રાજકોટ – શહેરી વિકાસ રાજયમંત્રી વિનોદભાઈ મોરડીયાએ રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે માર્કેટીંગ યાર્ડના હોલમાં રાજકોટ જિલ્લાની નગરપાલિકાઓના પદાધિકારીઓ, તેમજ સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક યોજી નગરપાલિકા વિસ્તારના પ્રશ્નો- હકારાત્મક રજૂઆતો સૂચનો સાંભળી શહેરી વિસ્તારોના સર્વ સમાવેશક વિકાસ માટે પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. મંત્રી એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘‘જયાં માનવી ત્યાં સુવિધા- જનસુખાકારી’’ના સંકલ્પને સિદ્ધ કરવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા તેમજ અગ્રણી મનીષભાઈ ચાંગેલા, મનસુખભાઈ રામાણી અને નાગદાનભાઈ ચાવડાએ મંત્રીનું સ્વાગત કર્યું હતું.



