By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    5 minutes ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    11 minutes ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    1 hour ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    1 day ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 hours ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
AuthorBhavy Raval

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

Khaskhabar Editor
Last updated: 2026/08/14 at 2:57 PM
Khaskhabar Editor 35 minutes ago
Share
5 Min Read
SHARE

વ્યસન, નબળાઈ અને ભૂલો વચ્ચે પણ શિવજીની ભક્તિનો અધિકાર સૌને

કોણ વધુ ધાર્મિક-આધ્યાત્મિક છે તેનો નિર્ણય કેવી રીતે થઈ શકે?

- Advertisement -

જે અપૂર્ણ છે, અધૂરું છે, અશાંત છે તેના માટે મહેશ્વર મૌજૂદ છે

ભવ્ય રાવલ (લેખક-પત્રકાર)

– આખું વર્ષ ઈંડા ખાતા અને દારૂ પીતા લોકો હવે મહાદેવને ભજવા નીકળ્યા છે!

- Advertisement -

– કાયમ ગાળો બોલતા માણસોના મોઢે ૐ નમઃ શિવાયના જાપ સારા નથી લાગતા!

– કોઈ દિવસ ગામનાં શિવાલય ગયા નહીં ને હવે સોમનાથ દર્શને હાલી નીકળ્યા!

પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય એટલે આવા ઘણા વાક્યો વારંવાર સાંભળવા મળે. આ વાક્ય બોલનારાઓને લાગે છે કે એકમાત્ર તેઓ જ સાચા શિવભક્ત છે અને બાકીના બધા ઠગભક્ત. ઘણીવાર એવી માન્યતા જોવા મળે છે કે ધર્મ, ભક્તિ, ધ્યાન કે આધ્યાત્મિકતા માત્ર સાત્વિક જીવન જીવતા લોકોનો જ વિષય છે. કોઈ વ્યક્તિ માંસાહાર કરતી હોય કે દારૂ પીતી હોય કે ભૂંડા બોલતી હોય તો તેને ધ્યાનધર્મ કરવાનો અધિકાર નથી. અહીં યક્ષપ્રશ્ન એ છે કે શું ધ્યાન-ધર્મના દ્વાર માત્ર સંપૂર્ણ પવિત્ર ગણાતા લોકો માટે જ ખુલ્લા છે? કે પછી તે દરેક મનુષ્યનો અધિકાર છે? અને આપણામાંથી કેટલા પૂર્ણ પવિત્ર આત્મા છે?

ધ્યાન-ધર્મનો હેતુ જ માણસને તેના દોષો સાથે સ્વીકારીને તેને વધુ સારા માર્ગે દોરવાનો છે. જો કોઈ વ્યક્તિ આખું વર્ષ પોતાની કેટલીક ખોટી-ખરાબ આદતો સાથે જીવતી હોય અને શ્રાવણ માસમાં તેને ત્યજીને મહાદેવ પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિ વ્યક્ત કરવા મંદિરે જાય, ઉપવાસ કરે કે ૐ નમઃ શિવાયના જાપ કરે તો તેની આસ્થા પર સવાલો ઉઠાવી અપમાનિત કરવું કેટલું યોગ્ય છે?

જો આપણે ધર્મગ્રંથો અને ઈતિહાસ જોઈએ તો જાણવા મળે છે કે ભગવાને ક્યારેય ભક્તોની પરીક્ષા તેઓ શું ખાય, શું પીએ કે શું બોલે કે તેમના ભૂતકાળના આધારે લીધી નથી. ભોળાનાથે હંમેશા ભાવ, ભક્તિ અને પરિવર્તનની ઇચ્છાને મહત્ત્વ આપ્યું છે. અને પ્રભુ પાસે પહોંચીને જ શુદ્ધાત્માને પામી શકાય છે.

બુદ્ધે અંગુલિમાલ જેવા ખૂંખાર લૂંટારાને પણ સ્વીકાર્યો હતો. વાલ્મીકિ પણ શરૂઆતમાં સંત નહોતા. અનેક ધાર્મિક ગ્રંથોમાં એવા ઉદાહરણો જોવા મળે છે કે જ્યાં પાપી કે ભટકેલા માણસે ધાર્મિક – આધ્યાત્મિક માર્ગ અપનાવીને જીવન પરિવર્તિત કર્યું. જો ધ્યાન-ધર્મ માત્ર પહેલેથી જ શ્રેષ્ઠ લોકો માટે હોત તો આવા ઉદાહરણો ક્યારેય સર્જાયા ન હોત. શિવરાત્રીની કથા અનુસાર એક ક્રૂર શિકારી (પારધી) જંગલમાં રાત્રે હરણની રાહ જોતાં અજાણતા જ શિવજીની પૂજા કરી બેસે છે, જેનાથી તેનો ઉદ્ધાર થઈ જાય છે.

હવે જો કોઈ વ્યક્તિ અજાણ્યે નહીં પણ જાણીબૂઝી કશું ખોટું-ખરાબ છોડીને શ્રાવણ માસમાં સંયમ પાળતી હોય તો તે તેના માટે આત્મનિયંત્રણનો એક પ્રયાસ હોઈ શકે. કોઈ વ્યસની શ્રાવણ દરમિયાન વ્યસનમુક્ત રહેવાનો સંકલ્પ લેતો હોય કે કોઈ અપશબ્દોની જગ્યાએ મંત્રોચ્ચાર કરે તો તે તેના જીવનમાં સકારાત્મક પરિવર્તનની શરૂઆત પણ બની શકે. જો કોઈ વ્યક્તિ માંસ-મદિરા છોડવા માટે ધ્યાન-ધર્મનો સહારો લેતી હોય તો તેને પહેલા દારૂ છોડ અને માંસ મૂકી દે પછી ધ્યાન-ધર્મ કર કહેવું તર્કસંગત નથી. ઘણીવાર ધ્યાન-ધર્મ જ વ્યક્તિને ખરાબ આચાર-વિચારમાંથી બહાર લાવવાનું માધ્યમ બને છે.

વિચિત્ર વાત એ છે કે, આપણે એટલા દંભી છીએ કે હંમેશા અન્યમાં રહેલી નકારાત્મક બાબતો પર નજર રાખીએ છીએ. અન્યના સ્વભાવ, પ્રામાણિકતા અને માનવતા આપણે જોઈ શકતા નથી. કોઈ વ્યક્તિ જીવનભર દારૂ-ગાંજો પીવાથી કે ચિકન-મટન ખાવાથી દૂર રહી હોય પણ ભ્રષ્ટાચાર, છેતરપિંડી કે અન્યને હાનિ પહોંચાડવા સિવાય કશું કરતી જ ન હોય અને બીજી તરફ કોઈ વ્યક્તિ પોતાની કેટલીક નબળાઈઓ હોવા છતાં ઈમાનદારી અને કરુણાથી જીવન જીવતી હોય તો કોણ વધુ ધાર્મિક-આધ્યાત્મિક છે તેનો નિર્ણય કેવી રીતે થઈ શકે?

અવશ્ય.. બેશક.. નિઃશંકપણે.. મોટાભાગની પરંપરાઓ સંયમ, સાત્વિકતા અને વ્યસનમુક્તિનું સમર્થન કરે છે. જોકે તે ધર્મમાં પ્રવેશ માટેની પૂર્વશરત નથી, તે ધ્યાન-ધર્મના માર્ગ પર આગળ વધવાનું એક લક્ષ્ય છે. શિવાલયના દ્વાર એવા લોકો માટે વધુ જરૂરી છે જેઓ પોતાના જીવનમાં કંઈક સારું પરિવર્તન લાવવા માંગે છે. જે અપૂર્ણ છે, અધૂરું છે, અશાંત છે તેના માટે મહેશ્વર મૌજૂદ છે.

આપણી સૌથી મોટી ભૂલ એ છે કે આપણે ધ્યાન-ધર્મને સુધારાની પ્રક્રિયા નહીં પરંતુ સંસ્કારીઓ માટેના સર્ટિફિકેટ તરીકે જોઈએ છીએ. પરિણામે ઘણા લોકો ધાર્મિક સ્થળો અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી દૂર થઈ જાય છે. જ્યારે હકીકતમાં ધ્યાન-ધર્મના દ્વાર દરેક માટે ખુલ્લા હોવા જોઈએ, પછી ભલે તે સંત હોય કે સંઘર્ષ કરી રહેલો સામાન્ય માણસ.

દેવોના દેવ મહાદેવને ભોળાનાથ કહેવાય છે. શાસ્ત્રોમાં તેઓ એવા દેવ તરીકે વર્ણવાયા છે જે ભક્તના ભાવને સ્વીકારે છે. તેઓ ભૂલોને માફ કરી દેનારા દયાળુ દેવોના દેવ છે, શંકર કલ્યાણકારી છે, તમામ જીવો અને આત્માઓના સ્વામી વિશ્વનાથ છે. તેથી ધ્યાન-ધર્મનો સાચો સંદેશ એ નથી કે તેમને પૂજવા માટે કોણ લાયક છે અને કોણ લાયક નથી, સાચો સંદેશ એ છે કે જીવમાં શિવને પામી સુધારાની ઈચ્છા ધરાવતો દરેક મનુષ્ય પશુપતિ સુધી પહોંચવાનો અધિકારી છે.

You Might Also Like

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

ખાસ-ખબરની છ વર્ષની ખબર

બેંક લોનમાં જામીનદાર બનવું એ ગંભીર કાનૂની જવાબદારી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Next Article મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
પ્લાસ્ટિક વેસ્ટ સહિતના જૈવિક પદાર્થમાંથી બી-ગ્રેડ ઈંધણ બનાવતા બે ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
AuthorKinnar Acharya

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?