કુલપતિ ઉત્પલ જોશીના અધ્યક્ષસ્થાને ઓનલાઈન એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 60મા સ્થાપના દિવસ એટલે કે હિરક જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓના હિતમાં એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કુલપતિ ઉત્પલ જોશીના અધ્યક્ષસ્થાને ઓનલાઈન માધ્યમથી એકેડેમિક કાઉન્સિલની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં યુનિવર્સિટીના જુદા-જુદા ભવનોમાં વિદ્યાર્થીલક્ષી અને રોજગારલક્ષી નવા અભ્યાસક્રમો (કોર્સીસ) શરૂ કરવા માટે સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે.
આ ઉપરાંત, સંશોધન સાથે ચોથા વર્ષનું સન્માનમાં જે વિદ્યાર્થીઓ જરૂરી લાયકાત ધરાવતા હશે, તેઓને યુનિવર્સિટીના અનુસ્નાતક (PG) ભવનમાં આગળ અભ્યાસ કરવાની સુવર્ણ તક પ્રાપ્ત થશે. એકેડેમિક કાઉન્સિલની આ મીટિંગમાં યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં ચાલુ વર્ષથી જ નીચે મુજબના શોર્ટ-ટર્મ, સર્ટિફિકેટ અને પી.જી. ડિપ્લોમા કોર્સીસ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે
- Advertisement -
આ નવા અભ્યાસક્રમો યુનિવર્સિટી ભવનોમાં આ વર્ષથી જ શરુ થશે
- એમબીએ ડિપાર્ટમેન્ટ: Certificate Course in Financial Literacy and Investment Management
- ફાર્મસી ભવનમાં Post Graduate Diploma in Integrative Medicine & Post Graduate Diploma in Hospital & Healthcare Management
- બાયોસાયન્સ ભવનમાં Post Graduate Diploma in Food Science & Technology
- સૌરાષ્ટ્ર હેરીટેજ ચેર – અંગ્રેજી ભવનમાં Saurashtri Yuva Bharthi Course
- હ્યુમન રાઈટ્સ ભવનમાં Post Graduate Dilpoma in Human Rights Cyber Security Laws
- Post Graduate Diploma in Intellectual Property Rights
- ગણિત ભવનમાં Certificate Course in Basic of Vedic Mathamatics
- હોમસાયન્સ ભવનમાં Post Graduate Diploma in Fashion and Clothing Textile Technology
- ઈલેક્ટ્રોનિક્સ ભવનમાં Artificial Intelligence: Tools, Technology and Applications, 3D Printing and Additive Manufacturing , Open-Source Geoinformatics




