ટોટલ ૧૨૬૨ બોટલ ૨કત એકત્ર કરાયુ: યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવતા કમલેશ મિરાણી
યુવા મોરચા ધ્વારા શહેરના તમામ વોર્ડમાં છેલ્લા ૧૫ દિવસ દરમ્યાન ૩૪ રક્તદાન કેમ્પ યોજી ‘ રકતદાન એ મહાદાન’ ના મંત્રને સાર્થક કરાયો છે : કમલેશ મિરાણી, જીતુ કોઠારી,કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર
- Advertisement -
તાજેતરમાં સેવા સપ્તાહ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકારના સુશાસનના સાત વર્ષ પુર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ, તે અતંગર્ત શહેર ભાજપ યુવા મોરચા ધ્વારા શહેરના તમામ વોર્ડમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, તે અંતર્ગત છેલ્લા ૧૫ દિવસમાં શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પૃથ્વીરાજસિહ વાળા, મહામંત્રી હિરેન રાવલ, કિશન ટીલવાની આગેવાનીમાં યુવા મોરચા ધ્વારા શહેરભરમાં ૩૪ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં ૧૨૬૨ બોટલ રકત એકત્ર કરવામાં આવેલ.
ત્યારે આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવતા જણાવેલ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં દેશ અને રાજયમાં કોરોનાની મહામારી સામે લડવા માટે પ્રશંસનિય પગલા લેવામાં આવ્યા છે ત્યારે શહેર ભાજપના વિવિધ મોરચા ધ્વારા કોરોનાને કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં વિવિધ સેવાકાર્યો જેવા કે રાશન કીટ વિતરણ, ભોજન વિતરણ, ફ્રુટ વિતરણ માસ્ક વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ જેવા સેવાકાર્યો યોજવામાં આવેલ હતા, ત્યારે યુવા મોરચા ધ્વારા શહેરના તમામ વોર્ડમાં છેલ્લા ૧૫ દિવસ દરમ્યાન ૩૪ ૨કતદાન કેમ્પ યોજી ‘ રક્તદાન એ મહાદાન’ ના મંત્રને સાર્થક કરાયો છે તેમજ તમામ રકતદાતાઓએ આ મહાદાનમાં પોતાનો ફાળો આપ્યો છે. ત્યારે રકતદાન કરવાથી કેટલાય લોકોનું જીવન બચાવી શકાય છે અને આ માનવતાપૂર્ણ કાર્યમાં ફાળો આપ્યાનો આનંદ મળે છે અને કોઈકને નવું જીવન આપી શકાય છે.રક્તદાનથી ફકત દર્દીને જ નહી પરંતુ દર્દી ઉપર નિર્ભર પુરા પરિવારને મદદ આપી શકાય છે અને સમાજને મદદરૂપ થઈ શકાય છે જેનું કોઈ મૂલ્ય જ નથી.આમ અંતમાં યુવા મોરચા ના પ્રમુખ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પૃથ્વીરાજસિહ વાળા, મહામંત્રી હિરેન રાવલ, કિશન ટીલવા તથા યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું હતું.


