માત્ર 100 મીટરની વિઝિબિલિટી હોવાથી સ્પાઇસ જેટની ફ્લાઇટ મોડી પડતા મુસાફરો કલાકો સુધી પરેશાન થયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં આજે સતત ત્રીજા દિવસે ગાઢ ધુમ્મસ છવાતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. રાજકોટ એરપોર્ટ ઉપર પણ આ જ સ્થિતિ ઉદભવતા અને વિઝિબિલિટી માત્ર 100 મીટરની થતા વહેલી સવારે 6 વાગ્યે મુંબઇથી રાજકોટ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઉતરાણ રદ કરવું પડ્યું હતું અને ફ્લાઇટ મુંબઇ પરત ગઇ હતી. આથી 100થી વધુ મુસાફરો અકળાઇ ઉઠ્યા હતા અને દેકારો બોલી ગયો હતો.
આ ઉપરાંત સ્પાઇસ જેટની ફ્લાઇટ પણ જે દિલ્હીથી સવારે 9.30 વાગ્યે આવે છે તે પણ અડધો કલાક લેટ પડી હતી.
આ ફ્લાઇટ 10 વાગ્યે આવી હતી, આજે રાજકોટમાં મુંબઇ જવાવાળા અને આવવાવાળા મુસાફરો હેરાન-પરેશાન થઇ
ગયા હતા.
- Advertisement -



