દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાને ₹18778 કરોડના પ્રોજેક્ટની ભેટ મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજીરા ખાતે ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ તૈયાર થઈ રહેલાં અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં કાફલામાં 2 કાર, સંઘવી ઉદ્યોગકારો સાથે સાયકલ રેલી કાઢી પહોંચ્યાં, પોલીસનું ઈ-બાઇક પર પેટ્રોલિંગ
ખાસ-ખબર ન્યૂઝ સુરત
વિશ્ર્વ પર્યાવરણ દિવસના અવસરે પીએમ મોદી આજે (5 જૂન) ડાયમંડ સિટી સુરતની મુલાકાતે છે. તેઓ સુરત એરપોર્ટથી સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (ક। પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા છે. હજીરા ખાતે પીએમ મોદી ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું. કંપનીના ચેરમેન અને ટોચના એન્જિનિયરોની હાજરીમાં આ મુલાકાત પૂર્ણ કર્યા બાદ, સાંજે 4:15 વાગ્યે સુરતના ઐતિહાસિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચશે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત મુખ્ય જાહેર કાર્યક્રમમાં વડાપ્રધાન ડિજિટલ માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિકાસના દ્વાર ખોલશે. ત્યારબાદ પીએમ 6:15 વાગ્યા આસપાસ સંઘ પ્રદેશ દમણ જવા રવાના થશે, જ્યાં તેમના હસ્તે રૂ. 3000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આજના દિવસે વડાપ્રધાનના વરદહસ્તે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના 7 જિલ્લાઓ માટે અંદાજીત રૂ.18,778 કરોડના વિવિધ 8 વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે. મુખ્યમંત્રી 2 કારના કાફલા સાથે પહોંચ્યા છે, તો હર્ષ સંઘવી ઉદ્યોગકારો સાથે સાયકલ રેલી કાઢી સભા સ્થળે પહોંચ્યાં. પોલીસ પણ ઈ-બાઇક અને સાયકલનો ઉપયોગ કરી રહી છે.



