3,000 બેડ તૈયાર કરવામાં આવ્યા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સિવિલ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, મુવેબલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલ કોરોના સામે લડવા સજજ
ચેપ ફેલાતો કેવી રીતે રોકી શકાય?
- ખાંસી કે છીંક આવે ત્યારે ટિસ્યૂ પર કે હાથરૂમાલ પર કરો. તે પણ ના હોય ત્યારે કોણી વાળીને તેની વચ્ચે કરો જેથી છાંટા આસપાસ ઊંડે નહીં.
- ટિસ્યૂ તરત ફેંકી દો. તેની પાછળનો હેતુ વાઇરસ ધરાવતા છાંટા બીજા સુધી ના પહોંચે અને ચેપ ના લગાવે તેવો છે.
- આ જ કારણસર એકબીજાથી 2 મિટરનું – બંને બાજુ હાથ ફેલાવીએ લગભગ તેટલું અંતર રાખવા માટેનું કહેવામાં આવે છે.
- ઘણા બધા વિસ્તારોમાં લોકોને ઘરની બહાર ના નીકળવા સૂચના આપવામાં આવી છે. અનિવાર્ય કામે જ બહાર નીકળવું જોઈએ, જેથી ખાંસી કે છીંક ખાનારા બીજા લોકોના સંપર્કમાં આવવાનું બને નહીં.
- બહાર નીકળો અને સંપર્કમાં આવો ત્યારે હાથ મેળવવાનું ટાળો એમ WHO કહે છે. જરાક નમીને કે નમસ્તે કહીને હાથ જોડીને અભિવાદન કરી શકાય.
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ઓમિક્રોનના બે દર્દી સારવાર હેઠળ છે. જેમાં પહેલો કેસ નોંધાયો હતો તે દર્દીનો રિપોર્ટ બેવાર નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાકની અંદર આ દર્દીને સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. બીજ તરફ ત્રીજી લહેરને લઇને આરોગ્ય અને વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. આજે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.આર.એસ. ત્રિવેદી અને જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ નવી મુવેબલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમજ રાજકોટમાં ત્રીજી લહેરને લઇને કુલ 3 હજાર બેડની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સિવિલ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, મુવેબલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાં કુલ 3 હજાર બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને લઇને તેત્રણ તૈયારી શરૂ કરી દીધી છે. બીજી તરફ રાજકોટ માટે રાહતના પણ સમાચાર છે કે બેમાંથી ઓમિક્રોનનો એક દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.



