By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    1 hour ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    6 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત
    26 minutes ago
    બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
    1 hour ago
    રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન
    1 hour ago
    ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો
    2 hours ago
    ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 day ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે
રાજકોટ

કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે

Khaskhabar Editor
Last updated: 2026/08/04 at 2:58 PM
Khaskhabar Editor 55 minutes ago
Share
5 Min Read
SHARE

કાયદાના વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક કાનૂની શિક્ષણનું અનોખું મંચ

‘ધ લીગલ એરેના મૂટ કોર્ટ 2026 – પ્રથમ આવૃત્તિ’માં ગુજરાતભરની 14 ટીમ જોડાશે

- Advertisement -

મેમોરિયલ મૂલ્યાંકન બાદ 8 ટીમો મૌખિક રાઉન્ડમાં પહોંચી : વિજેતા ટીમને 10 હજારનું રોકડ ઇનામ

બૌદ્ધિક સંપદા અધિકાર અંગે કાયદાના વિદ્યાર્થીઓમાં પ્રાયોગિક સમજ, કાનૂની સંશોધન અને એડવોકસી કૌશલ્ય વિકસાવવાના હેતુથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આગામી 5 ઓગસ્ટ, 2026ના રોજ ધ લીગલ એરેના મૂટ કોર્ટ 2026 – પ્રથમ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા સંચાલિત SPRIHA યોજના અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના DPIIT IPR Chair અને સમાજકાર્ય ભવનના સંયુક્ત ઉપક્રમે આ રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. રાજકોટ, અમદાવાદ, આણંદ, જૂનાગઢ અને પોરબંદર સહિતના વિસ્તારોમાંથી કુલ 14 ટીમોએ નોંધણી કરાવી હતી. સ્પર્ધાના પ્રથમ તબક્કામાં તમામ ટીમો દ્વારા તૈયાર કરાયેલા મેમોરિયલ્સ (લેખિત કાનૂની દલીલો)નું નિષ્ણાતો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. કાનૂની સંશોધન, કેસ લૉનો ઉપયોગ, દલીલોની ગુણવત્તા, કાયદાની સમજ અને રજૂઆતના આધારે 14માંથી 8 શ્રેષ્ઠ ટીમોને મૌખિક રાઉન્ડ માટે પસંદ કરવામાં આવી છે.

5 ઓગસ્ટે યોજાનારા મૌખિક રાઉન્ડમાં પસંદગી પામેલી ટીમો નિષ્ણાત કાનૂની વ્યવસાયિકો સમક્ષ પોતાની દલીલો રજૂ કરશે. પ્રથમ તબક્કામાં વરિષ્ઠ એડવોકેટ અમન સોરટિયા, દર્શિત આહિયા, જય જસાણી અને કલ્પેશ દવડા ન્યાયાધીશ તરીકે ઉપસ્થિત રહી સ્પર્ધકોની કાનૂની સમજ, દલીલ કરવાની ક્ષમતા, પ્રશ્નોના જવાબ અને એડવોકસી સ્કિલ્સનું મૂલ્યાંકન કરશે. ત્યારબાદ પસંદગી પામેલી ટીમો ડબલ બેન્ચ સમક્ષ દલીલો રજૂ કરશે અને ત્યાંથી બે શ્રેષ્ઠ ટીમો અંતિમ રાઉન્ડમાં પ્રવેશ કરશે. સ્પર્ધાનો અંતિમ રાઉન્ડ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. અંતિમ બે ટીમો ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ ડૉ. જસ્ટિસ એ. પી. ઠાકર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડૉ.) ઉત્પલ જોશી તથા ભૂતપૂર્વ કુલપતિ પ્રો. (ડૉ.) કમલેશ જોશીપુરા સમક્ષ પોતાની અંતિમ કાનૂની દલીલો રજૂ કરશે. અનુભવી ન્યાયવિદો અને શિક્ષણવિદોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પોતાની દલીલો રજૂ કરવાની તક મળવાથી આ સ્પર્ધા વધુ પ્રેરણાદાયી અને શૈક્ષણિક બની રહેશે.

- Advertisement -

મૂટ કોર્ટ કાયદાના વિદ્યાર્થીઓ માટે માત્ર સ્પર્ધા નથી, પરંતુ વાસ્તવિક અદાલતી કાર્યવાહીની નજીકનો પ્રાયોગિક અનુભવ છે. તેમાં વિદ્યાર્થીઓને એક કાલ્પનિક પરંતુ કાયદાકીય રીતે જટિલ કેસ આપવામાં આવે છે. ત્યારબાદ તેઓ સંબંધિત કાયદા, ચુકાદા અને કાનૂની મુદ્દાઓનું સંશોધન કરી લેખિત મેમોરિયલ તૈયાર કરે છે અને ન્યાયાધીશોની પેનલ સમક્ષ વકીલ તરીકે મૌખિક દલીલો રજૂ કરે છે. આ વર્ષની સ્પર્ધાને ખાસ કરીને બૌદ્ધિક સંપદા અધિકારો સાથે જોડવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને અન્ય આઇપીઆર સંબંધિત કાયદાઓની માત્ર સૈદ્ધાંતિક જ નહીં પરંતુ વ્યવહારિક સમજ પણ પ્રાપ્ત થાય. આ પ્રક્રિયા દ્વારા કાનૂની સંશોધન, મેમોરિયલ ડ્રાફ્ટિંગ, કોર્ટરૂમ એટિકેટ, કેસ લૉ એનાલિસિસ, કાનૂની તર્કશક્તિ અને સમયમર્યાદામાં અસરકારક દલીલો રજૂ કરવાની ક્ષમતાનો વિકાસ થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી વિજેતા ટીમને 10,000, ઉપવિજેતા ટીમને 5,000 તથા શ્રેષ્ઠ મેમોરિયલ માટે 1,500નું વિશેષ રોકડ ઇનામ આપવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ, મેમોરિયલ તૈયાર કરવાથી લઈને અંતિમ મૌખિક દલીલો સુધીની સમગ્ર પ્રક્રિયા વિદ્યાર્થીઓને આઇપીઆર કાયદાઓને ઊંડાણપૂર્વક સમજવાની અને ભાવિ કાનૂની કારકિર્દી માટે જરૂરી કૌશલ્ય વિકસાવવાની ઉત્તમ તક પૂરી પાડશે. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં બૌદ્ધિક સંપત્તિ અધિકારો પ્રત્યે જાગૃતિ વધારવાનો છે. જ્ઞાન અને ટેક્નોલોજી આધારિત અર્થતંત્રમાં પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન જેવા બૌદ્ધિક સંપદા અધિકારોનું મહત્વ સતત વધી રહ્યું છે. આવા સમયમાં ભાવિ કાનૂની વ્યવસાયિકોને આઇપીઆર કાયદાની વ્યવહારિક સમજ મળે તે માટે “હિમાયત દ્વારા શિક્ષણ”ના અભિગમ સાથે આ મૂટ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારત સરકારની બૌદ્ધિક સંપત્તિ અધિકારો યોજના હેઠળ કાર્યરત DPIIT આઇપીઆર Chair દ્વારા બૌદ્ધિક સંપદા અધિકારો અંગે શિક્ષણ, સંશોધન, જાગૃતિ અને ક્ષમતાવર્ધન માટે સતત વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. “ધ લીગલ એરેના મૂટ કોર્ટ 2026 – પ્રથમ આવૃત્તિ” પણ આ દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહી છે, જે કાયદાના વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાનથી આગળ વધીને વાસ્તવિક કાનૂની પ્રક્રિયાનો અનુભવ કરાવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડૉ.) ઉત્પલ જોશીના માર્ગદર્શન અને કુલસચિવ ડૉ. એ. કે. જાડેજાના સહયોગથી યોજાઈ રહેલા આ કાર્યક્રમનું સંકલન ડૉ. મહેશ જીવાણી, ડૉ. રાજેશ દવે, ડૉ. મિનલ રાવલ, ડૉ. વિમલ પરમાર અને પાર્થ સેજપાલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જ્યારે એડવાઇઝરી કમિટીમાં ડૉ. અરુંધતી દાસાણી, ડૉ. પૂર્વી સોનેજી, ડૉ. ઉર્વી શાહ અને એડવોકેટ સાગર બાવરીયા માર્ગદર્શન અને સલાહકાર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે.

You Might Also Like

રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ

સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા

જય હિન્દ કાફે સીલ : 41 પેઢીમાં તપાસ, 32 કિલો અખાદ્ય ખોરાક અને 120 લિટર કોલ્ડડ્રિંક્સનો નાસ

9 કરોડની આરટીઓ કચેરી પરંતૂ સ્વચ્છતા અને સુરક્ષા 0

સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા
Next Article રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
રાજકોટમાં મોક્ષ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : સંચાલક અને મેનેજર ફરાર
રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ
સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા
બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
જય હિન્દ કાફે સીલ : 41 પેઢીમાં તપાસ, 32 કિલો અખાદ્ય ખોરાક અને 120 લિટર કોલ્ડડ્રિંક્સનો નાસ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 49 minutes ago
રાજકોટ

સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા

Khaskhabar Editor Khaskhabar Editor 59 minutes ago
રાજકોટ

જય હિન્દ કાફે સીલ : 41 પેઢીમાં તપાસ, 32 કિલો અખાદ્ય ખોરાક અને 120 લિટર કોલ્ડડ્રિંક્સનો નાસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?