By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    3 hours ago
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    2 days ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    5 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    6 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્ રખાયો
    32 minutes ago
    બિહારમાં ‘સમ્રાટ’ સેના તૈયાર: નીતિશના પુત્ર સહિત 32 મંત્રી બન્યા
    34 minutes ago
    બંગાળમાં હિંસા વકરી: સુવેન્દુ અધિકારીના PAની ગોળી મારીને હત્યા
    38 minutes ago
    ઉત્તરપ્રદેશ સહિત 9 રાજ્યમાં વરસાદ: બિહારમાં કરાં પડ્યા
    41 minutes ago
    પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર સેનાનું નિવેદન
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    2 hours ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    3 hours ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    1 day ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    1 day ago
    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    1 day ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ તોફાનીઓ સામે કાર્યવાહી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સુરત > સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ તોફાનીઓ સામે કાર્યવાહી
ખાસ-ખબરસુરત

સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ તોફાનીઓ સામે કાર્યવાહી

Khaskhabar Editor
Last updated: 2024/09/09 at 4:59 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

સુરત સળગાવવાના હિન પ્રયાસને નિષ્ફળ બનાવતા ગૃહમંત્રી સંઘવી અને સુરત પોલીસ

સુરતના લાલગેટ વિસ્તારના સૈયદપૂરામાં આવેલા ગણેશ પંડાલ પર મધરાતે કટ્ટર મુસ્લિમ કિશોરોએ ધમાલ મચાવી

- Advertisement -

સુરતના સૈયદપરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે તોફાની તત્વોએ ગણેશ મંડપ પર પથ્થરમારો કર્યો હતો તેના પડઘા બીજે દિવસે સાંભળવા મળ્યા. સુરત મહાનગર પાલિકા અને સુરત પોલીસે તોફાની તત્વોને પાઠ ભણાવતા જ્યાથી પથ્થરમારો થયો હતો તેની આસપાસના ગેરકાયદેસર દબાણ કડકાઈથી હટાવી દીધા હતા.

સુરતના સૈયદ પરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કેટલાક તોફાની તત્વોએ ગણેશ પંડાલ પર પથ્થરો ફેંક્યા હતા. આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. ગણેશ મંડપ પર પથ્થર ફેંકનારને પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ બંને કોમના લોકો સામસામે આવી જતા મામલો ગરમાયો હતો.

પોલીસની હાજરીમાં જ તોફાની તત્વોએ એપાર્ટમેન્ટમાંથી પથ્થરમારો કર્યો હતો. જેના પરિણામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોએ વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસે મામલો થાળે પાડ્યો હતો. જોકે લોકોનો આક્રોશ એટલો બધો હતો કે રાજકારણી અને પોલીસને પણ ધક્કે ચડાવ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ તોફાની તત્ત્વો પર બુલડોઝર ફેરવો તેવી માંગણી કરી હતી. દરમિયાન રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સ્થળ પર આવ્યા હતા અને તેઓએ પોલીસને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા બાદ સવાર સુધીમાં તોફાની તત્વોને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમને પાઠ પણ ભણાવવામાં આવ્યો હતો.

- Advertisement -

આ ઘટનાના બીજે દિવસે એટલે કે આજે સોમવારે પાલિકા તંત્ર એ જ્યાંથી ગણેશ મંડપ પર હુમલો થયો હતો તેની આસપાસના લારી ગલ્લાના દબાણ હટાવવાનું શરૂ કર્યું હતું. જોકે માથાભારે તત્વો હોય પાલિકાની આ કામગીરીનો આક્રમક વિરોધ કર્યો હતો. હાલ સ્થિતિ હોવાથી સ્થળ પર પોલીસ પણ હતી. જેને કારણે પાલિકા અને પોલીસે સંયુક્ત રીતે સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસ જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતા તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. હજી પણ આ વિસ્તારમાં અનેક ગેરકાયદેસર દબાણ છે તેને હટાવવાની માંગણી લોકો કરી રહ્યા છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રતિબદ્ધતા અને કાર્યદક્ષતાની ચોતરફ પ્રશંસા

‘સુરજનું પ્રથમ કિરણ જમીન પર પડે તે પહેલાં આરોપીઓને પકડી લેશું’, તેવું વચન સંઘવીએ પાળી બતાવ્યું

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજ્યનાં યુવા-તેજતર્રાર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત પથ્થરમારાની ઘટના મુદ્દે ગજબનાક કાર્યદક્ષતા અને વચનબદ્ધતા દાખવી છે. તોફાની તત્વોને સીધાદોર કરવા બાબતે અને તેમને પાઠ ભણાવવા માટે ગૃહમંત્રી સંઘવીના ત્વરિત પગલાંની ચોતરફથી પ્રશંસા થઈ રહી છે. રવિવારે રાતે સુરતના લાલગેટ પાસેના સૈયદપૂરા વિસ્તારના એક ગણેશ મંડપ પર મુસ્લિમ યુવાનોએ પથ્થરમારો કરી દીધો હતો. જે બાદ વિસ્તારમાં ભારે અશાંતિ વ્યાપી હતી. મધરાતે પ્રદેશના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાસ્થળે પહોંચીને આરતીમાં ભાગ લીધો હતો અને લોકોને વચન આપ્યું હતું કે ‘દિવસની પહેલી કિરણ જમીન પર પડે એ પહેલા આરોપીઓની ધરપકડ કરશે’. સંઘવીએ પોતાનું વચન પાળીને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમનો વિડીયો પણ વાઇરલ થઈ રહ્યો છે. સંઘવીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તેઓએ જે વચન આપ્યું હતું તે મુજબ સવાર થતાં પહેલા પથ્થમારો કરનાર આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. સવારના સાડા 6 વાગે કરેલ પોસ્ટમાં જાણકારી આપતા તેઓએ લખ્યું છે કે 27 પથ્થરબાજોને પકડી પાડવામાં આવ્યા છે. આ માટે સંખ્યાબંધ ઈઈઝટ, વિડીયો સર્વેલન્સ ઉપરાંત ડ્રોન સહિતની ટેકનિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું કે પોલીસ રાતભરથી કામ કરી રહી છે અને હજુ પણ તેઓનું કામ ચાલુ છે.

સાથે જ બાહેધરી આપી છે એ આરોપીઓ પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ સોશિયલ મીડિયામાં વહેલી સવારનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસ સ્ટેશન ખાતે પોલીસની ગાડીમાંથી એક પછી એક પથ્થરબાજો ઉતરતા જોવા મળી રહ્યા છે. જેઓ સીધી રીતે ચાલવામાં અસમર્થ દેખાઇ રહ્યા છે. આ ઘટના સુરત લાલગેટના વરિયાળી બજાર વિસ્તારના ગણેશ મંડપમાં બની હતી. અહીં અમુક સગીરોએ પથ્થરમારો કર્યો હતો. જે મુસ્લિમ સમુદાયના હોવાનું જાણવા મળ્યું હતું. ગણેશજી પર પથ્થરો ફેંકાયા બાદ હિંદુઓએ પોલીસ ફરિયાદ કરી હતી અને સમાચાર શહેરમાં વાયુવેગે પ્રસરી જતાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. બીજી તરફ, પોલીસને જાણ થતાં જ કાર્યવાહી શરૂ કરી હતી. ગણેશજીના મંડપ પર પથ્થર ફેંકવામાં આવ્યા હોવાની જાણ થતાં જ હિંદુઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. લાલગેટ પોલીસ મથકે પણ ઘેરાવ કરવામાં આવ્યો હતો. તાજી જાણકારી મુજબ હાલ પોલીસે પથ્થરબાજોની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.

 

You Might Also Like

સુરતની મમતા હોસ્પિટલમાં ગર્ભપાતનું રૅકેટ ઝડપાયું

મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું: કરોડોનાં MoU થયા

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ‘કેશ ફોર વૉટ’ અને હિંસાના માસ્ટર પ્લાનનો પોલીસ તપાસમાં ખુલાસો

સુરતની મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ: ધુમાડાના ગોટેગોટાથી રિંગ રોડ પર અફરાતફરી

‘ખાસ-ખબર’ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનો સાંજે થશે ધમાકેદાર પ્રારંભ

TAGGED: stone pelting incident, SURAT, Syedpara
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શું બીયર પીવાથી સાચે જ હાર્ટ એટેકનો ખતરો ટળી જાય છે?
Next Article કરોડોની લૂંટનું તરકટ તો રચ્યું પણ પોલીસે સમગ્ર લૂંટનો ભાંડો ફોડ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

દક્ષિણ કોરિયામાં હ્યુમનોઈડ રોબોટ ગાબીએ લીધી બૌદ્ધ સાધુ તરીકે દીક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
ગુજરાતના ‘ડિજિટલ ગુજરાત’ દાવાઓ વચ્ચે ટ્રાન્સપોર્ટ વિભાગની વેબસાઇટ ત્રણ વર્ષ પાછળ!
સોશિયલ મીડિયાનો પ્રભાવ: સ્માર્ટફોન અને અનફિલ્ટર્ડ ઇન્ટરનેટ, કિશોરોમાં જાગતું વિકૃત કુતૂહલ
સંગીત માત્ર મનોરંજન નહીં, માનસિક રોગોનું સચોટ મહારામબાણ ઔષધ!
ગુજરાત કૉંગ્રેસનાં સૂપડાં સાફ
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્ રખાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરત

સુરતની મમતા હોસ્પિટલમાં ગર્ભપાતનું રૅકેટ ઝડપાયું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સુરત

મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું: કરોડોનાં MoU થયા

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
સુરત

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ‘કેશ ફોર વૉટ’ અને હિંસાના માસ્ટર પ્લાનનો પોલીસ તપાસમાં ખુલાસો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?