શેરડીના સાંઠાનું રૂા. 40થી 60ના ભાવે થતું વેંચાણ
ખાસ-ખબર સંવાદદાતા
આજે દેવ દિવાળી છે ત્યારે દેવ દિવાળીના દિવસે શેરડીનું ધાર્મિક મહત્વ રહેલું છે. આજના દિવસે લોકો શેરડીના એક અથવા ચાર સાંઠા ખરીદે છે અને તુલસીજીની પૂજા કરે છે. તુલસીજી પાસે ચાર શેરડીના સાંઠાનો માંડવો બનાવી તુલસીની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ પરિવારજનો આ શેરડીનો પ્રસાદ આરોગે છે. આમ આજે શેરડી લેવા માટે બજારોમાં ભારે મીડ જોવા મળી હતી. શહેરમાં ઠેકઠેકાણે શેરડીઓનું પુષ્કળ વેંચાણ થયું હતું.
ખાસ કરીને વલસાડ, નવસારીથી મંગાવવામાં આવતી શેરડીનું બજારમાં 40થી 60 રૂપિયા પ્રતિ કિલોએ વેંચાણ થઇ રહ્યું છે. આમ એક શેરડીનો સાંઠો રુપિયા 40થી 60ના ભાવે વેંચવામાં આવી રહ્યો છે. ત્યારે આજના દિવસે શેરડીના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો.
દેવ ઉઠી એકાદશીની ઘરે ઘરે ઉજવણી: બજારમાં શેરડીનું પુષ્કળ વેંચાણ
