(28 સપ્ટેમ્બર થી 3 નવેમ્બર)
મેષ (અ, લ, ઇ)
ગ્રુપ બિઝનેસ કરવો, ધંધામાં નાણાંકિય લાભ થશે, ઘરમાં રિનોવેશન કે નવું ઘર લઇ શકશો, નવો શોરૂમ કરી શકો છો, કામમાં ઝડપ અને એકાગ્રતા લાવો, ઘમંડ ના કરવો, સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી, સારા-નરસા સમાચાર આવી શકે, ઉદાસીનતા રહે, સ્ત્રીઓએ પોતાની સમસ્યાઓ પરિવારના લોકો કે મિત્રો સાથે શેર કરવી, નર્સિંગ કે લોના પ્રોફેશનમાં સફળતા મળશે.
- Advertisement -
વૃષભ (બ, વ, ઉ)
કોઇપણ કાર્યમાં સફળતા મળશે, વિદેશ જવાનું થાય, શેર સટ્ટામાં નાણાંકિય લાભ થશે, ખોટાં સ્વપ્ન ના જોવા, વધુ પડતો આત્મવિશ્વાસ ના રાખવો, મહિલાઓ માટે સારા સમચારા આવી શકે, પૈસાના રોકાણથી લાભ મળશે, જમીનમાં રોકાણ કરવું, પીળી વસ્તુ દાન કરવી, પીળાં વસ્ત્રો પહેરવાં, તમને તમારા કર્મનું ફળ મળશે.
મિથુન (ક, છ, ઘ)
પ્રવાસ ટાળવો, ખરાબ સમાચાર આવી શકે અથવા ખરાબ સમયમાંથી બહાર નિકળી શકશો, હાલમાં કોઇ શુભ કાર્ય કરવું નહીં, ઉદાસીનતા રહે, ખરાબ-ખોટા વિચારો આવે, ઘરના વડીલ કે વૃદ્ધોને ભેટ આપવી, બિઝનેસમાં લાંબાગાળે ફાયદો થાય, જમીન-મકાન ના લેવું, સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું, ચંદ્રદર્શન કરવું.
કર્ક (ડ, હ)
મિત્રો સાથે સેલિબ્રેશન થાય, લગ્ન પ્રસંગ કે ફરવા જવાનું થાય, નવું ઘર કે ઓફિસ વસાવી શકો, કોઇપણ કાર્યમાં સફળતા મળે, દરેક ક્ષેત્રમાં તમારી વૃદ્ધિ થશે, કામમાં રચનાત્મકતા લાવવી, મહેનતનું ફળ જરૂર મળશે, નોકરી કે બિઝનેસમાં નવી ઓફર આવી શકે, અતિ લાગણીશીલ ના બનવું, ભગવાનના આર્શિવાદ રહેશે.
- Advertisement -
સિંહ (મ, ટ)
તમારા વિરોધીઓ વધી શકે છે, આસપાસના લોકોથી સાવધાન રહેવું, પારિવારિક ઝઘડાઓ થાય, તમારા ભવિષ્યને લઇને ચિંતા ના કરો, માંદગીના સમાચાર આવી શકે, પગમાં વાગવાથી સાવધાન રહેવું, નાણાંકિય લાભ થશે, પ્રિયપાત્રનો સાથ છૂટી શકે છે, મુશ્કેલીઓ આવી શકે છે, પાર્ટનર દગો કરી શકે છે.
કન્યા (પ, ઠ, ણ)
મહિલાઓને લાભ થશે, મહિલા પાર્ટનર સાથે બિઝનેસ કરી શકો, ફેશન ડિઝાઇનીંગના ફિલ્ડમાં લાભ થશે, ગર્ભાવસ્થા માટે સારા સમાચાર મળશે. ખેડૂતોને વાવેતર સારૂ થશે, કોઇપણ કામ ચતુરાઇપૂર્વક અને સમજશક્તિથી પાર પાડવું, દૈવી શક્તિના આશિર્વાદ મળશે, પરિવાર કે મિત્રો સાથે વિખવાદ થઇ શકે છે, આસપાસના લોકોથી સાવધાન રહેવું.
તુલા (ર, ત)
કોઇપણ કાર્યમાં ફાયદો-નુકસાન થઇ શકે છે. આંધળો વિશ્વાસ ના કરવો, કામને સમજી-વિચારીને કરવું, નવી ઓફર આવે તો વિચારીને નિર્ણય લેવો, કૂતરાને રોટલી આપવી, મગજને શાંત રાખીને કાર્ય કરવું, કોઇપણ કામ ચતુરાઇપૂર્વક અને સમજશક્તિથી પાર પાડવું, મિલકત લઇ શકો છો, જમીન લે-વેચના બિઝનેસમાં સફળતા મળશે.
વૃશ્વિક (ન, ય)
ખરાબ-ખોટા સપનાં આવે, માંદગી આવવી, ધંધામાં ખોટ આવે, ખરાબ સમાચાર મળે, વડીલો કે વૃદ્ધોને ભેટ આપવી, સેલિબ્રેશન થાય, પ્રવાસ કરી શકો છો, રોકાણ કે નવા બિઝનેસ વિશે વિચારીને આગળ વધવું, ખરાબ કામ માટે બહાર જવાનું થાય, જીવનની મુશકેલીમાં અટવાયેલા રહો, દરરોજ મંદિરે દર્શન કરવા જવું.
ધન (ભ, ધ, ફ, ઢ)
અઠવાડિયું ખૂબ લાભ મળશે, સારા સમાચાર મળશે, નવો સંબંધ બંધાઇ શકે છે, નવું ઘર કે વાહન વસાવી શકો છો, ભણતર કે ધંધા બાબતે વિદેશ પ્રવાસ થાય, તમારા કામને ચતુરાઇપૂર્વક કે સમજશક્તિથી પાર પાડવું, સમાજમાં માન-સન્માન મળશે. મોટા પ્રોજેકટ પૂર્ણ થશે, તમારી ઇચ્છાઓ પૂર્ણ થશે, તમારી પાસે રહેલી બાબતોથી ખુશ રહો.
મકર (ખ, જ)
કોઇપણ કામમાં સમતોલન જાળવવું, અતિ સ્વાર્થી ના બનવું, કોર્ટ-કચેરીના કામમાં ન્યાય મળશે, તમે તમારા કર્મનું ફળ ભોગવો, તમારી સાથે કંઇક અંશે અન્યાય થશે, તમારી સાથે દગો થઇ શકે છે, ધંધા કે બિઝનેસમાં પાર્ટનર બાબતે સાવધાન રહેવું, નાણાં ઉધાર આપવા નહીં, અતિ વિશ્વાસ તમને નુકસાન પહોંચાડે.
કુંભ (ગ, સ, શ, ષ)
તમારી સાથે વિશ્વાસઘાત થશે, તમારા પાર્ટનર દગો આપી શકે છે, માંદગી આવી શકે, પગે વાગવાથી સાવધાન રહેવું, નાણાં અટવાયેલા રહે, નોકરી કે બિઝનેસમાં ઓફર આવે તે સ્વીકારી લેવી, ભગવાનના આર્શિવાદ રહે, કામમાં રચનાત્મકતા લાવવી, કોઇ સાથે છેતરામણી ના કરવી. મહાદેવને દુધ ચઢાવવું.
મીન (દ, ચ, ઝ, થ)
બહાર ગામ જવાનું થાય, ગુસ્સાને કાબુમાં રાખવો, વાહન ધીમું ચલાવવું, ખરાબ સમાચાર આવી શકે, જીવનની સમસ્યાઓથી દુ:ખી થશો, કોર્પોરેટ કંપનીમાં નોકરી મળશે, લિડરશીપ કેળવો, નીતિમત્તા અને નિયમમાં રહેવું, તમારા પિતાનું માન જાળવવું, ઘરના પ્રશ્નો બાબતે પરિવારના સભ્યો સાથે ચર્ચા કરવી.
તમારા જીવનના મુંઝવતા પ્રશ્નના ટેરોટ રિડિંગ થીઅરીથી મેળવો સમાધાન. આજે જ આ મોબાઇલ નંબર 63511 19410 પર વ્હોટસઅપ કે કોલ કરો. તમારી દરેક સમસ્યાનો હલ લાવવા પ્રયત્ન કરીશું.