ખાસ-ખબર સંવાદદાતા
ખફવીફ ખજ્ઞશિફિં ગયૂત પૈસા અને ગિફ્ટ્સ લઇને સવાલો પૂછવાના વિવાદમાં (ઈફતવ ઋજ્ઞિ ચીયશિયત ઈફતય) ફસાયેલા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના વિવાદ બાદ સંસદે નવો નિયમ બનાવ્યો છે. હવે સંસદ પોર્ટલનું લોગઈન અને પાસવર્ડ માત્ર સાંસદો પૂરતું જ મર્યાદિત રહેશે. એટલે કે તેમના અંગત મદદનીશ (ઙઅ) અથવા સેક્રેટરી હવે લોગઈન કરી શકશે નહીં. સૂત્રોએ જણાવ્યું હતું કે જોકે નવા નિયમ પ્રમાણે સાંસદો તેમના ઙઅ અને સેક્રેટરીની પાસે બેસીને લોગઈન કરાવી શકશે પરંતુ સાંસદોને લોગઈન-પાસવર્ડ અને ઘઝઙ શેર કરવાની મંજૂરી નહીં હોય. તાજેતરમાં મહુઆ મોઇત્રા પર પૈસા અને ગિફ્ટ લઈને સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ લાગ્યો હતો. તેમના પર લોકસભાના ડિજિટલ સંસદ પોર્ટલનો લોગઈન પાસવર્ડ એક મિત્ર સાથે શેર કરવાનો પણ આરોપ હતો, જે પોર્ટલ પર પ્રશ્નો અપલોડ કરી રહ્યો હતો. સંસદની એથિક્સ કમિટીએ મહુઆ મોઇત્રાને તેમના સત્તાવાર ઈમેલનો પાસવર્ડ અને લોગઈન કોઈ બહારની વ્યક્તિ સાથે શેર કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા.
મહુઆ મોઈત્રાના કેસ બાદ સંસદે બદલ્યો નિયમ! હવે સાંસદના PA-સેક્રેટરી લોગઇન નહીં કરી શકે
