By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં ઈઝરાયલની એક્શન, અનેક ગામડાં તબાહ
    6 hours ago
    શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! ઈરાનનો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ
    6 hours ago
    જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
    1 day ago
    યુદ્ધનો ખર્ચ અમેરિકા ઉઠાવે, નહીં તો ઓઈલના સોદા યુઆનમાં થશે’, UAEની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી
    1 day ago
    સીઝફાયર માત્ર કાગળ પર? ઇઝરાયલે લેબેનોનમાં ‘બફર ઝોન’નો નકશો જાહેર કર્યો; સૈનિકો પાછા નહીં ખેંચાય
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓઈલ માર્કેટ ચિંતિત! શાંતિ મંત્રણા તૂટશે તો ટ્રમ્પ માટે કપરાં ચઢાણ
    4 hours ago
    ઈરાન સાથે સમાધાન ન થાય ત્યાં સુધી નાકાબંધી: ટ્રમ્પ
    4 hours ago
    પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું
    1 day ago
    અમેરિકામાં પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની હત્યા કરી
    1 day ago
    જમ્મુમાં મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકી, 21 લોકોનાં મોત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    4 hours ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    6 hours ago
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    1 day ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    1 day ago
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    5 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    6 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: #justice_for_nair ક્યારે? એ પણ સુશાંતની જેમ મરી જાય ત્યારે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Tushar Dave > #justice_for_nair ક્યારે? એ પણ સુશાંતની જેમ મરી જાય ત્યારે?
AuthorTushar Daveરાજકોટસ્પોર્ટ્સ

#justice_for_nair ક્યારે? એ પણ સુશાંતની જેમ મરી જાય ત્યારે?

Khaskhabar Editor
Last updated: 2022/01/13 at 1:42 PM
Khaskhabar Editor 6 years ago
Share
8 Min Read
SHARE

નાયરની ‘કરુણતા’। : ક્યારે કીધું કે હક આપો, અમને એકાદી તક આપો!

એ ઈંગ્લેન્ડ સામેની પોતાની કેરિયરની ત્રીજી જ ટેસ્ટમાં 303 રન કરીને નોટઆઉટ રહ્યો, પણ સિલેક્ટર્સે ટીમમાંથી ‘આઉટ‘ કરી દીધો!

આપણે ટેલેન્ટેડ વ્યક્તિ સાથે અન્યાય થતો હોય તો એ મુદ્દે બોલવા માટે એ મરી જાય ત્યાં સુધી રાહ કેમ જોઈએ છીએ? ભારતમાં મહાન થવા માટે મરવું ફરજિયાત છે?

ટેસ્ટ ક્રિકેટમાં એના નામે જે રેકોર્ડ બોલે છે એ વિરાટ કોહલી, રોહિત શર્મા કે ચેતેશ્વર પુજારા તો ઠીક, પણ રાહુલ દ્રવિડ અને વી. વી. એસ. લક્ષ્મણથી પણ મહાન છે. એણે પોતાના કેરિયરની ત્રીજી જ ટેસ્ટમાં જે વ્યક્તિગત જુમલો ખડક્યો હતો એવડું કારનામુ પોતાની આખી કેરિયરમાં સચિન તેન્ડુલકર કે સુનિલ ગાવસ્કર પણ કરી શક્યા નથી.

Contents
નાયરની ‘કરુણતા’। : ક્યારે કીધું કે હક આપો, અમને એકાદી તક આપો!એ ઈંગ્લેન્ડ સામેની પોતાની કેરિયરની ત્રીજી જ ટેસ્ટમાં 303 રન કરીને નોટઆઉટ રહ્યો, પણ સિલેક્ટર્સે ટીમમાંથી ‘આઉટ‘ કરી દીધો!આપણે ટેલેન્ટેડ વ્યક્તિ સાથે અન્યાય થતો હોય તો એ મુદ્દે બોલવા માટે એ મરી જાય ત્યાં સુધી રાહ કેમ જોઈએ છીએ? ભારતમાં મહાન થવા માટે મરવું ફરજિયાત છે?

તુષાર દવે
ટેસ્ટ ક્રિકેટમાં એના નામે જે રેકોર્ડ બોલે છે એ વિરાટ કોહલી, રોહિત શર્મા કે ચેતેશ્વર પુજારા તો ઠીક, પણ રાહુલ દ્રવિડ અને વી. વી. એસ. લક્ષ્મણથી પણ મહાન છે. એણે પોતાના કેરિયરની ત્રીજી જ ટેસ્ટમાં જે વ્યક્તિગત જુમલો ખડક્યો હતો એવડું કારનામુ પોતાની આખી કેરિયરમાં સચિન તેન્ડુલકર કે સુનિલ ગાવસ્કર પણ કરી શક્યા નથી.

- Advertisement -

એનું નામ કરુન. કરુન કલાધરન નાયર.

2016માં ભારતમાં ઈંગ્લેન્ડ સાથેની પાંચ ટેસ્ટની સિરિઝ રમાઈ હતી. ત્રીજી ટેસ્ટમાં તેને પહેલી તક મળી. ચેન્નાઈમાં રમાયેલી પાંચમી ટેસ્ટના ચોથા દિવસે ચોવીસેક વર્ષના યુવાન કરુણ નાયરે એ કરી બતાવ્યું જે ભારતના ટેસ્ટ ક્રિકેટના 90થી વધુ વર્ષના ઈતિહાસમાં સહેવાગ સિવાય બીજુ કોઈ નહોતુ કરી શક્યું. એણે ત્રેવડી સદી ફટકારી. એમાં પણ ડેબ્યુ સેન્ચ્યુરીને ટ્રીપલ સેન્ચ્યુરીમાં કન્વર્ટ કરનારો તો એ નવ દાયકામાં પહેલો ભારતીય ભાયડો પાક્યો હતો. આજે ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસને ઓલમોસ્ટ 98 વર્ષ થયાં. આ 98 વર્ષોમાં અણનમ ત્રેવડી સદી ફટકારનારો તો નાયર એક માત્ર છે. ડેબ્યુ ટેસ્ટ હન્ડ્રેડમાં સૌથી મોટો જુમલો ખડકવામાં એ વિશ્વના ઈતિહાસના હજારો ખેલાડીઓમાં ગેરી સોબર્સ અને બોબી સિમ્પસન બાદ ત્રીજા નંબરે છે. ગેરી સોબર્સે 1958માં પાકિસ્તાન સામે ડેબ્યુ હન્ડ્રેડમાં નોટઆઉટ 365 રન જ્યારે બોબી સિમ્પસને 1964માં ઈંગ્લેન્ડ સામે 311 રનની ઈનિંગ રમી હતી. એટલે એ રીતે નાયરે અનુક્રમે 58 અને 52 વર્ષ એટલે કે અડધી સદી જૂના રેકોડર્સને ટક્કર આપી હતી. અથવા તો એમ કહો કે વિશ્વના ઈતિહાસમાં અડધી સદી અને બે વર્ષ બાદ એવો ખેલાડી આવ્યો કે જેણે ડેબ્યૂ સેન્ચ્યુરીને ટ્રીપલ સેન્ચ્યૂરીમાં કન્વર્ટ કરી. કારણ કે ક્રિકેટના ઈતિહાસમાં માત્ર આ ત્રણ ક્રિકેટર્સે જ ડેબ્યૂ સેન્ચ્યૂરીને ટ્રીપલ સેન્ચ્યૂરીમાં કન્વર્ટ કરી છે. એમાં પણ નાયર સોબર્સ અને સિમ્પસન કરતાં એ રીતે આગળ છે કે તેણે આ પરાક્રમ માત્ર ત્રીજી ટેસ્ટમાં કર્યું જ્યારે પેલા બન્નેએ આ કરવા માટે ઘણી વધારે ટેસ્ટ રમી હતી. આ સાથે જ નાયર પાંચમા નંબરે આવીને ધોની, લક્ષ્મણ અને અઝહરને પાછળ રાખીને સૌથી મોટો જુમલો ખડકનારો બેટ્સમેન બની ગયો. એ મેચમાં નાયરની ત્રેવડીની મદદથી ભારતે પણ પોતાના ટેસ્ટ ઈતિહાસનો સૌથો મોટો સ્કોર 759/7 નોંધાવ્યો હતો. ભારત 75 રનથી મેચ જીત્યું હતું અને નાયર મેન ઓફ ધ મેચ થયો હતો. તેના આ પરાક્રમની નોંધ લેતી ટ્વિટ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી.

પછી શું થયું? એની અડધી સદીની કોઈ ભારતીય પ્લેયર દ્વારા રમાયેલી સૌથી યાદગાર પૈકીની એક ઈનિંગ બાદ એને માત્ર બે ટેસ્ટ રમાડીને પડતો મુકી દેવામાં આવ્યો. એવો પડતો મુકવામાં આવ્યો કે ક્યારેય કરતાં ક્યારેય એને તક જ ન આપવામાં આવી. ટીમ કોમ્બિનેશન કે એવા કોઈ બહાના હેઠળ એને બહાર કરી દેવામાં આવ્યો અને ભુલવાડી દેવામાં આવ્યો. એ પછીની એક નવી ટેસ્ટ સિરિઝની ટીમની જાહેરાત વખતે સ્ક્વોડમાં એનું નામ ન જોઈને અનેક લોકોને આશ્વર્ય થયું હતું. હરભજન સિંઘે પણ ટ્વિટ કરી હતી કે આ ટીમમાં પેલો ત્રેવડી સદી મારનારો કરુન નાયર કેમ નથી? આજે પણ ક્રિકટના રસિયાઓએ હજારો વખત ક્વોરામાં એ પ્રશ્નનો જવાબ શોધે છે કે ભારતીય ટીમમાં કરુન નાયર કેમ નથી? રોહિત શર્મા આજે ભારતીય ટીમનો હીરો બન્યો એ પહેલા એને જેટલી તકો આપવામાં આવી એ સર્વવિદિત છે. એ જ રીતે શિખર ધવનને પણ તક આપતા રહેવામાં આપણે કદી પાછું વાળીને જોયું નથી.

- Advertisement -

તો પછી જોડો ક્યાં ડંખે છે? નાયરને કેમ તક નથી અપાતી? આપણે એમ નથી કહેતા કે એણે એક ત્રેવડી ફટકારી દીધી એટલે એ મહાન બેટ્સમેન સાબિત થયો. એને રમાડે જ રાખવો. પણ ઈન્ટરનેશનલમાં ત્રેવડી મારવી એ નાની માના ખેલ નથી અને એ એણે કરી બતાવ્યું હોવાથી એને એટલિસ્ટ એટલી તક તો મળવી જ જોઈએ ને જેટલી બીજાઓને મળે છે?

રૈના-યુવરાજના ગયા બાદ ભારતમાં નંબર 4ના સ્ટેબલ ખેલાડી માટે વર્ષોથી માથાકૂટ ચાલી રહી છે. કે. એલ. રાહુલ અને શ્રેયસ ઐયરે થોડા ચમકારા બતાવ્યા પછી થોડી આશા જાગી છે, પણ એ આખા સમયગાળામાં આપણે અડધોડઝન ખેલાડીઓને તક આપી એમાં નાયરનું નામ કેમ ક્યાંય ન દેખાયું?

નાયર સાથે વાંધો શું છે એ એક્ઝેટ નથી જાણી શકાતું, પણ એને અન્યાય માટે પેલા રાયુડુના પ્રસિદ્ધ 3D વિવાદ ફેમ સિલેક્ટર એમએસકે પ્રસાદનું નામ આવે છે. 3D વિવાદ તો યાદ છે ને? બનેલું એવું કે ભારતની વર્લ્ડકપ ટીમમાં લાયક ખેલાડી અંબાતી રાયુડુના બદલે વિજય શંકરને સ્થાન મળ્યું. જે સદંતર ફેલ રહ્યો છે. રાયુડુને બદલે શંકરને લેવાનું કારણ જસ્ટિફાઈ કરતાં પ્રસાદે કહેલું કે, ‘શંકર બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેયમાં સારો છે, એ રીતે તે 3D ખેલાડી હોવાથી ટીમ કોમ્બિનેશનમાં ઉપયોગી છે.’ જેનો સણસણતો જવાબ આપતા રાયુડુએ ટ્વિટર પર લખ્યું કે, ‘વર્લ્ડકપ જોવા માટે મેં ખાસ 3D ચશ્માનો ઓર્ડર આપ્યો છે.’ એના ટ્વિટ બાદ ખુબ વિવાદ થયો અને સિલેક્ટર્સ સામે પડીને આમ પણ કેરિયર પતી ગઈ હોવાનું જાણતા રાયુડુને નિવૃત્તિ જાહેર કરી દીધી. નાયર સાથે પણ પ્રસાદ સાથે કમ્યુનિકેશનના કંઈક પ્રોબ્લેમ થયા હોવાનું કહેવાય છે. ધોની પર અનેક સિનિયર ક્રિકેટર્સના પત્તા કાપવાનો આરોપ છે, પણ લાગે છે કે કેપ્ટન પદેથી હટ્યા બાદ કોહલી પણ અમુક પ્રકારના આક્ષેપોથી મુક્ત નહીં જ હોય. કારણ કે એક અંગ્રેજી પોર્ટલે સૂત્રોને ટાંકીને લખ્યું છે કે નાયરને તક એટલા માટે ન મળી કારણ કે કોહલી હનુમા વિહારીને પ્રમોટ કરતો હતો.

ખેર, આજે સુશાંતના મૃત્યુ બાદ બોલિવૂડમાં ભાઈ-ભત્રીજાવાદની ચર્ચાઓ ચરમસીમા પર છે. એને થયેલા અન્યાય વિશે લોકો ગાંગરી ગાંગરીને બોલી રહ્યાં છે. પણ હવે સુશાંત માટે તો એ કામનું જ નહીં ને? કારણ કે જનારો તો જીવથી ગયો… એ જ રીતે ધોનીની નિવૃત્તિ વેળાએ પણ ધોનીએ સહેવાગ-ગંભીર સહિતના ખેલાડીઓને અન્યાય કર્યો હોવાની ચર્ચા શરૂ થઈ છે, પણ હવે શું કામનું? ગંભીરનું ઠીક સહેવાગને તો કેરિયરના છેલ્લા તબક્કે આંખની તકલીફ હતી એ જગજાહેર છે. ધોનીપીડિત ગણાતા જાણીતા ખેલાડીઓ જુઓ તો ઘણા જાણીતા છે અને ગંભીર જેવા તો સાંસદ પણ બની ગયા છે. બધાંએ લાંબી કેરિયર રમી છે. જ્યારે નાયરનું એવું નથી. નાયરની તો કેરિયર જ હજુ શરૂ નથી. માટે આ બધી ચર્ચાઓ વચ્ચે એનું નામ લઈને ચર્ચા કરવી પડે અને ભાવેશ ભટ્ટનો શેર ટાંકવો પડે કે –

ક્યારે કીધું કે હક આપો, અમને એકાદી તક આપો. 

You Might Also Like

2500 કરોડના સાયબર ફ્રોડમાં યસ બૅન્કના મેનેજર સહિત ત્રણ અધિકારીની ધરપકડ

માર્ગ અકસ્માત અટકાવવા કડક પગલાં

મતદાન વધારવા તંત્રની અનોખી પહેલ દવાના બિલથી માંડી ટેક્સ રિસિપ્ટ સુધી દરેક જગ્યાએ અપીલ…

રાજકોટની રળિયામણી રાત પણ ગરમ!

અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાત ભાજપમાં શું વૈકલ્પિક નેતૃત્વ ઊભું થઇ રહ્યુ છે?
Next Article ‘સિંઘમ’ સુખદેવસિંહ ઝાલા સાધુ થઇ ફેરવે છે માળા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

2500 કરોડના સાયબર ફ્રોડમાં યસ બૅન્કના મેનેજર સહિત ત્રણ અધિકારીની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
માર્ગ અકસ્માત અટકાવવા કડક પગલાં
મતદાન વધારવા તંત્રની અનોખી પહેલ દવાના બિલથી માંડી ટેક્સ રિસિપ્ટ સુધી દરેક જગ્યાએ અપીલ…
રાજકોટની રળિયામણી રાત પણ ગરમ!
ઘરથી ઑફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે
અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

2500 કરોડના સાયબર ફ્રોડમાં યસ બૅન્કના મેનેજર સહિત ત્રણ અધિકારીની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

માર્ગ અકસ્માત અટકાવવા કડક પગલાં

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

મતદાન વધારવા તંત્રની અનોખી પહેલ દવાના બિલથી માંડી ટેક્સ રિસિપ્ટ સુધી દરેક જગ્યાએ અપીલ…

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?