15 દિવસમાં રિપોર્ટ માંગ્યો
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ ડાબર ઇન્ડિયા પર ભ્રામક અને ‘100% શુદ્ધ’ દાવાઓ સાથે તેના ઘણા ખાદ્ય ઉત્પાદનો વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે. આમાં ડાબરનું મધ અને ગાયનું ઘી પણ સામેલ છે. FSSAIએ આ દાવાઅત્કાલિક આ ચિહ્નિત સામાનનું વેચાણ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. FSSAIએ ડાબર પાસેથી 15 દિવસની અંદર રિપોર્ટ માંગ્યો છે. FSSAI એ જણાવ્યું કે તેણે પહેલા પણ ડાબરને નોટિસ જારી કરીને આવા ભ્રામક “100%” દાવાઓને તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
- Advertisement -
કઇ-કઇ પ્રોડક્ટ પર પ્રતિબંધ ?
મધ અને ઓર્ગેનીક હની
ગાયનું ઘી
એપલ વિનેગર
વર્જિન કોકોનટ ઓઇલ અને તલનું તેલ
નારિયેળ પાણી અને નારિયેળ દૂધ
FSSAIની તપાસમાં ભ્રામક “100%” દાવાઓનો પર્દાફાશ
FSSAI મુજબ, કંપનીની વેબસાઇટ પર વેચવામાં આવતા ખાદ્ય પદાર્થો પર અનેક પ્રકારના ભ્રામક ‘100%’ દાવાઓ જોવા મળ્યા હતા. જેમાં ‘100% નેચરલ’, ‘100% પ્યોર’, ‘100% પ્યોરિટી ગેરન્ટેડ’, ‘100% ઓર્ગેનિક’ અને ‘100% ટેન્ડર કોકોનટ વોટર’ જેવા લેબલનો સમાવેશ થતો હતો. રેગ્યુલેટરનું કહેવું છે કે ‘100 ટકા’ દાવાઓનો આ ઉપયોગ FSS (જાહેરાત અને દાવા) વિનિયમ, 2018નું ઉલ્લંઘન કરે છે. આ દાવાઓ અસ્પષ્ટ, ખોટા અને સામાન્ય ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારા છે.
કોઈ માન્ય FSSAI ઓર્ગેનિક એન્ડોર્સમેન્ટ વિના ‘જૈવિક ભારત’ લોગોનો ઉપયોગ
ડાબર હિમાલયન ઓર્ગેનિક એપલ સાઇડર વિનેગર અને ડાબર ઓર્ગેનિક હની પર કોઈ માન્ય FSSAI ઓર્ગેનિક એન્ડોર્સમેન્ટ વિના ‘જૈવિક ભારત’ લોગો જોવા મળ્યો. આ ઉપરાંત ડાબર હોમમેડ કોકોનટ મિલ્કને “100% શુદ્ધતા” ના દાવા સાથે બજારમાં મૂકવામાં આવી રહ્યું હતું. FSS નિયમો, 2018 હેઠળ કમ્પાઉન્ડ ફૂડ્સ (મિશ્રિત ખાદ્ય પદાર્થો) માટે આવા દાવા કરવાની બિલકુલ મંજૂરી નથી.




