By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    3 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    3 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    5 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    12 hours ago
    જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
    12 hours ago
    પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ
    13 hours ago
    QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી
    14 hours ago
    સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    13 hours ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    7 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત કથાના ત્રીજા દિવસે બહોળી સંખ્યામાં જનતાએ હાજરી આપી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત કથાના ત્રીજા દિવસે બહોળી સંખ્યામાં જનતાએ હાજરી આપી
રાજકોટ

રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત કથાના ત્રીજા દિવસે બહોળી સંખ્યામાં જનતાએ હાજરી આપી

Khaskhabar Editor
Last updated: 2024/01/19 at 4:04 PM
Khaskhabar Editor 3 years ago
Share
6 Min Read
SHARE

 આજે રાત્રે સૌરાષ્ટ્રના ઓસમાણ મીર પોતાનો સૂર લહેરાવી રાજકોટની જનતાને ડોલાવશે

 વ્યાસજીના ભાગવતમાં, વ્યાસના રામ પરબ્રહ્મ પરમાત્મા છે: પૂ. ભાઈજી રમેશભાઈ ઓઝા

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ-અયોધ્યાનગરી ખાતે સાંસદ રામભાઈ મોકરીયા પરિવારના યજમાનપદે આયોજિત શ્રીમદ્ ભાગવત કથા- ભાગવત કે રામના ગઈકાલે દ્વિતીય દિને રાજકોટ અને આસપાસના ગામડાઓની ધર્મનુરાગી જનતાએ વિશાળ સંખ્યામાં હાજરી આપી. વ્યાસપીઠેથી પૂજ્ય ભાઈજી રમેશભાઈ ઓઝાએ શ્રીમદ્ ભાગવત મહાપુરાણનું દિવ્ય મહાત્મ્ય સરળ ભાષામાં લોકો સમક્ષ રજૂ કરતા કહ્યું કે વ્યાસજીના ભાગવતમાં, વ્યાસના રામ પરબ્રહ્મ પરમાત્મા છે, જ્યારે તુલસીના રામ સરાસર બ્રહ્મ છે. શ્રીરામ પ્રકાશિત છે, જગત પ્રકાશીય છે અને આત્મા પ્રકાશક છે. આ રામાયણમાં તુલસીદાસે ચાર ભાગમાં કથા પ્રસ્તુત કરી છે. જ્ઞાન, કર્મ, ભક્તિમાર્ગ અને શરણાગતિ ભાગમાં તુલસી પોતાના મનને કથા સંભળાવે છે.- શુકદેવજી એટલે ભાગવત, ભાગવતના પ્રથમ સ્કંધમાં વેદો – ઉપનિષદોનો મહિમા છે. શ્રીમદ ભાગવત સંસારીઓ પરીક્ષિત માટે ઔષધ છે, નિરોગી લોકો સનકાદી મુનિઓ માટે રસાયણ છે, પ્રેમી ભક્તો-ગોપીઓ માટે અમૃત છે જ્યારે પરમહંસો શુકદેવજી, શિવ, સનતકુમારો માટે નસો ચડે એવું આસવ છે.- માનવ અને ઈશ્ર્વર વચ્ચે પ્રેમનો સંવાદ કરવા વેદો, ઉપનિષદો, ભગવદ્ગીતા, પ્ર-દર્શનો, જૈન ધર્મના આગમો, સ્વામિનારાયણની શિક્ષાપત્રી, શીખ ધર્મનો ગ્રંથ સાહેબ, પારસીના જીદ અવસ્તા, કુરાન, બાયબલ વગેરે ધર્મગ્રંથો યુગોથી ઉપદેશો આપે છે, માનવ સમાજમાં સંવાદિતતાને કાયમ કરવાનો ધર્મગ્રંથોનો આશય છે.
ભાગવતની આગળની યાત્રા વર્ણવતા રમેશભાઈ ઓઝા કહે છે કે, બ્રહ્મસૂત્રના ચાર સૂત્રો પૈકી બીજા સૂત્રથી ભાગવતનો પ્રારંભ થાય છે. ભાગવત ગાયત્રી મંત્રનો વિસ્તાર છે, ભાગવતનો પ્રારંભ સત્યમ પરમ ધીમહીથી થાય છે, કથા વિવિધ સંદર્ભમાં પૂજ્ય ભાઈશ્રીએ સત્સંગના મહત્વ બાબતે કેટલાક પ્રશ્નો કર્યા, જેમાં શાસ્ત્રો, ઇતિહાસ, પુરાણ, વેદ ધર્મ શાસ્ત્રો બધાનો સાર શું છે? શ્રેય-કલ્યાણ કોણ છે? કલ્યાણ માટેનું સાધન, ભગવાનના અવતારનું પ્રયોજન અને સનાતન ધર્મ તથા મૌંનના મહત્વની હૃદયસ્પર્શી વાતો કરી, છેલ્લા છઠ્ઠા પ્રશ્ર્નમાં ભગવાન શ્રીરામ પધાર્યા પછી ધર્મ ક્યાં ગયો? – પોથીના પાનામાં ધર્મ નથી, હવે ગુરુકુળ, આશ્રમો, મંદિર-મઠો, જલારામ બાપાની ઝૂંપડીમાં ધર્મ છે.
ધર્મ બે પ્રકારના છે, દેહધર્મ અને આત્મધર્મ. ભરતજી નો દેહધર્મ એમ કહેતો હતો કે, માતા કૌશલ્યા જીની આજ્ઞાનું પાલન કરીને ગાદી ઉપર બેસવું પણ આત્માનો ધર્મ છે કે, પરમાત્મા ના ચરણમાં જવું. ભરતજી નો આત્મધર્મ કહેતો હતો કે, વનમાં જઈને શ્રી રઘુનાથજીનું શરણ લેવું. હનુમાનજી પાસે રામનામનું બળ હતું અને બ્રહ્મચર્યનું પણ બળ હતું, આ બે બળ હોય તો સંસાર સમુદ્રને ઓળંગીને શ્રી સીતા માતાના દર્શન કરી શકાય.કથા વિરામ પૂર્વે પૂજ્ય રમેશભાઈ ઓઝાએ લંકામાં શ્રીરામ-રાવણનો ભયંકર સંગ્રામ વર્ણવ્યો. રામજી રાવણના મસ્તક કાપે છે, રાવણને નવા નવા મસ્તક આવે છે. રાવણે શિવજીની પૂજા કરી હતી, પોતાના મસ્તકને જ કમળ બનાવી રાવણે શિવજી મહારાજને અર્પણ કર્યું હતું, તેથી તેને નવા નવા મસ્તક આવતા હતા.. આથી યુદ્ધમાં રામજીને પરિશ્રમ થયો તે સમયે અગત્સ્ય મુની રણભૂમિમાં પધાર્યા, તેમણે રામજીને કહ્યું, હે રામ, હે મહાબાહુ! હું તમને એક સનાતન રહસ્ય કહું તે સાંભળો, જેથી તમે સર્વ શત્રુઓને રણમેદાનમાં જીતી શકશો. આ આદિત્ય હૃદય સ્તોત્ર સર્વ શત્રુઓનો નાશ કરનારૂ, વિજય અપાવનારું અને એને નિરંતર જપ કરવાથી પરમ બ્રહ્મને પ્રાપ્ત કરાવનારું છે. જો આ સ્તોત્રનો ત્રણ વાર પાઠ કરશો તો જઈ મેળવશો અને રાવણનો વધ કરી શકશો. અગત્સ્ય મુનિના ઉપદેશ અનુસાર રામજીએ સૂર્ય નારાયણનું સ્તવન પૂજન કર્યું. યુદ્ધમાં રામજીએ 31 બાણ છોડ્યા, 20 બાણ થી 20 હાથ, 10 બાણ થી દસ મસ્તક અને છેલ્લા એક બાણથી રાવણનું હૃદય વિંધાયું, રાવણનો વધ થયો અને લંકા યુદ્ધમાં રામનો વિજય થયો હતો.

આજે રાતે લોકગાયક ઓસમાણ મીર પોતાના સૂર લહેરાવશે

રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ દરમિયાન રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. દિવસે પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા રાજકોટની ધર્મપ્રેમી જનતાને હરિનામ સ્મરણ અને શ્રવણ થાય છે તો રાત્રે આપણા સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરે એવા સંગીત અને સાહિત્યના કાર્યક્રમો પણ કથાના સ્થળે જ યોજવામાં આવ્યા છે. ભાગવત કથાની સાથે સૌરાષ્ટ્રના લોકોને સાત્વિક મનોરંજન મળી રહે એ માટે કથા આયોજન સમિતિએ આ કાર્યક્રમોનું આયોજન પણ કર્યું છે. સપ્તાહ દરમિયાન લગભગ દરરોજ રાત્રે કાર્યક્રમમાં હાસ્ય, સંગીત, લોકસંગીત જેવી તમામ બધી કલાઓ આવરી લેવાઈ છે અને ભક્તોને ધાર્મિક માહત્મ્ય ની સાથો સાથ કોઈ પણ પ્રકારની ખામી વિના દરેક રીતે મનોરંજન પૂરું પાડવાના તમામ પ્રયત્નો કથા સમિતિ દ્વારા કરવામાં આવ્યા છે. ભાગવત સપ્તાહ દરમિયાન તા. 19 શુક્રવારના રોજ રાત્રે 9:00 વાગ્યે જાણીતા ગુજરાતી લોકગાયક અને ખ્યાતનામ ગુજરાત ને આગવી ઓળખ આપનાર એવા સૌરાષ્ટ્રના ઓસમાણ મીરને આમંત્રિત કરવામાં આવ્યા છે જેઓ રાજકોટની જનતાને આનંદ કરાવશે. આજે રાત્રે તેઓ રેસકોર્સ મેદાન, રાજકોટ અયોધ્યા નગરી ના મહેમાન બનશે અને પોતાના સુરીલા અવાજ દ્વારા ભજન ના તાલે રાજકોટની જનતાને ડોલાવશે અને માહોલને રંગીન બનાવશે. ગઈ કાલે રાત્રે સપ્તાહ દરમિયાન યોજાયેલ હસાયરામાં મોકરિયા પરિવાર દ્વારા જાણીતા હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદીને રૂા. 1,51,000 આપી સાલ અને પુષ્પગુચ્છ સાથે તેમનું બહુમાન કરવામાં આવ્યું. તો આ દાનપ્રેમી કલાકારએ પણ સામે એ રકમમાં રૂા. 50,000 ઉમેરી રૂા. 1,00,000ની રકમ શ્રી પંચનાથ હોસ્પિટલને અને રૂા. 1,00,000 જ્યુએનાલ ડાયાબીટીશ ફાઉન્ડેશનને દાન પેઠે અર્પણ કર્યા હતા. રાજકોટ-સૌરાષ્ટ્રના લોકો આ ધર્મોત્સવની સાથે મનોરંજન અને સાંસ્કૃતિક વિરાસત માણી શકે એ માટે આ આયોજન કરાયું છે. આ કાર્યક્રમો પણ જાહેર જનતા માટે ખુલ્લા છે.

- Advertisement -

ગઈકાલે રાત્રે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વડોદરા દુર્ઘટનામાં જીવ ગુમાવેલા બાળકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ

You Might Also Like

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

હવે દર્દીઓને સિવિલ હોસ્પિટલથી એઇમ્સ ખાતે જવા માટે શટલ બસ સેવા શરૂ કરાશે

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગે ધરણા

‘સમર્થ ભારત-2047’ના વિઝન સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્ઞાન સભા, શિક્ષણમાં પરિવર્તન પર મનોમંથન

TAGGED: people, RACECOURSEGROUND, Rajkot, SrimadBhagwatKatha
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પૌરાણિક મંદિરોએ રાજપૂત ક્ષત્રિય (ગિરાસદાર) દ્વારા શહેરના વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી
Next Article પ્રાણપ્રતિષ્ઠાના દિવસે યોગીને કોઈ બચાવી શકશે નહીં, CM યોગીને આતંકી પન્નુની ધમકી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 સાગરીતો 1 પિસ્ટલ, 2 તમંચા સાથે ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ
28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક
વાહન માલિકી ટ્રાન્સફર અને NOC માટે નવા નિયમો અમલમાં, હવે આધાર લિંક ફરજિયાત
યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

હવે દર્દીઓને સિવિલ હોસ્પિટલથી એઇમ્સ ખાતે જવા માટે શટલ બસ સેવા શરૂ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?