By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ
    25 minutes ago
    સીઝફાયર માત્ર કાગળ પર? હોર્મુઝમાં ફરી હિંસક અથડામણ, ઈરાને જહાજનું કંટ્રોલ રૂમ ઉડાવ્યું
    31 minutes ago
    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં ઈઝરાયલની એક્શન, અનેક ગામડાં તબાહ
    1 day ago
    શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! ઈરાનનો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ
    1 day ago
    જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમેરિકા-ઈરાન વચ્ચે ભારત કરશે મધ્યસ્થી? રાજનાથ સિંહે કહ્યું- ભવિષ્યમાં ભૂમિકા સંભવ
    28 minutes ago
    અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ! ચીને મન મૂકીને કરી ખરીદી, તમામ રેકોર્ડ તૂટ્યા
    36 minutes ago
    ઓઈલ માર્કેટ ચિંતિત! શાંતિ મંત્રણા તૂટશે તો ટ્રમ્પ માટે કપરાં ચઢાણ
    22 hours ago
    ઈરાન સાથે સમાધાન ન થાય ત્યાં સુધી નાકાબંધી: ટ્રમ્પ
    22 hours ago
    પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    22 hours ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    1 day ago
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    2 days ago
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    6 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા
રાજકોટ

રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા

Khaskhabar Editor
Last updated: 2023/12/07 at 4:42 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી કિરીટભાઇ ગણાત્રાએ ‘મારા’ નહીં ‘સારા’ના સિધ્ધાંત અનુસાર ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોની પસંદગી કરતા: રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ તરીકે રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ તરીકે ડો. નિશાંતભાઇ ચોટાઇની સતત બીજી ટર્મ માટે સર્વાનુમતે પસંદગી: ઉપપ્રમુખ તરીકે રૂપલબેન આર.રાજદેવ, મંત્રી તરીકે રીટાબેન બી.કોટક તથા ખજાનચી તરીકે ધવલભાઇ ડી.કારીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી

ખાસ-ખબર સંવાદદાતા
વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન’ ટ્રસ્ટના સુધારેલા બંધારણ મુજબ ટર્મ 2023 થી 2028 માટે યોજાયેલ ચૂંટણીના પરિણામો સંદર્ભે નવનિયુકત ટ્રસ્ટી મંડળની પ્રથમ બેઠક અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન, આશીર્વચન તથા તેઓની વિશેષ ઉપસ્થિતિ સાથે શેઠ શ્રી જયંતિલાલ કુંડલીયા સેવા સંકુલ, આરસીસી બેંક ઓડીટોરીયમ, વાણિયાવાડી મેઇન રોડ, રાજકોટ ખાતે યોજાઇ હતી. શ્રી કિરીટભાઇ ગણાત્રાએ ‘મારા’ નહીં ‘સારા’ના સિધ્ધાંત અનુસાર ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોની પસંદગી કરી હતી. જે સંદર્ભે 2023 થી 2028 સુધીની નવી ટર્મ માટે સતત બીજી વખત પ્રમુખ તરીકે રાજુભાઇ પોબારૂ તથા કારોબારી પ્રમુખ તરીકે ડો.નિશાંતભાઇ ચોટાઇની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. હાજર રહેલ સૌએ બંને હોદ્દેદારોને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા.
સાથે-સાથે ઉપપ્રમુખ તરીકે શ્રીમતી રૂપલબેન આર.રાજદેવ, મંત્રી તરીકે શ્રીમતિ રીટાબેન બી.કોટક તથા ખજાનચી તરીકે ધવલભાઇ ડી.કારીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત બંધારણ મુજબ 11 ટ્રસ્ટીઓની મહાજન કારોબારી સમિતિની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ડો.નિશાંતભાઇ ચોટાઇ અને સભ્યો તરીકે શ્રી રાજુભાઇ પોબારૂ, શ્રીમતિ રૂપલબેન આર.રાજદેવ, શ્રીમતિ રીટાબેન બી.કોટક, શ્રી ધવલભાઇ ડી.કારીયા, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો.પરાગભાઇ દેવાણી, શ્રી દિનેશભાઇ બાવરીયા, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શ્રી હિરેનભાઇ ખખ્ખર તથા શ્રી ધવલભાઇ ખખ્ખરનો સમાવેશ થાય છે.
રાજકોટ લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિ ઉત્કર્ષના વિવિધ સામાજીક, સેવાકીય, તબીબી, શૈક્ષણિક, ધાર્મિક, સાંસ્કૃતિક, રોજગારલક્ષી વિગેરે કાર્યોનું સુચારૂ સંચાલન થઇ શકે તે માટે વિવિધ કમિટીઓની પણ રચના કરવામાં આવી હતી. જેમાં મહિલા સમિતિ (ચેરપર્સન તરીકે શ્રીમતિ રીટાબેન એસ.કુંડલીયા), પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ કમિટિ (ચેરમેન તરીકે શ્રી હિરેનભાઇ ખખ્ખર) ઓડીટ એન્ડ ફ્રોડ મોનિટરીંગ કમિટિ (ચેરમેન તરીકે શ્રી ધવલભાઇ ખખ્ખર) તથા આંતરીક ફરિયાદ સમિતિ (પીઠ્ઠાસીન અધિકારી તરીકે સુલભાબેન શીંગાળા)નો સમાવેશ થાય છે. શહેરના નામાંકીત આંખના સર્જન ડો.ચેતનભાઇ હિન્ડોચા તથા રઘુવંશી મહિલા અગ્રણી શ્રીમતિ સીમાબેન તેજસભાઇ રાજદેવને કો-ઓપ્ટ સભ્યો તરીકે નિમણુંક આપવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ લોહાણા મહાજનની ગત ટર્મનો અહેવાલ મહાજનના કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇએ આપ્યો હતો. તેમણે કહ્યું હતુ કે અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના સતત માર્ગદર્શન હેઠળ રાજકોટ લોહાણા મહાજને ગત ટર્મમાં જ્ઞાતિ ઉત્કર્ષના ઉત્કૃષ્ટ કાર્યો કર્યા છે,

- Advertisement -

રાજકોટ લોહાણા મહાજન
નવી ટર્મ માટેના હોદ્દેદારો ટ્રસ્ટીઓ
રાજુભાઇ પી. પોબારૂ પ્રમુખ
ડો.નિશાંતભાઇ જે. ચોટાઇ કારોબારી પ્રમુખ
શ્રીમતિ રૂપલબેન આર. રાજદેવ ઉપપ્રમુખ
શ્રીમતિ રીટાબેન બી. કોટક મંત્રી
ધવલભાઇ ડી. કારીયા ખજાનચી
શ્રીમતિ અલ્કાબેન જે. પુજારા ટ્રસ્ટી
શ્રીમતિ અલ્પાબેન આર. બરછા ટ્રસ્ટી
ડો.ભાવેશભાઇ એ. સચદે ટ્રસ્ટી
શ્રીમતિ ભાવિનીબેન આઇ. ખખ્ખર ટ્રસ્ટી
ધવલભાઇ આઇ. ખખ્ખર ટ્રસ્ટી
દિનેશભાઇ આર. બાવરીયા ટ્રસ્ટી
હરીશભાઇ જે. લાખાણી ટ્રસ્ટી
હિરેનભાઇ આર. ખખ્ખર ટ્રસ્ટી
ડો.જનકભાઇ કે. ઠક્કર ટ્રસ્ટી
એડવોકેટ જતીનભાઇ ડી. કારીયા ટ્રસ્ટી
જીતુભાઇ એ. ચંદારાણા ટ્રસ્ટી
કિશોરભાઇ જે. કોટક ટ્રસ્ટી
ડો.કૃપાબેન એચ. ઠક્કર ટ્રસ્ટી
એડવોકેટ મનિષભાઇ એચ. ખખ્ખર ટ્રસ્ટી
મુકેશભાઇ એલ. પાબારી ટ્રસ્ટી
શ્રીમતિ નિકિતાબેન એન. નથવાણી ટ્રસ્ટી
ડો.પરાગભાઇ ડી. દેવાણી ટ્રસ્ટી
શ્રીમતિ રીટાબેન એસ. કુંડલીયા ટ્રસ્ટી
શૈલેષભાઇ જે. પાબારી ટ્રસ્ટી
એડવોકેટ શ્યામલભાઇ એમ. સોનપાલ ટ્રસ્ટી
એડવોકેટ તુષારભાઇ એમ. ગોકાણી ટ્રસ્ટી
ડો.ચેતનભાઇ આર. હિન્ડોચા કો-ઓપ્ટ ટ્રસ્ટી
શ્રીમતી સીમાબેન ટી. રાજદેવ કો-ઓપ્ટ ટ્રસ્ટી

કાબિલેદાદ કામગીરી કરનાર ચૂંટણી કમિશનર ડો.પુરૂષોતમભાઇ પીપરીયાએ તમામ 26 ટ્રસ્ટીઓને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા
કિરીટભાઇ ગણાત્રાએ અમારી ઉપર મૂકેલા વિશ્ર્વાસને સાર્થક કરવા ‘ટીમ રાજકોટ લોહાણા મહાજન’ સદાય તત્પર છે: રાજુભાઇ પોબારૂ

- Advertisement -

જેને લીધે સમગ્ર સમાજ ઉપર ખૂબ મોટી હકારાત્મક અસર થઇ છે. રામકથા, અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ -2023, બ્રહ્મભોજન, સિનિયર સિટીઝનો માટે દ્વારકા-નાગેશ્વર યાત્રા, જરૂરીયાતમંદોને અનાજ વિતરણ વિગેરેને કારણે સમગ્ર રઘુવંશી સમાજમાં અસામાન્ય એકતાની ભાવના ઉજાગર થઇ છે.
ગર્મ ટર્મના અહેવાલ બાદ આરસીસી બેંકના સીઇઓ, કાયદેઆઝમ અને રાજકોટ લોહાણા મહાજનની ચૂંટણીના ચૂંટણી કમિશનર ડો. પુરૂષોતમભાઇ પીપરીયાએ મિટીંગના એજન્ડા મુજબ કાર્યવાહી સંદર્ભે ચૂંટણીમાં નામાંકન પત્રો ભરનાર તમામ ઉમેદવારો સામે બંધારણમાં જણાવેલ ટ્રસ્ટીઓની સંખ્યા કરતા વધુ ઉમેદવારો ન આવતા, તમામ ટ્રસ્ટીઓને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા. હાજર રહેલા સૌએ તમામને તાળીઓથી વધાવી લીધા હતા. ત્યારબાદ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયેલ તમામ ટ્રસ્ટીઓની રાજકોટ લોહાણા મહાજનની ઉપરોકત કમિટિઓમાં પણ સર્વાનુમતે યથાયોગ્ય વરણી કરવામાં આવી હતી.
રાજકોટ લોહાણા મહાજનની સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટાયેલા જાહેર થયેલ શ્રી રાજુભાઇ પોબારૂએ નવા ટ્રસ્ટી મંડળની પ્રથમ બેઠકને સંબોધન કરતા જણાવ્યું હતુ કે આદરણીય શ્રી કિરીટભાઇ ગણાત્રાએ ‘ટીમ રાજકોટ લોહાણા મહાજન’ ઉપર મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા સમગ્ર ટીમ સદાય તત્પર છે. રામકથા, અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ 2023, બ્રહ્મભોજન, સિનિયર સિટીઝનો માટે નિ:શુલ્ક યાત્રા પ્રવાસ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના વર્ગો, સર્વજ્ઞાતિ-સર્વરોગ નિદાન કેમ્પ, કોરોનામાં વેકસીનેશન કેમ્પ, કોરોના કેર સેન્ટર વિગેરે સમાજલક્ષી-પ્રેરણાદાયી પ્રવૃતિઓને કારણે સમગ્ર વિશ્વમાં રાજકોટ લોહાણા મહાજનની શાખ ટોચ ઉપર પહોંચી છે તે પણ શ્રી કિરીટભાઇ ગણાત્રાની દીર્ધદ્રષ્ટિને આભારી હોવાનું રાજુભાઇ પોબારૂએ જણાવ્યું હતું. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જ્ઞાતિઉત્કર્ષ-સમાજ ઉત્કર્ષના વિવિધ કાર્યો કરવા માટે રાજકોટ લોહાણા મહાજનની નવી ટીમ હંમેશા દોડતી રહેશે તેવો પણ દ્રઢ વિશ્વાસ મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂએ વ્યકત કર્યો હતો.


મિટીંગમાં વિશેષ ઉપસ્થિત રહેલા અકિલા પરિવારના મોભી, રાજકોટ લોહાણા મહાજનના પથદર્શક, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ આશીર્વચન આપતા જણાવ્યુ હતું કે રામ-લખનની જોડી ગણાતા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇની સમગ્ર ટીમ રઘુવંશી સમાજને એક તાંતણે બાંધવામાં સફળ રહી છે જે અભિનંદનને પાત્ર છે. સમાજ, ધર્મ, રાષ્ટ્ર માટે અસંખ્ય રઘુવંશીઓએ બલીદાનો પણ આપ્યા હોવાનું તેઓએ જણાવ્યુ હતું.
શ્રી કિરીટભાઇ ગણાત્રાએ ચિંતા પણ વ્યકત કરી હતી કે તાકાતવર રઘુવંશી સમાજમાં એકતાના અભાવને કારણે ઘણી વખત સમાજને અકલ્પનીય નુકશાન પણ થતુ જોવા મળે છે. જેથી દરેક સંસ્થા તથા ક્ષેત્રમાં રઘુવંશીઓમાં એકતારૂપે આમૂલ પરિવર્તન ખૂબ જરૂરી છે. સમગ્ર સમાજ અહ્મમુકત બનીને સકારાત્મકતા અને સમજદારી કેળવે તેવી પ્રાર્થના પણ શ્રી કિરીટભાઇ ગણાત્રાએ ઇશ્વરને કરી હતી. શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન, આશીર્વચન બાદ રાજકોટ લોહાણા મહાજનના નવનિયુકત તમામ હોદેદારો, ટ્રસ્ટીઓના શ્રી કિરીટભાઇ ગણાત્રા દ્વારા સન્માન કરવામાં આવ્યા હતા અને ફોટોસેશન રાખવામાં આવ્યું હતું. હોદ્દેદારોની નિમણુક અંગે જરૂરી પેપરવર્ક કરવામાં જાણીતા કાયદા નિષ્ણાંત શ્રી શ્યામલભાઇ સોનપાલે સુપેરે ફરજ બજાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન તથા અંતમાં આભારવિધિ સંસ્થાના ટ્રસ્ટી ડો.પરાગભાઇ દેવાણી દ્વારા કરવામાં આવી હતી.

ચૂંટણી કમિશનર તરીકે કાયદેઆઝમ ડો.પુરૂષોતમ પીપરીયાની સરાહનીય કામગીરી
રાજકોટ લોહાણા મહાજનની ગત ચૂંટણી પછી ચૂંટાયેલ ટ્રસ્ટીઓ અને મહાજન સમિતિએ જુના બંધારણમાં ફેરફાર કરવા માટે અકિલાના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ અને કાયદેઆઝમ ડો.પુરૂષોતમ પીપરીયાના વડપણ હેઠળ રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટના બંધારણ માટે સુધારણા સમિતિ રચવામાં આવેલ હતી. તે સમિતિની ભલામણો મહાજન સમિતિએ સ્વીકારીને ચેરીટી કમિશનરશ્રી કચેરીમાં બંધારણ સુધારણા દરખાસ્ત રજુ કરતા ચેરીટી કમિશનરશ્રી તરફથી નવું બંધારણ મંજુર કરવામાં આવેલ. તેમાં નિર્દિષ્ટ ચૂંટણી અંગેના પ્રાવધાનો અનુસાર ચૂંટણી કરવા માટે ચૂંટણી કમિશનર તરીકે આરસીસી બેંકના સીઇઓ ડો.પુરૂષોતમ પીપરીયાની નિમણૂંક કરવામાં આવેલ હતી.
ડો.પુરૂષોતમ પીપરીયાએ બંધારણ અને કાયદાના પ્રાવધાનોના પરિપ્રેક્ષ્યમાં કોઇપણ પ્રકારના વિધ્નો વગર ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરેલ તે અંગે રાજકોટ લોહાણા મહાજનને ડો. પુરૂષોતમ પીપરીયાની કામગીરીને બિરદાવી હતી.

You Might Also Like

2500 કરોડના સાયબર ફ્રોડમાં યસ બૅન્કના મેનેજર સહિત ત્રણ અધિકારીની ધરપકડ

માર્ગ અકસ્માત અટકાવવા કડક પગલાં

મતદાન વધારવા તંત્રની અનોખી પહેલ દવાના બિલથી માંડી ટેક્સ રિસિપ્ટ સુધી દરેક જગ્યાએ અપીલ…

રાજકોટની રળિયામણી રાત પણ ગરમ!

નિ:રસ ચૂંટણી: રાજકીય પક્ષો પરંપરાગત માધ્યમોની જગ્યાએ ડિજિટલ મીડિયામાં પ્રચાર-પ્રસાર કરવા લાગ્યા: જનસભા, જમણવારોમાં નોંધપાત્ર ઘટાડો

TAGGED: LohanaMahajan, officebearers, Rajkot, Trustees
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article J.M.J ગ્રુપના આંગણે 101 દીકરીના જાજરમાન સમૂહલગ્નની તૈયારીનો ધમધમાટ શરૂ
Next Article મનપા સંચાલિત પુસ્તકાલયોનો નવેમ્બર માસમાં 28576 નાગરિકોએ લીધો લાભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ASTROLOGER

વાસ્તુ ટિપ્સ: પૈસા તાકતા નથી? જાણો પર્સમાં કઈ 5 વસ્તુ રાખવાથી ક્યારેય નહિ થાય તંગી!

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર: 8માં પગાર પંચમાં લઘુતમ બેઝિક પગાર રૂ.69,000 કરવાનો પ્રસ્તાવ
યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ
અમેરિકા-ઈરાન વચ્ચે ભારત કરશે મધ્યસ્થી? રાજનાથ સિંહે કહ્યું- ભવિષ્યમાં ભૂમિકા સંભવ
સીઝફાયર માત્ર કાગળ પર? હોર્મુઝમાં ફરી હિંસક અથડામણ, ઈરાને જહાજનું કંટ્રોલ રૂમ ઉડાવ્યું
અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ! ચીને મન મૂકીને કરી ખરીદી, તમામ રેકોર્ડ તૂટ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

2500 કરોડના સાયબર ફ્રોડમાં યસ બૅન્કના મેનેજર સહિત ત્રણ અધિકારીની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

માર્ગ અકસ્માત અટકાવવા કડક પગલાં

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

મતદાન વધારવા તંત્રની અનોખી પહેલ દવાના બિલથી માંડી ટેક્સ રિસિપ્ટ સુધી દરેક જગ્યાએ અપીલ…

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?