પંડિત દીનદયાળ અંત્યોદય યોજના- ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત રૂ. ૧૭૪.૬૫ લાખના ખર્ચે બનેલા આશ્રયસ્થાનમાં આધુનિક સુવિધાઓ
રાજકોટ – અંત્યોદય અને ઘર-વિહોણા શહેરી પરિવારો વરસાદ વાવાઝોડું કે ઠંડીમાં શાંતિથી રહી શકે તે માટે સરકારે તેમની પણ ચિંતા કરીને આશ્રયસ્થાનોની યોજના બનાવી છે, જે અંતર્ગત રાજકોટ જિલ્લાની ગોંડલ નગરપાલિકા દ્વારા નિર્મિત આધુનિક આશ્રયસ્થાન શેલ્ટર હાઉસનું લોકાર્પણ શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયાએ કર્યું હતું.
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયાએ ગોંડલમાં ઘર વિહોણા લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
- Advertisement -
આ શેલ્ટર હાઉસમાં ૧૦૩થી વધુ લોકો રહી શકે તે માટે પલંગ અને પથારી સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પંડિત દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન ગુજરાત અર્બન લાઇવલી હુડ મિશન અંતર્ગત આ સેન્ટર હાઉસ રૂ ૧૭૪ લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે.
આ પ્રસંગે સાંસદ રમેશભાઈ ધડુક, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, અગ્રણી મનીષભાઈ ચાાંગેલા, નગરપાલિકાના પ્રમુખ શિતલબેન કોટડીયા, રિજિયોનલ કમિશનર મ્યુનિસિપાલિટી ધીમંતકુમાર વ્યાસ તેમજ ચીફ ઓફિસર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.



