By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    2 hours ago
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    2 days ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    3 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    4 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    4 minutes ago
    મનીષ બન્યો મોઈન ખાન
    2 hours ago
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    2 days ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    3 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 hour ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 hour ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    3 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    4 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    13 minutes ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    55 minutes ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    4 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    4 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
સ્પોર્ટ્સ

આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા

Khaskhabar Editor
Last updated: 2026/06/29 at 1:20 PM
Khaskhabar Editor 1 hour ago
Share
4 Min Read
SHARE

જય ભારતમાં જન્મ્યો, આયર્લેન્ડમાંથી રમ્યો અને પહેલા જ બોલે વિકેટ ખેરવીને છવાયો

આઈરિશ બોલર જયનો બોલિંગ જાદુ એવો ચાલ્યો કે તેની સામે એકપણ ભારતીય બેટર ટકી ન શક્યો

- Advertisement -

ભારત સામેની બંને T20 મેચમાં આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ પોતાના શાનદાર પ્રદર્શનથી દરેકનું ધ્યાન ખેંચ્યું છે. ભારતીય મૂળના જયની આ ડેબ્યૂ આંતરરાષ્ટ્રીય મેચો હતી, જેમાં તે શાનદાર બોલિંગ કરીને ચમક્યો છે. રસપ્રદ વાત એ છે કે આયર્લેન્ડ તરફથી રમનારા જયનો જન્મ રાજસ્થાનમાં થયો છે, પરંતુ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની તક આયર્લેન્ડની ટીમમાંથી મળી. તેણે પોતાની પ્રથમ મેચના પહેલા જ બોલ પર ભારતના સ્ટાર બેટર સંજુ સેમસનની વિકેટ લીધી હતી. ખાસ કરીને બીજી મેચમાં તે ભારતના ત્રણ મેઈન બેટરને આઉટ કરી મેચ ઓફ ધી મેચ બન્યો હતો.

જય મુન્દ્રાનો જન્મ 10 જાન્યુઆરી 1997ના રોજ રાજસ્થાનના ટોંક શહેરમાં થયો હતો. બાળપણથી ક્રિકેટનો શોખ હતો, તેથી રાજસ્થાનમાં જ એક ક્રિકેટ એકેડમીમાં એડમિશન લીધું. તે પહેલાથી જ ફાસ્ટ બોલિંગ કરતો હતો પરંતુ 18 વર્ષની વય સુધીમાં તે ટૉપ ઓર્ડર બેટ્સમેન બની ગયો હતો. આ સમયે તેણે ફાસ્ટ બોલિંગ છોડીને ઑફ સ્પિન બોલિંગ કરવા લાગ્યો હતો. થોડા સમય બાદ ફરી તેને ફાસ્ટ બોલિંગ કરવાનું ઝનૂન જાગ્યું. તેણે જણાવ્યું હતું કે, 2019માં કૉલેજના અભ્યાસ બાદ જો તે કૉર્પોરેટ જૉબ કરવા લાગ્યો હોત તો ક્રિકેટ કરિયર ખતમ થઈ ગઈ હોત. તેણે નોકરી છોડીને ક્રિકેટને એક ચાન્સ આપવાનું વિચાર્યું.

29 વર્ષના જય મુન્દ્રાએ વર્ષ 2021માં ક્રિકેટથી થોડો સમય અંતર રાખ્યું હતું. તે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં માસ્ટર્સ ડિગ્રી મેળવવા માટે આયર્લેન્ડ ગયો હતો. ત્યાં સ્થાયી થયા બાદ તેમણે ડબલિનની ‘લેનસ્ટર ક્રિકેટ ક્લબ’ માટે રમવાનું શરૂ કર્યું અને 2023માં આઈરિશ સિનિયર કપ જીતનારી ટીમનો હિસ્સો બન્યો. તે લેનસ્ટર લાઇટનિંગ માટે સતત રમતો રહ્યો હતો પરંતુ આયર્લેન્ડની આંતરરાષ્ટ્રીય ટીમમાં તેને પહેલીવાર તક સ્ટાર બોલર જોશ લિટિલના ઇજાગ્રસ્ત થવાને કારણે મળી હતી.

- Advertisement -

જય મુન્દ્રાએ ભારત સામેની બને T20 મેચમાં મળેલી તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. પ્રથમ ડેબ્યૂ મેચમાં માત્ર 26 રન આપીને 2 મહત્ત્વની વિકેટ ઝડપી હતી. જયે પોતાના પહેલા જ બોલ પર સંજુ સેમસનને બોલ્ડ કર્યો અને ત્યારબાદ શિવમ દુબેની વિકેટ પણ લીધી. બીજી મેચમાં તેણે ભારતના ત્રણ બેટરને પેવેલિયન ભેગા કરી પોતાની ટીમની જીતનો પાયો નાખ્યો હતો. બે મેચની સિરીઝમાં જય મુન્દ્રાએ કુલ પાંચ વિકેટ ઝડપી આયર્લેન્ડની ભારત સામેની આ ઐતિહાસિક જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

જય મુન્દ્રાની ઘાતક બોલિંગ સામે ટીમ ઈન્ડિયા બેકફૂટ પર

T20 સિરીઝમાં ​આયર્લેન્ડ સામે ભારતને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. સિરીઝમાં 2-0થી ભારતની હારનું મુખ્ય કારણ આયર્લેન્ડના બોલર જય મુન્દ્રાનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. બંને મેચમાં આયર્લેન્ડના બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટિંગ લાઇનઅપને સંપૂર્ણપણે તોડી પાડી હતી. બીજી મેચમાં તો જય મુન્દ્રાએ માત્ર 3 ઓવર ફેંકીને 19 રન આપીને 3 મહત્વની વિકેટ ઝડપી હતી. બોલિંગ ઉપરાંત, મુન્દ્રાએ ફિલ્ડિંગમાં પણ કમાલ કરતા એક રન-આઉટ પણ કરાવ્યો હતો

ભારતની હારથી દુઃખ, પણ દીકરાના પ્રદર્શનથી માતા ગર્વિત

જય મુન્દ્રાની માતા વિદ્યા મુન્દ્રાએ દીકરાની આ અદભુત સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘મને દુઃખ છે કે ભારત મેચ હારી ગયું, પરંતુ મારા દીકરાએ ખૂબ સરસ પ્રદર્શન કરીને પરિવાર અને રાજસ્થાનનું નામ રોશન કર્યું છે, જેનો મને ગર્વ છે. જયના પિતાની ઈચ્છા હતી કે તે પહેલા પોતાનો અભ્યાસ પૂરો કરે તેથી 10મા ધોરણ પછી જયે ભણવા પર વધુ ધ્યાન આપ્યું હતું. ડિગ્રી પૂર્ણ કર્યા બાદ તેણે ક્રિકેટ એકેડેમી જોઈન કરી અને પોતાના સપનાને આગળ વધાર્યું છે.’

You Might Also Like

વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર

ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
Next Article મંદિર ટ્રસ્ટના તમામ નાણાકીય વ્યવહારો, ટ્રસ્ટીઓની ભૂમિકા અંગે તપાસની માંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
આનંદવિહાર રિસોર્ટના સ્વિમિંગ પુલમાં પરિવારની નજર સામે જ બાળકીનું ડૂબી જતાં મોત
કોઠારિયા ફાયર સ્ટેશનના જવાનોએ સ્વૈચ્છિક યોગદાનથી ગરીબ પરિવારને ઘરવખરી ભેટ આપી
રાજસ્થાનથી 52 હજારનું મેફેડ્રોન લઈ રાજકોટ આવતા 4 હિસ્ટ્રીશીટર બામણબોર પાસેથી ઝડપાયા
ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી વેરાવળના વેપારી 60 લાખના રોકડ-દાગીના સાથે ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
સ્પોર્ટ્સ

ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
સ્પોર્ટ્સ

હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?