વરસાદના કારણે 5-5 ઓવરની મેચ રમાઈ; શ્રેયસ અય્યરના 16 રન અને સુંદરની 2 વિકેટ
ભારત અને જાપાન વચ્ચેના રાજદ્વારી સંબંધોના ૭૫ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર પર યોજાયેલી ફ્રેન્ડલી ઇન્ટરનેશનલ ઝ૨૦ મેચમાં ભારતીય ટીમે જાપાન સામે ૨ રને રોમાંચક જીત મેળવી છે. સાનો ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર વરસાદના કારણે મેચ અઢી કલાક મોડી શરૂ થઈ હતી, જેના પગલે ઓવરોમાં કાપ મૂકીને ૫-૫ ઓવરનો મુકાબલો રમાડવામાં આવ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ૫ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી ૩૨ રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે સૌથી વધુ ૧૬ રન ફટકાર્યા હતા. જ્યારે ઓપનર અભિષેક શર્મા શૂન્ય, સંજુ સેમસન ૯ રન અને ઇશાન કિશન ૩ રન બનાવી આઉટ થયા હતા. ૩૩ રનના લક્ષ્યાંક સામે જાપાની ટીમે જોરદાર લડત આપી હતી. છેલ્લી ઓવરમાં જાપાનને જીતવા માટે ૮ રનની જરૂર હતી, પરંતુ વોશિંગ્ટન સુંદરની ધારદાર બોલિંગ સામે જાપાની બેટર્સ માત્ર ૬ રન જ બનાવી શક્યા હતા. સુંદરે ૨ મહત્વની વિકેટ ઝડપી ભારતને રોમાંચક વિજય અપાવ્યો હતો.
- Advertisement -
બંને ટીમોની પ્લેઇંગ-૧૧
ભારતઃ સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ.
જાપાનઃ લેચલાન યામોતો-લેક, રેઓ સકુરાનો-થોમસ, કેન્ડેલ કાડોવાકી-ફ્લેમિંગ (કેપ્ટન), બેન્જામિન ઇતો-ડેવિસ, વતારુ મિયાઉચી, એલેક્ઝાન્ડર શિરાઈ-પેટમોર (વિકેટકીપર), ચાર્લી હારા-હિન્ઝ, ઇબ્રાહિમ તાકાહાશી, ડેક્લાન સુઝુકી-મેકકોમ્બ, મકોતો તાાનિયામા, શોમા સુગાયા-સ્લેટર.
એશિયન ગેમ્સમાં ભારતને પહેલો ગોલ્ડ : ઈન્ડિયન વુમન્સ ક્રિકેટ ટીમે સતત બીજી વખત સોનું જીત્યું; શ્રીલંકાને 147 રનથી હરાવ્યું
ભારતીય વુમન્સ ક્રિકેટ ટીમે સતત બીજી વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ટીમે મંગળવારે ફાઇનલમાં શ્રીલંકાને ૧૪૭ રનથી હરાવ્યું. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ૩ વિકેટના નુકસાને ૨૧૬ રન બનાવ્યા. આ એશિયન ગેમ્સમાં ભારતીય વુમન્સ ટીમનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. ૨૧૭ રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી શ્રીલંકન ટીમ ૧૫.૪ ઓવરમાં ૬૯ રન પર ઓલઆઉટ થઈ ગઈ. ભારત માટે સ્મૃતિ મંધાનાએ ૭૯, રિચા ઘોષે અણનમ ૪૯ અને શેફાલી વર્માએ ૪૮ રનની ઇનિંગ રમી. મંધાના અને શેફાલી વચ્ચે પહેલી વિકેટ માટે ૯૯ રનની ભાગીદારી થઈ. મંધાનાના ૪૫ બોલમાં ૫ ચોગ્ગા અને ૭છગ્ગા સામેલ રહ્યા. આ ઇનિંગ દરમિયાન તેણે વુમન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૧ હજાર રન પણ પૂરા કર્યા. કેપ્ટન હરમનપ્રીત કૌરે ૧૯ રન બનાવ્યા. શ્રીલંકા તરફથી સુગંધિકા કુમારી, કવિશા દિલહારી અને ચામુડી પ્રબોધાએ એક-એક વિકેટ લીધી.




