સુરત સળગાવવાના હિન પ્રયાસને નિષ્ફળ બનાવતા ગૃહમંત્રી સંઘવી અને સુરત પોલીસ
સુરતના લાલગેટ વિસ્તારના સૈયદપૂરામાં આવેલા ગણેશ પંડાલ પર મધરાતે કટ્ટર મુસ્લિમ કિશોરોએ ધમાલ મચાવી
- Advertisement -
સુરતના સૈયદપરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે તોફાની તત્વોએ ગણેશ મંડપ પર પથ્થરમારો કર્યો હતો તેના પડઘા બીજે દિવસે સાંભળવા મળ્યા. સુરત મહાનગર પાલિકા અને સુરત પોલીસે તોફાની તત્વોને પાઠ ભણાવતા જ્યાથી પથ્થરમારો થયો હતો તેની આસપાસના ગેરકાયદેસર દબાણ કડકાઈથી હટાવી દીધા હતા.
સુરતના સૈયદ પરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કેટલાક તોફાની તત્વોએ ગણેશ પંડાલ પર પથ્થરો ફેંક્યા હતા. આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. ગણેશ મંડપ પર પથ્થર ફેંકનારને પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ બંને કોમના લોકો સામસામે આવી જતા મામલો ગરમાયો હતો.
પોલીસની હાજરીમાં જ તોફાની તત્વોએ એપાર્ટમેન્ટમાંથી પથ્થરમારો કર્યો હતો. જેના પરિણામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોએ વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસે મામલો થાળે પાડ્યો હતો. જોકે લોકોનો આક્રોશ એટલો બધો હતો કે રાજકારણી અને પોલીસને પણ ધક્કે ચડાવ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ તોફાની તત્ત્વો પર બુલડોઝર ફેરવો તેવી માંગણી કરી હતી. દરમિયાન રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સ્થળ પર આવ્યા હતા અને તેઓએ પોલીસને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા બાદ સવાર સુધીમાં તોફાની તત્વોને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમને પાઠ પણ ભણાવવામાં આવ્યો હતો.
- Advertisement -
આ ઘટનાના બીજે દિવસે એટલે કે આજે સોમવારે પાલિકા તંત્ર એ જ્યાંથી ગણેશ મંડપ પર હુમલો થયો હતો તેની આસપાસના લારી ગલ્લાના દબાણ હટાવવાનું શરૂ કર્યું હતું. જોકે માથાભારે તત્વો હોય પાલિકાની આ કામગીરીનો આક્રમક વિરોધ કર્યો હતો. હાલ સ્થિતિ હોવાથી સ્થળ પર પોલીસ પણ હતી. જેને કારણે પાલિકા અને પોલીસે સંયુક્ત રીતે સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસ જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતા તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. હજી પણ આ વિસ્તારમાં અનેક ગેરકાયદેસર દબાણ છે તેને હટાવવાની માંગણી લોકો કરી રહ્યા છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રતિબદ્ધતા અને કાર્યદક્ષતાની ચોતરફ પ્રશંસા
‘સુરજનું પ્રથમ કિરણ જમીન પર પડે તે પહેલાં આરોપીઓને પકડી લેશું’, તેવું વચન સંઘવીએ પાળી બતાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યનાં યુવા-તેજતર્રાર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત પથ્થરમારાની ઘટના મુદ્દે ગજબનાક કાર્યદક્ષતા અને વચનબદ્ધતા દાખવી છે. તોફાની તત્વોને સીધાદોર કરવા બાબતે અને તેમને પાઠ ભણાવવા માટે ગૃહમંત્રી સંઘવીના ત્વરિત પગલાંની ચોતરફથી પ્રશંસા થઈ રહી છે. રવિવારે રાતે સુરતના લાલગેટ પાસેના સૈયદપૂરા વિસ્તારના એક ગણેશ મંડપ પર મુસ્લિમ યુવાનોએ પથ્થરમારો કરી દીધો હતો. જે બાદ વિસ્તારમાં ભારે અશાંતિ વ્યાપી હતી. મધરાતે પ્રદેશના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાસ્થળે પહોંચીને આરતીમાં ભાગ લીધો હતો અને લોકોને વચન આપ્યું હતું કે ‘દિવસની પહેલી કિરણ જમીન પર પડે એ પહેલા આરોપીઓની ધરપકડ કરશે’. સંઘવીએ પોતાનું વચન પાળીને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમનો વિડીયો પણ વાઇરલ થઈ રહ્યો છે. સંઘવીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તેઓએ જે વચન આપ્યું હતું તે મુજબ સવાર થતાં પહેલા પથ્થમારો કરનાર આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. સવારના સાડા 6 વાગે કરેલ પોસ્ટમાં જાણકારી આપતા તેઓએ લખ્યું છે કે 27 પથ્થરબાજોને પકડી પાડવામાં આવ્યા છે. આ માટે સંખ્યાબંધ ઈઈઝટ, વિડીયો સર્વેલન્સ ઉપરાંત ડ્રોન સહિતની ટેકનિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું કે પોલીસ રાતભરથી કામ કરી રહી છે અને હજુ પણ તેઓનું કામ ચાલુ છે.
સાથે જ બાહેધરી આપી છે એ આરોપીઓ પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ સોશિયલ મીડિયામાં વહેલી સવારનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસ સ્ટેશન ખાતે પોલીસની ગાડીમાંથી એક પછી એક પથ્થરબાજો ઉતરતા જોવા મળી રહ્યા છે. જેઓ સીધી રીતે ચાલવામાં અસમર્થ દેખાઇ રહ્યા છે. આ ઘટના સુરત લાલગેટના વરિયાળી બજાર વિસ્તારના ગણેશ મંડપમાં બની હતી. અહીં અમુક સગીરોએ પથ્થરમારો કર્યો હતો. જે મુસ્લિમ સમુદાયના હોવાનું જાણવા મળ્યું હતું. ગણેશજી પર પથ્થરો ફેંકાયા બાદ હિંદુઓએ પોલીસ ફરિયાદ કરી હતી અને સમાચાર શહેરમાં વાયુવેગે પ્રસરી જતાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. બીજી તરફ, પોલીસને જાણ થતાં જ કાર્યવાહી શરૂ કરી હતી. ગણેશજીના મંડપ પર પથ્થર ફેંકવામાં આવ્યા હોવાની જાણ થતાં જ હિંદુઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. લાલગેટ પોલીસ મથકે પણ ઘેરાવ કરવામાં આવ્યો હતો. તાજી જાણકારી મુજબ હાલ પોલીસે પથ્થરબાજોની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.