સાંસદ રમેશભાઈ ધડુક તેમજ સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ
રાજકોટ – સ્વામિનારાયણ ધર્મમાં સૌથી વધુ મહત્ત્વ ધરાવતું જેતપુર સ્વામિનારાયણ ભગવાનનું ગાદીસ્થાન મંદિર છે, તેના ૨૨૦ વર્ષ પુરા થવાના પ્રસંગે જેતપુર સ્વામિનારાયણ ગાદીસ્થાન મંદિર દ્વારા ગાદી- પદાભિષેક અને કથાપારાયણ ઉત્સવ યોજાઇ રહ્યો છે.

- Advertisement -
આ ઉત્સવના બીજા દિવસે શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા ઉત્સવમાં જોડાયા હતા. મંત્રીએ કથા પારાયણનું રસપાન કરી મહાઆરતી કરી હતી. આ પ્રસંગે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, અગ્રણી ચેતનભાઈ રામાણી સહિત સંતગણની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

ઉત્સવ પ્રસંગે પધારેલ મંત્રી વિનોદભાઈ મોરડીયાનું સ્વામિનારાયણ મંદિરના સંત નીલકંઠચરણદાસજી અને સંત વિવેકસાગરદાસજી સ્વામીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સેવા સંસ્કાર અને ધર્મનું શ્રેષ્ઠ કાર્ય થઈ રહ્યું છે, તેમાં પણ જેતપુરના ભગવાન સ્વામિનારાયણના ગાદી સ્થાન ની પવિત્રતા પ્રજ્વલિત રહી છે, જેના માધ્યમથી લોકોને ધર્મ-ભક્તિના આદર્શોની પ્રેરણા પ્રાપ્ત થતી રહે છે . મંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે આ ઉત્સવમાં મને પધારવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તેનાથી હું ધન્ય બન્યો છું.
- Advertisement -

આ પ્રસંગે સાંસદ રમેશભાઈ ધડુક અને અગ્રણી મનસુખભાઈ ખાખરીયા નું પણ સંતો હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જેતપુર ખાતે આયોજિત ગાદી પદાભિષેક ઉત્સવ ૧૪-નવેમ્બર સુધી ચાલશે અને તેમાં હરીભક્તોને કથા પારાયણ નું રસપાન કરાવાશે. અને દરરોજ વિશેષ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે.



