ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જિલ્લા પંચાયતની ૧૦૯૦ સીટ વિસ્તારમાં ૧૦૦ વિકાસ રથ ફરી યોજનાકીય જાગૃતિ અભિયાન યોજાશે
રાજકોટ – આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજયમાં ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યેાજાઇ રહ્યા છે. જે અંતર્ગત આગામી તા. ૧૮ થી ૨૦ નવેમ્બર દરમિયાન ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ત્રિદિવસીય કાર્યક્રમ સમગ્ર રાજયમાં યોજાનાર છે. જેનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટલના વરદ હસ્તે તા. ૧૮મીના રોજ ખેડા ખાતે યોજાનાર રાજયકક્ષાના કાર્યક્રમથી પ્રારંભ કરાશે.
- Advertisement -
આ કાર્યક્રમ અન્વયે સમગ્ર રાજયની કુલ ૧૦૯૦ જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાં ૧૦૦ જેટલા વિકાસ રથ પરિભમ્રણ કરશે. આ કાર્યક્રમ અન્વયે મંત્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતીમાં ગ્રામવિકાસ વિભાગ અને અન્ય ૯ વિભાગને સાંકળી આ વિકાસરથ સાથે સંબંધીત ગામમાં વિવિધ યોજનાકીય માહિતીથી ગ્રામજનોને માહિતગાર કરાશે. આ ઉપરાંત વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ, લોન સહાયના ચેકોનુ વિતરણ, વિવિધ કેમ્પો અને નદર્શન શિબિરો, હરીફાઇ પણ યોજાશે.
તા. ૨૦મી નવેમ્બરના રોજ તાલુકા કક્ષાએ આ કાર્યક્રમનું સમાપન કરાશે.



