AIIMS, એરપોર્ટ અને સ્માર્ટ સિટીમાં બનશે નવા બસ સ્ટેશન
શહેરનો વ્યાપ વધતા જઝ એક્શન મોડમાં: મેટોડા અને શાપર ૠઈંઉઈ માટે ખાસ બસ સેવા શરૂ કરાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટનો જે રીતે ભૌગોલિક અને ઔદ્યોગિક વિસ્તાર વધી રહ્યો છે, તેને ધ્યાને રાખીને એસટી વિભાગ દ્વારા પરિવહન સુવિધાના વિસ્તરણ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટમાં ગુજરાતની એકમાત્ર અઈંઈંખજ હોસ્પિટલ અને હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થતા મુસાફરોની સુવિધા માટે આ બંને સ્થળોએ નવા બસ સ્ટેશન બનાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
આ ઉપરાંત, મનપા દ્વારા વિકસાવાયેલા અટલ સરોવર અને સ્માર્ટ સિટી વિસ્તારમાં પણ નવું બસ સ્ટેશન આકાર લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ-મોરબી-જામનગરના ત્રિકોણને ’મીની જાપાન’ તરીકે ઓળખાવ્યું છે. આ ઔદ્યોગિક હબમાં કામ કરતા શ્રમિકો અને વેપારીઓ માટે ખાસ કરીને શાપર-વેરાવળ અને મેટોડા ૠઈંઉઈ સુધીની સ્પેશિયલ એસટી બસ સેવા શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું છે. પૂર્વ વિભાગીય નિયામક હિમાંશુ જોશીએ જણાવ્યું હતું કે, રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા), સોમનાથ અને દ્વારકા જેવા ધાર્મિક સ્થળો માટે બસોની ફ્રિકવન્સી વધારવામાં આવશે.
રાજકોટ એસટી વિભાગના નવા વિભાગીય નિયામક તરીકે મનીષ રાજે ચાર્જ સંભાળી લીધો છે, જ્યારે હિમાંશુ જોશી હવે રાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરિવહન સેવાઓ સંભાળશે.



