ્રત્યક્ષ અને બે લાખથી વધુ પરોક્ષ રોજગાર આપે છે
- Advertisement -
આજકાલ અંબાણી પરિવાર સાથે નરેન્દ્ર મોદીનાં ફોટોગ્રાફ્સ મૂકી ને ડાબેરીઓ પોતાનો કુતર્ક સાચો ઠેરવવા વ્યર્થ પ્રયાસો કરી રહ્યા છે. વાસ્તવિકતા એ છે કે, સરકાર કોઈપણ પક્ષની હોય, અંબાણી અને રિલાયન્સની પ્રગતિ અવિરત રહી છે. દેશએ જેમ રિલાયન્સને ઘણું આપ્યું છે તેમ રિલાયન્સે પણ રાષ્ટ્રને ઘણું પ્રદાન કર્યું છે. મુકેશ અંબાણીએ બીજું કશું જ ન કર્યું હોય તો પણ માત્ર જિઓને કારણે ભારતીય તેમનો આભારી છે. જે રીતે કુરિયને દેશમાં શ્વેત ક્રાન્તિ કરી, અંબાણીએ જિઓ થકી ડિજિટલ ક્રાન્તિ અથવા મોબાઈલ ક્રાન્તિ કરી છે. જીઓનું આગમન થયું તે સમયે વોડાફોન અને આઈડિયા, એરટેલ જેવી કંપનીઓ 1 ૠઇ 3ૠ ડેટાનાં 350 રૂપિયા ખંખેરતી હતી. જિઓએ કિંમતો ઘટાડીને પ્રતિ ૠઇ ચાર રૂપિયાથી પણ ઓછી કરી નાખી છે. તેને લીધે બાકીનાં સેલ્યુલર ઓપરેટરોએ પણ જમીન પર આવવું પડ્યું. આઉટગોઇંગ વોઇસ કોલ્સ માટે પ્રતિ મિનિટ 40 પૈસા વસૂલ કરવામાં આવતા હતા – જિઓએ વોઇસકોલ નિ:શુલ્ક બનાવ્યા. રોમિંગમાં ઇન-કમિંગ અને આઉટ-ગોઇંગ કોલ્સ પ્રતિ મિનિટ 60 પૈસા હતા. જિઓએ સમગ્ર ભારતમાં રોમિંગ તદ્દન નિ:શુલ્ક બનાવી દીધું છે. પ્રતિ ટેક્સ્ટ મેસેજ 50 પૈસાથી ત્રણ રૂપિયા સુધી હતા. જિઓએ નિ:શુલ્ક કરી દીધા. જિઓના કારણે ભારતમાં ડેટાની સરેરાશ કિંમત સૌથી – ઓછી પ્રતિ ૠઇ લગભગ ત્રણ રૂપિયા થઈ ગઈ, અમેરિકામાં પ્રતિ 1ૠઇ 550 રૂપિયા, ચીનમાં 40 રૂપિયા, પાકિસ્તાનમાં 45 રૂપિયા, બ્રાઝિલમાં 70 રૂપિયા આસપાસ છે અને યુરોપિયન દેશોમાં તો દોઢસોથી ત્રણસો રૂપિયા છે.
રિલાયન્સ હવે ભારતીય અર્થતંત્રનું એક અભિન્ન અંગ છે. રિલાયન્સ લગભગ 1.96 લાખ વ્યક્તિઓને પ્રત્યક્ષ અને બે લાખથી વધુ પરોક્ષ રોજગાર આપે છે. આટલા વર્ષો દરમિયાન છઈંક દ્વારા 50 લાખથી વધુ પરોક્ષ રોજગારી ઊભી કરવામાં આવી છે. છઈંકની જામનગર રિફાઇનરીએ ભારતને પેટ્રોલિયમ પેદાશોની સંપૂર્ણ આયાત કરનાર દેશમાંથી સંપૂર્ણપણે નિકાસ કરનારો દેશ બનાવ્યો છે. આ ઘટનાનું મહત્વ કેટલું છે એ કોઈ એકસપર્ટને પૂછજો. દેશની ઇકોનોમિમાં રિલાયન્સનું મહત્વ કેટલું છે એ જાણવા એક વિગત જ પર્યાપ્ત છે. ગત વર્ષે રિલાયન્સે 109 દેશોમાં 2 લાખ કરોડ કરતા વધુની નિકાસ કરી, ભારતની કુલ નિકાસમાં 9.1 ટકાનો હિસ્સો હાંસલ કરી ભારતની સૌથી મોટી નિકાસ કરનારી કંપનીનું સ્થાન જાળવી રાખ્યું છે. આ જ વર્ષે 21 હજાર કરોડથી વધુની ચુકવણી કરી કસ્ટમ અને એક્સાઇઝ ડ્યૂટી ભરનાર ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની બની છે, ગત વર્ષે આ જાયન્ટ કંપનીએ 70 હજાર કરોડ રૂપિયા ૠજઝ અને ટઅઝ પેટે દેશને ચૂકવ્યા છે! તેમણે 8386 કરોડનો આવકવેરો પણ ભર્યો છે.
માત્ર બિઝનેસ અને નફો એ જ મુદ્દો નથી. છેલ્લા એક દાયકામાં રિલાયન્સ ફાઉન્ડેશને ભારતના 40,000 ગામડાં અને સંખ્યાબંધ શહેરી વિસ્તારોમાં ચાર કરોડ લોકોની જિંદગીને સીધો સ્પર્શ કર્યો છે. જિઓની ડિજિટલ તાકાતનો ઉપયોગ કરીને છઈંક દરેક ભારતીયને સ્વાસ્થ્ય સંભાળ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે પ્રયત્નશીલ છે. દરેક માટે શિક્ષણ અને રમત ગમતની પહેલ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન ભારતના 2.15 કરોડ બાળકો સુધી પહોંચ્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશને (છઋ) 2 લાખ વંચિત-ગરીબ બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડ્યું છે, લગભગ 16 હજાર વિદ્યાર્થીઓને રિલાયન્સ ફાઉન્ડેશનની 14 સ્કૂલ્સમાં શિક્ષણ અપાયું છે, ફાઉન્ડેશનના ડિજિટલ ક્લાસરૂમ દ્વારા 43,000 વિદ્યાર્થીઓ અને 1000 શિક્ષકોને સશક્ત કરવામાં આવ્યા છે, તેર હજાર વિદ્યાર્થીઓને ધીરુભાઈ અંબાણી સ્કોલરશિપ આપવામાં આવી છે. કંપનીએ ગત એક વર્ષ દરમિયાન જ સામાજિક અને શૈક્ષણિક કાર્યો પાછળ રૂપિયા 1022 કરોડનો ખર્ચ કરવામાં કર્યો છે.
- Advertisement -
કોરોના વાઇરસ મહામારી સામે લડવામાં પીએમ કેર્સ ફંડમાં છઈંક દ્વારા રૂ.500 કરોડનું યોગદાન આપવામાં આવ્યું છે અને વધારાના રૂ.56 કરોડ ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મુંબઈમાં સેવન હિલ્સ ખાતે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન (ઇખઈ) સાથે ભાગીદારીમાં ભારતની પહેલી કોવિડ-19 હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી. કોરોના વાઇરસ મહામારીના પ્રારંભિક સમયગાળામાં, સમગ્ર દેશમાં વંચિત સમુદાયો અને ફ્રન્ટલાઇન વોરિયર્સને ભોજન તથા અન્ય સહાય પૂરી પાડવા માટે છઈંક દ્વારા ‘મિશન અન્ન સેવા’ શરૂ કરવામાં આવ્યું હતું. ભારતના 17 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં રાશન કીટ, ફૂડ કૂપન અને તૈયાર ભોજન દ્વારા પાંચ કરોડ પોષણક્ષમ ભોજન પૂરા પાડવામાં આવ્યા હતા. કોઈ એક કોર્પોરેટ ફાઉન્ડેશન દ્વારા વિશ્વમાં ભોજન વિતરિત કરવાનો આ સૌથી મોટો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. છઈંક અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કોરોના વાઇરસ મહામારી દરમિયાન અનેક પહેલ કરવામાં આવી હતી – જેમ કે માસ્ક બનાવવા, પ્રતિ દિવસ એક લાખ ઙઙઊ કિટનું ઉત્પાદન, તાત્કાલિક સેવાઓ આપનારા વાહનોને નિ:શુલ્ક ઇંધણ આપવા વિગેરે. આટલી સામાજિક જવાબદારીઓ નિભાવ્યા પછી પણ તેમને કેટલાક લોકો જશ આપવા ને બદલે જોડાં મારવા ઉત્સુક છે.
ઘર કી મુર્ગીનું મૂલ્ય આપણે ઘણી વખત યોગ્ય રીતે આંકતા નથી. જિઓએ પાયામાંથી સંપૂર્ણ 5ૠ સોલ્યૂશન વિકસાવ્યું છે. તેના દ્વારા 100 ટકા ઘરઆંગણે તૈયાર કરાયેલી ટેક્નોલોજી અને સોલ્યૂશન્સ થકી ભારતમાં વિશ્વ કક્ષાની 5ૠ સેવાઓ તેઓ લોન્ચ કરશે. ફેસબૂક જેવી એક વૈશ્વિક જાયન્ટ કંપનીએ લગભગ 44 હજાર કરોડમાં રિલાયન્સનો 9.99 ટકા હિસ્સો હાંસલ કર્યો છે. ભારતમાં લઘુત્તમ મૂડીરોકાણ માટેનું આ સૌથી મોટું સીધું વિદેશી રોકાણ (ઋઉઈં) છે. ગૂગલે જિઓમાં 34,000 કરોડમાં 7.7 ટકા હિસ્સો ખરીદ્યો છે. છઈંકએ વિશ્વનાં સૌથી વધુ સન્માન ધરાવતા ટેક્નોલોજી અને ફાઇનાન્શિયલ રોકાણકારો પાસેથી મૂડીરોકાણ મેળવ્યું છે – જેમાં સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, જનરલ એટ્લાન્ટિક, કેકેઆર, ટીપીજી અને એલ કેટર્ટનનો સમાવેશ થાય છે. આ તમામ રોકાણકારો વિશ્વની શ્રેષ્ઠ ટેક્નોલોજી તથા વિકાસ પામતી કંપનીઓમાં મૂડીરોકાણનો ઇતિહાસ ધરાવે છે. સેમિ-ક્ધડક્ટર ઉદ્યોગને આધુનિક સ્વરૂપ આપનાર ઇન્ટેલ અને ક્વાલકોમ ડિજિટલ ઇકોસિસ્ટમ હવે ભારત અને ભારતીયો માટે નવા ઉત્પાદનો વિકસાવવામાં છઈંક તેમની સાથે મળીને કામ કરશે. વિશ્વના ત્રણ સૌથી મોટા સોવેરિન વેલ્થ ફંડ – અઉઈંઅ અને યુએઇનું મુબાદલા તથા સાઉદી અરેબિયાનું ઙઈંઋ હાલ છઈંકના મૂલ્યવાન ભાગીદાર બન્યા છે. જિઓ પ્લેટફોર્મ્સમાં વ્યુહાત્મક અને નાણાકીય રોકાણકારોએ કુલ રૂપિયા દોઢ લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. છઈંકના પ્રવર્તમાન ફ્યૂઅલ રિટેલિંગ બિઝનેસમાં ભારત પેટ્રોલીયમે 49 ટકા હિસ્સો મેળવવા માટે રૂ.7629 કરોડનું રોકાણ કર્યું છે. રાઇટ્સ ઇશ્યૂ, જિયો પ્લેટફોર્મ્સમાં કુલ મૂડીરોકાણ, ઇઙ દ્વારા મૂડીરોકાણ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં વિદેશી મૂડીરોકાણ દ્વારા છઈંકએ કુલ રૂ. 250,519 કરોડનું રોકાણ ઊભું કર્યું છે. અને છેલ્લે, રિલાયન્સનાં શેર્સને કારણે અનેક લોકોનાં ઘરનાં ઘર બન્યા છે, લગ્ન થયા છે અને ધંધા સેટ થયા છે. બાય ધ વે, 5ૠ તો જિઓ જ લાવી રહ્યું છે, ત્રણ-ચાર વર્ષ પછી 6ૠ સ્પેક્ટ્રમની હરાજીમાં તમારે ભાગ લેવો હોય તો અત્યારથી તૈયારી શરૂ કરી દો. પછી કહેતા નહિ કે..
બેશક, ઉદ્યોગપતિઓ ધૂમ કમાણી કરે છે : એ બાબતમાં કોઈ શંકા નથી કે, સરકારની વિવિધ પોલિસીમાં તેમનો પ્રભાવ હોય છે : પરંતુ, એ તો ખેડૂતોને પણ હોય છે અને વેપારીઓનો પણ હોય જ છે : આપણે જ્યાંની લોકોશાહીનાં ભજનો નિત્ય લલકારતાં રહીએ છીએ તે અમેરિકામાં પણ કોર્પોરેટ લોબીનો જબરદસ્ત પ્રભાવ છે