મહિલા ખેલૈયાઓ માટે ફ્રી: 30, 31 ઓક્ટોબર અને 1 નવેમ્બર દાંડીયાની રમઝટ બોલશે
ખાસ-ખબર સંવાદદાતા
રોયલ રજવાડી બાય બાય નવરાત્રીનું પરસાણા ચોક, ન્યુ. 105 ફૂટ રીંગ રોડ ખાતે શહેરમાં વસતા ધર્મપ્રેમી ભાઇઓ-બહેનો માટે આયોજન કરવામાં આવ્યું છે અને જાહેર આમંત્રણ પાઠવાયું છે.
સર્વ ધર્મપ્રેમી જનતા માટે 3 દિવસીય દાંડીયારાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવનું તા. 30/31 ઓક્ટોબર અને 1 નવેમ્બરના રોજ સાંજે 7 કલાકના રોજ રોયલ રજવાડી પરસાણા ચોક, ન્યુ. 150 ફૂટ રીંગ રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 11000થી પણ વધુ મહિલાઓને ફ્રીમાં 3 દિવસ રમવાનું આયોજન કરાયું છે.
ખેલૈયાઓ અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, ઓરકેસ્ટ્રા, લાઇટીંગ, ડીજેના તાલે રાસે ઝૂમશે. તેમજ કલાકાર લોકયાગક એવા નિશાંત જોશી, સંદીપ પ્રજાપતિ, મૌલિક ગજ્જર, આરતી ભટ્ટ ભૂમિ ગાથાની અને ટીમ સાથે ડીજે આર.કે. સાઉન્ડ રાસ ગરબાની રમઝટ બોલાવશે.