By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    7 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 week ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    16 hours ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    16 hours ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    17 hours ago
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    7 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    7 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘કોમન મેન’થી CM સુધીની સફર સ્વ.વિજયભાઇ રૂપાણીને શ્રદ્ધાંજલિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ‘કોમન મેન’થી CM સુધીની સફર સ્વ.વિજયભાઇ રૂપાણીને શ્રદ્ધાંજલિ
ગુજરાત

‘કોમન મેન’થી CM સુધીની સફર સ્વ.વિજયભાઇ રૂપાણીને શ્રદ્ધાંજલિ

Khaskhabar Editor
Last updated: 2026/06/12 at 2:01 PM
Khaskhabar Editor 3 months ago
Share
4 Min Read
SHARE

વિજયભાઇના અંગત મિત્ર ધનસુખ ભંડેરીએ વાગોળી 35 વર્ષની યાદો

અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ

- Advertisement -

વિજયભાઇની સરળતા, સંવેદનશીલતા અને કાર્યકર્તાઓ પ્રત્યેના આત્મીય સંબંધોને યાદ કરી ભાવુક બન્યા ધનસુખભાઈ ભંડેરી

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના નિધનને આજે એક વર્ષ પૂર્ણ થતાં તેમના નજીકના મિત્ર, રાજકોટના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, જામનગર મહાનગરના પ્રભારી તથા રાજ્ય પ્રદેશ કારોબારી સદસ્ય ધનસુખભાઈ ભંડેરીએ તેમની સાથે વિતાવેલા સાડા ત્રણ દાયકાથી વધુ સમયની યાદો તાજી કરી હતી. ખાસ ખબર ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન ધનસુખભાઈ અનેક પ્રસંગો યાદ કરતાં ભાવુક બની ગયા હતા.

- Advertisement -

ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે વિજયભાઈના વિમાન દુર્ઘટનાના સમાચાર મળ્યા ત્યારે તેઓ પોતે, વિજયભાઈના પત્ની અંજલીબેન રૂપાણી અને નિતિનભાઈ ભારદ્વાજ સાથે લંડનમાં હતા. આ દુઃખદ સમાચાર સાંભળતા જ સૌ સ્તબ્ધ બની ગયા હતા અને લગભગ ૧૫ મિનિટ સુધી કોઈ કંઈ બોલી શકે તેવી સ્થિતિમાં નહોતું.
તેમણે જણાવ્યું કે રાજકારણમાં સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા બાદ પણ વિજયભાઈએ ક્યારેય પોતાની સરળતા અને સહજતા ગુમાવી નહોતી. કોઈ વ્યક્તિ તેમની સાથે કડવાશથી વર્તે તો પણ તેઓ મનમાં દ્વેષ રાખતા નહોતા. મુખ્યમંત્રી તરીકે સેવા આપતાં હોવા છતાં કાર્યકર્તાઓને મનાવવા માટે તેઓ જાતે તેમના ઘરે પહોંચી જતા હતા. તેમના વ્યક્તિત્વની આ વિશેષતા તેમને સામાન્ય કાર્યકર્તાઓમાં પણ લોકપ્રિય બનાવતી હતી.

ધનસુખભાઈએ જણાવ્યું કે વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી ત્યારે રાજ્યમાં પાટીદાર આંદોલન જેવી પડકારજનક સ્થિતિ હતી. તેમણે કેન્દ્રના નેતૃત્વ સાથે સતત સંકલન જાળવી રાખીને સંવાદના માધ્યમથી પરિસ્થિતિને શાંત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ ગણાતા એમ્સ તથા આંતરરાષ્ટ્રીય વિમાનમથક જેવા પ્રોજેક્ટોને પણ ગતિ મળી હતી.
રાજ્યના વિકાસ માટે તેમણે પાણી વ્યવસ્થાપન ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. ‘સૌની યોજના’,‘સુજલામ સુફલામ યોજના’તેમજ નર્મદાના પાણીનો લાભ રાજ્યના અંતિમ વિસ્તાર સુધી પહોંચે તે માટે તેઓ સતત પ્રયાસશીલ રહ્યા હતા. ઉપરાંત રાજ્યમાં વીઆઈપી કલ્ચર ઘટાડવા માટે પોતાની સરકારી ગાડી પરથી લાલબત્તી દૂર કરવાનો નિર્ણય પણ તેમણે સ્વયં લીધો હતો.

રાજકીય જીવન ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ વિજય રૂપાણીનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું. પોતાના પુત્ર પૂજિતના અવસાન બાદ તેમણે અને અંજલીબેને ‘પૂજિત રૂપાણી ટ્રસ્ટ’ની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટ દ્વારા અનાથ અને જરૂરિયાતમંદ બાળકોની સેવા માટે અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. ધનસુખભાઈએ વધુમાં જણાવ્યું કે વિજયભાઈને હિંચકો ખૂબ પ્રિય હતો. ગાંધીનગરનું સરકારી નિવાસસ્થાન હોય કે રાજકોટનું ઘર, તેઓ હિંચકા પર બેસીને અખબાર વાંચતા અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરતા. આજે તે હિંચકો પણ જાણે તેમની યાદમાં હિબકાં ભરી રહ્યો હોય તેવી લાગણી થાય છે.

વિજય રૂપાણી માત્ર રાજકીય નેતા જ નહીં, પરંતુ સંવેદનશીલ, સહજ અને કાર્યકર્તાઓના સુખ-દુઃખમાં ભાગીદાર બનતા માનવી તરીકે લોકોના હૃદયમાં આજે પણ જીવંત છે. તેમના નિધનને એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં તેમની યાદો અને કાર્યશૈલી અનેક લોકોને પ્રેરણા આપી રહી છે.

વિજય રૂપાણી એક સંવેદનશીલ અને પાયાના નેતા : ધનસુખભાઈ ભંડેરી
સાડા ત્રણ દાયકાનો સાથ : ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું કે તેઓ છેલ્લા ૩૫ વર્ષથી વિજયભાઈ સાથે જોડાયેલા હતા. વર્ષ ૧૯૯૫થી ૨૦૦૦ દરમિયાન વિજયભાઈ રાજકોટના મેયર હતા ત્યારે ધનસુખભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. ત્યારબાદ તેઓ પોતે પણ મેયર બન્યા હતા.
કાર્યકર્તાઓનું ઘડતર : સામાન્ય કાર્યકર્તાથી મુખ્યમંત્રી સુધીની સફર કરનાર વિજય રૂપાણીએ ગુજરાતમાં અનેક યુવા નેતાઓ અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી તેમનું ઘડતર કર્યું હતું.
પરિવારના સભ્ય જેવો સંબંધ : ધનસુખભાઈએ જણાવ્યું કે તેમનો અને વિજયભાઈનો સંબંધ માત્ર રાજકીય ન હતો, પરંતુ પારિવારિક હતો. તેમના દીકરા અને દીકરીના લગ્ન પ્રસંગે વિજયભાઈ મુખ્યમંત્રી હોવા છતાં ત્રણ-ત્રણ કલાક સુધી હાજર રહી પરિવાર સાથે ખુશી વહેંચી હતી.
છેલ્લી મુલાકાત અને વાતચીત : લંડન જવાના એક દિવસ પહેલાં ૧૦ જૂનની સવારે ધનસુખભાઈએ વિજયભાઈના ઘરે તેમની સાથે નાસ્તો કર્યો હતો. ત્યારબાદ ૧૧ જૂને લંડન પહોંચ્યા પછી પણ બંને વચ્ચે વીડિયો કોલ દ્વારા વાતચીત થઈ હતી. આ જ તેમની છેલ્લી વાતચીત સાબિત થઈ હતી.

You Might Also Like

મંગલ પાંડે ટાઉનશિપમાં RMCનાં ડઝનબંધ અધિકારીઓએ આવાસ લઈ ભાડે ચડાવી દીધાં!

વિધાનસભાના સત્રમાં 5 કાયદાને આવરી લેતું મહાવિધેયક મુકાશે

વડોદરામાં PM મોદીનું રેમ્પ વૉક : GEN-Zનો જોશ હાઈ

ટંકારાના નાના જડેશ્વર મહાદેવ મંદિરે વિશ્વવિખ્યાત બજરંગ ભવાઈ મંડળની ભવ્ય રજૂઆત

ગિરિરાજ હોસ્પિટલનું 7થી 30 સપ્ટેમ્બર સુધી વિશેષ આરોગ્ય અભિયાન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગાંધીનગરમાં કોરોનાનો એક શંકાસ્પદ પોઝિટિવ કેસ નોંધાયો
Next Article રાજકોટના રેસકોર્સમાં 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન લોકમેળોઃ આયોજન માટે 20 વિવિધ સમિતિઓની રચના

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મંગલ પાંડે ટાઉનશિપમાં RMCનાં ડઝનબંધ અધિકારીઓએ આવાસ લઈ ભાડે ચડાવી દીધાં!

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
વિધાનસભાના સત્રમાં 5 કાયદાને આવરી લેતું મહાવિધેયક મુકાશે
દેશમાંથી વાદળો અદ્રશ્ય!
વડોદરામાં PM મોદીનું રેમ્પ વૉક : GEN-Zનો જોશ હાઈ
ટંકારાના નાના જડેશ્વર મહાદેવ મંદિરે વિશ્વવિખ્યાત બજરંગ ભવાઈ મંડળની ભવ્ય રજૂઆત
ગિરિરાજ હોસ્પિટલનું 7થી 30 સપ્ટેમ્બર સુધી વિશેષ આરોગ્ય અભિયાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મંગલ પાંડે ટાઉનશિપમાં RMCનાં ડઝનબંધ અધિકારીઓએ આવાસ લઈ ભાડે ચડાવી દીધાં!

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ગુજરાત

વિધાનસભાના સત્રમાં 5 કાયદાને આવરી લેતું મહાવિધેયક મુકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ગુજરાત

વડોદરામાં PM મોદીનું રેમ્પ વૉક : GEN-Zનો જોશ હાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?