By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    2 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    4 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    4 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    4 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    18 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    2 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    2 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    2 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    4 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    6 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા
રાજકોટ

સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા

Khaskhabar Editor
Last updated: 2026/08/04 at 2:54 PM
Khaskhabar Editor 2 months ago
Share
6 Min Read
SHARE

1956થી 1960 સુધી રાજકોટમાં બોમ્બે હાઈકોર્ટની સર્કિટ બેંચ સફળતાપૂર્વક કાર્યરત હતી

વર્ષ 1981માં જસ્ટિસ જસવંત સિંહ પંચે જણાવ્યું હતું કે હાઈકોર્ટની નવી બેંચની સ્થાપના સામાન્ય નિયમ ન બની શકે, પરંતુ અત્યંત વિકટ અને જરૂરી સંજોગોમાં અપવાદ તરીકે જ થવી જોઈએ

- Advertisement -

ગુજરાત રાજ્યના ભૌગોલિક રીતે વિશાળ એવા સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના સંદર્ભમાં આ સિદ્ધાંત અત્યંત સુસંગત બને છે. આ પ્રદેશના છેવાડાના વિસ્તારોમાંથી અસીલોને (કશશિંલફક્ષતિં) પોતાના કાનુની અધિકારોના રક્ષણ માટે અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટ સુધી લાંબી મુસાફરી કરવી પડે છે, જે તેમના પર આર્થિક અને માનસિક બોજ વધારે છે. આ ઐતિહાસિક અને ભૌગોલિક વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના કેન્દ્ર સમાન રાજકોટ શહેરમાં ગુજરાત હાઈકોર્ટની કાયમી ખંડપીઠ સ્થાપવાની માંગ છેલ્લા ઘણાં દાયકાઓથી અવિરતપણે ઉઠી રહી છે. તાજેતરમાં રાજકોટ બાર એસોસિએશન દ્વારા આ માંગને કાનુની, આંકડાકીય અને વહીવટી સ્તરે સચોટ રીતે રજૂ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.
રાજકોટમાં ઉચ્ચ ન્યાયિક સંસ્થાની માંગ એ કોઈ નવીન કે અચાનક ઉદ્ભવેલી ઘટના નથી, પરંતુ તેનો પાયો બ્રિટિશ કાળ અને આઝાદી પછીના શરૂઆતના વર્ષોમાં રહેલો છે. રાજકોટ ઐતિહાસિક રીતે સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશનું રાજકીય અને ન્યાયિક વહીવટનું કેન્દ્ર રહ્યું છે. આ ઐતિહાસિક વારસાને સમજવો એ વર્તમાન માંગની કાયદેસરતા સ્થાપિત કરવા માટે અત્યંત જરૂરી છે.
બ્રિટિશ શાસન દરમિયાન રાજકોટમાં જ્યુડિશિયલ કમિશનની કાયમી બેઠક અસ્તિત્વમાં હતી, જે સમગ્ર પ્રદેશના ન્યાયિક વહીવટ પર દેખરેખ રાખતી હતી. આઝાદી બાદ જ્યારે ભારતમાં રાજ્યોનું ભાષાકીય ધોરણે પુનર્ગઠન કરવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે સ્ટેટ રિઓર્ગેનાઈઝેશન એક્ટ 1956 અમલમાં આવ્યો. આ કાયદા અન્વયે સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા અગાઉના સ્વતંત્ર પ્રદેશોને ‘બૃહદ મુંબઈ’ (ઇજ્ઞળબફુ જફિંયિં) રાજ્યમાં વિલીન કરવામાં આવ્યા હતા.
આ વિશાળ સૌરાષ્ટ્ર રાજ્યમાં ન્યાયિક વહીવટને સુલભ બનાવવાના ઉદ્દેશથી બોમ્બે હાઈકોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ એમ. સી. ચાગલાએ 1956ના અધિનિયમની કલમ 51(3) અંતર્ગત પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરીને નાગપુર અને રાજકોટ ખાતે બોમ્બે હાઈકોર્ટની બેંચની સ્થાપના કરી હતી. પરિણામ સ્વરૂપ 1956થી 1960 સુધી રાજકોટમાં બોમ્બે હાઈકોર્ટની સર્કિટ બેંચ સફળતાપૂર્વક કાર્યરત હતી, જેણે સ્થાનિક સ્તરે હજારો અસીલોને ન્યાય પૂરો પાડ્યો હતો.
જો કે વર્ષ 1960માં જ્યારે ‘બોમ્બે ઓર્ગેનાઈઝેશન એક્ટ, 1960’ પસાર થયો ત્યારે આ દ્વિભાષી રાજ્યનું મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોમાં વિભાજન કરવામાં આવ્યું. આ કાયદાની કલમ 41 દ્વારા મહારાષ્ટ્ર રાજ્ય માટે નાગપુર ખાતે બોમ્બે હાઈકોર્ટની કાયમી બેંચ જાળવી રાખવાની સ્પષ્ટ કાનુની જોગવાઈ કરવામાં આવી, પરંતુ આશ્ર્ચર્યજનક રીતે ગુજરાત રાજ્યના સંદર્ભમાં રાજકોટ ખાતે ચાલતી બેંચને કાયમી કરવા માટે અથવા ગુજરાતના અન્ય કોઈ પણ ભૌગોલિક વિસ્તાર માટે આવી કોઈ જોગવાઈ કરવામાં આવી ન હતી. આ ઐતિહાસિક અન્યાય રાજકોટ બાર એસોસિએશન અને સૌરાષ્ટ્રના કાનુની નિષ્ણાતોની વર્તમાન માંગનો સૌથી સબળ અને મુખ્ય આધાર બનાવે છે.
રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખના મતાનુસાર જો મહારાષ્ટ્રમાં તેની વસ્તીના આધારે બહુવિધ બેંચો હોઈ શકે તો તે જ ગુણોત્તર લાગુ પાડીને ગુજરાતમાં ઓછામાં ઓછી ત્રણ બેંચ હોવી જોઈએ. જો કે માગણી માત્ર એક વધારાની બેંચ પૂરતી સીમિત છે. વધુમાં કાયદા પંચના 230માં અહેવાલમાં પણ નોંધવામાં આવ્યું છે કે મોટા રાજ્યોમાં પડતર કેસો ઘટાડવા અને સુલભતા વધારવા નવી બેંચો સ્થાપવી આવશ્યક છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ઔદ્યોગિકરણ (મોરબી, રાજકોટ, જામનગર, ગાંધીધામ)ને કારણે પણ સ્થાનિક સ્તરે અદાલતી કાર્યવાહીની જરૂરિયાત વધી છે. વર્ષ 1981માં રચાયેલા જસ્ટિસ જસવંત સિંહ પંચે ભારપૂર્વક જણાવ્યું હતું કે હાઈકોર્ટની નવી બેંચની સ્થાપના સામાન્ય નિયમ ન બની શકે, પરંતુ અત્યંત વિકટ અને જરૂરી સંજોગોમાં અપવાદ તરીકે જ થવી જોઈએ. જો કે આ પંચના ધારાધોરણો અને માપદંડોને રાજકોટની માગણી સાથે સરખાવવામાં આવે તો તે બધી જ કસોટીઓ પર ખરી ઉતરે છે.
જો કોઈ કારણોસર રાજકોટમાં કાયમી બેંચની સ્થાપના શક્ય ન બને તો ન્યાય પ્રણાલીને છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવા માટે કેટલાક અત્યંત અસરકારક અને આધુનિક વિકલ્પો અપનાવી શકાય છે. સૌ પ્રથમ અને સૌથી વ્યવહારુ ઉકેલ ‘સર્કિટ બેંચ’ની સ્થાપના છે. સર્કિટ બેંચ કાયમી ધોરણે રાજકોટમાં રહેતી નથી, પરંતુ હાઈકોર્ટના ન્યાયાધીશોની ટુકડી સમયાંતરે રાજકોટ આવીને સ્થાનિક કેસોની સુનાવણી કરી શકે છે. આનાથી હાઈકોર્ટના કાયમી વિભાજનનો પ્રશ્ર્ન ઊભો થતો નથી અને ખર્ચ પણ નિયંત્રણમાં રહે છે પરંતુ તે રાજકોટ બાર એસોસિએશનને મંજૂર હોવાનું જણાતું નથી.
બીજો મહત્ત્વનો વિકલ્પ આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ ન્યાયતંત્રનો છે. હાઈબ્રીડ હિયરિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વકીલો પોતાના સ્થાનિક જિલ્લા કોર્ટમાંથી જ હાઈકોર્ટમાં દલીલો કરી શકે તેવી વ્યવસ્થા મજબૂત બનાવવી જોઈએ. ઈ-ફાઈલિંગ 2.0, વર્ચ્યુઅલ જસ્ટિસ ક્લોક અને નેશનલ સર્વિસ એન્ડ ટ્રેકિંગ ઓફ ઈલેકટ્રોનિક્સ પ્રોસેસિ (ગજઝઊઙ) જેવી એપ્લીકેશનોનો વ્યાપ વધારવો જોઈએ. આ ઉપરાંત સ્થાનિક ભાષામાં ચુકાદાઓનો અનુવાદ અને તાલુકા કક્ષાએ ઈ-સેવા કેન્દ્રોની સ્થાપના દ્વારા છેવાડાના અસીલોને ડિજિટલ મદદ પહોંચાડી શકાય પરંતુ પોતાના હક્કના ભોગે આવી સવલતોથી રાજકોટ બાર એસોસિએશન રાજી થાય તેમ જણાતું નથી.
સ્થાનિક જિલ્લા ન્યાય તંત્રનું સુદૃઢીકરણ પણ અતિઆવશ્યક છે. રાજકોટ, મોરબી અને જામનગર જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં વાણિજ્યિક વિવાદો માટે વધુ વિશેષ અદાલતો (જાયભશફહશુયમ ઈજ્ઞીિતિં)ની રચના કરવી જોઈએ તેમજ વૈકલ્પિક વિવાદ નિવારણ પ્રણાણી (અઉછ) અંતર્ગત મધ્યસ્થી અને આર્બિટ્રેશન કેન્દ્રો સ્થાપીને તેમજ નિયમિત ધોરણે મેગા લોકઅદાલતનું આયોજન કરીને હાઈકોર્ટ પરનું ભારણ મોટા પાયે ઘટાડી શકાય છે પરંતુ આ બાબત પૂર્ણ રીતે હાઈકોર્ટનો વિકલ્પ પૂરો પાડતું ન હોય તે પણ અસ્વીકાર્ય બની શકે છે.
વર્તમાન કાનુની માળખા, વહીવટી મર્યાદાઓ અને બાર એસોસિએશનોના સંભવિત વિરોધને જોતાં આ પ્રક્રિય અત્યંત લાંબી અને જટિલ છે. જ્યાં સુધી કાયમી બેંચ માટે સંપૂર્ણ સહમતિ ન સધાય ત્યાં સુધી સર્કિટ બેંચની શરૂઆત, ડિજિટલ ન્યાય તંત્રનો વ્યાપક ઉપયોગ અને સ્થાનિક અદાલતોને વધુ સશક્ત બનાવવા જેવા વૈકલ્પિક ઉકેલોનો તત્કાળ અમલ થવો જોઈએ જેથી છેવાડાના માનવીને સરળતાથી અને સમયસર ન્યાય મળી શકે.

You Might Also Like

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
Next Article કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?