By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    2 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    4 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    4 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    4 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    1 day ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    2 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    2 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    2 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    4 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    6 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
TALK OF THE TOWNરાજકોટ

જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો

Khaskhabar Editor
Last updated: 2026/06/30 at 2:31 PM
Khaskhabar Editor 3 months ago
Share
7 Min Read
SHARE

ડિમોલિશન કટકીકાંડની તપાસમાં બિલાડીને દૂધના રખોપા!

નાસ્તા, ભોજન, મિનરલ વોટર અને અન્ય ખર્ચના લાખો રૂપિયાના બિલોને લઈને સવાલો : કોંગ્રેસે સ્વતંત્ર તપાસની ઉઠાવી માંગ

- Advertisement -

SIT અથવા નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને તપાસ સમિતિ રચવાની રજૂઆત

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

કોઇપણ કૌભાંડ થાય એટલે ‘સીટ’ની રચના, તપાસ કમિટીનો અહેવાલ આવે ત્યા સુધીમાં બધુ ટાઢુ પડી જાય અને બાદમાં ‘વહીવટ’ને ભારે સિફતપૂર્વક અંજામ આપી દેવામા આવે છે. આ મોડેસ ઓપરેન્ડી દેશવ્યાપી ચાલી રહી છે જેમા રાજકોટ મનપા પણ કંઇ ઉણી ઉતરે તેમ નથી. હાલ માત્ર રાજકોટ જ નહીં પણ રાજ્ય આખામાં વિવાદના ચકડોળે ચડેલા જંગલેશ્વર ડિમોલિશન વખતે થયેલા કરોડો રૂપિયાના કથિત ભ્રષ્ટાચારમાં મેયર ડો.નેહલ શુક્લે ‘સીટ’ની રચના કરવા કમિશનરને આદેશ કર્યો છે. જોકે આ તપાસ બિલાડીને દૂધના રખોપા આપવા સમાન છે. તેથી આજરોજ જંગલેશ્વરમાં ડિમોલેશનમાં થયેલ ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કરવામાં આવ્યો હતો.
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરાયેલી મેગા ડિમોલિશનની કામગીરી દરમિયાન થયેલા ખર્ચમાં કથિત ભ્રષ્ટાચાર અને જાહેર નાણાંના સંભવિત દુરુપયોગના આક્ષેપો વચ્ચે શહેર કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવવામાં આવી છે. આ અંગે શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા માનનીય કમિશનરને આવેદનપત્ર પાઠવી સમગ્ર ખર્ચની પારદર્શક તપાસ કરાવવા રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ડિમોલિશનની કામગીરી દરમિયાન નાસ્તા, ભોજન, મીઠાઈ, મિનરલ વોટર, કેમેરા તેમજ અન્ય વિવિધ ખર્ચના લાખો રૂપિયાના બિલો રજૂ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને શહેરમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. કોંગ્રેસના નેતાઓએ સવાલ ઉઠાવ્યો છે કે ડિમોલિશનની કામગીરી દરમિયાન આટલો મોટો ખર્ચ શા માટે કરવામાં આવ્યો અને તે ખર્ચ કયા ધોરણે મંજૂર કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસના મતે આ મુદ્દો માત્ર ખર્ચનો નથી, પરંતુ જનતાના પરસેવાના પૈસાના સંભવિત દુરુપયોગ અને કથિત ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. રજૂ થયેલા બિલો વાસ્તવિક છે કે નહીં તેમજ તે કામગીરી માટે ખરેખર જરૂરી હતા કે નહીં તેની ઝીણવટભરી તપાસ થવી જોઈએ. આવેદનપત્રમાં રજૂ થયેલા તમામ બિલો, વાઉચરો, ટેન્ડરો, વર્ક ઓર્ડરો, ચુકવણીઓ તથા સંબંધિત દસ્તાવેજોની તપાસ કરીને કેટલાં બિલો સાચાં છે અને કેટલાં ખોટાં અથવા બનાવટી છે તેની હકીકત જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે. સાથે જ અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોની સંભવિત મિલીભગતથી જાહેર નાણાંનો દુરુપયોગ થયો હોય તો તેની સંપૂર્ણ વિગતો પણ જાહેર કરવાની રજૂઆત કરવામાં આવી છે.
શહેર કોંગ્રેસે ચાર મુખ્ય માંગણીઓ સાથે રજૂઆત કરી છે. જેમાં સમગ્ર મામલાની તપાસ મહાનગરપાલિકાના અધિકારીઓ અથવા શાસક પક્ષના પ્રતિનિધિઓની સમિતિને બદલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અથવા નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને રચાયેલી સ્વતંત્ર સમિતિ દ્વારા કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઉપરાંત ડિમોલિશન દરમિયાન થયેલા દરેક ખર્ચ, બિલ, ચુકવણી, ટેન્ડર અને કોન્ટ્રાક્ટની વિગતો જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે વધુમાં જણાવ્યું છે કે જો તપાસ દરમિયાન કોઈ અધિકારી, કર્મચારી, કોન્ટ્રાક્ટર અથવા અન્ય વ્યક્તિની સંડોવણી સામે આવે તો તેમની સામે તાત્કાલિક ગુનો નોંધાવી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને સમગ્ર તપાસનો અહેવાલ જાહેર કરીને જનતા તથા મીડિયાને માહિતગાર કરવામાં આવે.
આવેદનપત્રના અંતમાં જણાવાયું છે કે જાહેર નાણાં જનતાની અમાનત છે અને જનતાના પરસેવાના પૈસાનો એક-એક રૂપિયો માત્ર જનહિતમાં અને કાયદેસર રીતે ખર્ચાય તે સુનિશ્ચિત કરવું મહાનગરપાલિકાની નૈતિક અને કાનૂની જવાબદારી છે. આથી સમગ્ર મામલે કોઈપણ પ્રકારનું ઢાંકપીછોડું કર્યા વગર પારદર્શક અને નિષ્પક્ષ તપાસ કરીને દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસે સ્પષ્ટ માંગ વ્યક્ત કરી છે. આ આવેદનપત્ર પર ડૉ. રાજદીપસિંહ જાડેજા સહિત મહેશભાઈ રાજપૂત, વશરામભાઈ સાગઠિયા, ગોપાલ અનડકડ, અર્જુનભાઈ ચૌહાણ, મકબુલ દાઉદાણી, મનીષા રોજાસરા, મેહુલ મકવાણા, હેમાંગભાઈ વસાવડા, ડી.પી. મકવાણા, અતુલભાઈ રાજાણી, ઇબ્રાહિમભાઈ સોરા, રસીલાબેન ગેરૈયા, સુધાબા વાધેલા, તુષાર નંદાણી, જસવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા વાઘેલા, સંજયભાઈ અજુડિયા, દીપ્તિ સોલંકી, નીતિન ભંડારી અને વૈશાલી શિદે સહિતના આગેવાનોએ હસ્તાક્ષર કર્યા હતા.

- Advertisement -

જાહેર નાણાં એ જનતાની અમાનત છે તેનો ઉપયોગ જનહિતમાં જ ખર્ચાય તે સુનિશ્ચિત કરવું મનપાની જવાબદારી છે : ડૉ.રાજદીપસિંહ જાડેજા
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જંગલેશ્વર મેગા ડિમોલિશનની કામગીરી દરમિયાન થયેલા ખર્ચમાં સામે આવેલા કથિત ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજા તેમજ પ્રદેશના આગેવાનોના નેતૃત્વમાં આપવામાં આવેલા આવેદનમાં જણાવાયું છે કે ડિમોલિશનની કામગીરી દરમિયાન નાસ્તા, ભોજન, મીઠાઈ, મિનરલ વોટર, કેમેરા સહિતના વિવિધ ખર્ચના લાખો રૂપિયાના બિલો સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ખર્ચને લઈને શહેરભરમાં અનેક સવાલો ઉભા થયા છે અને જનતાના પરસેવાના પૈસાનો આ પ્રકારનો ખર્ચ ખરેખર જરૂરી હતો કે નહીં તે અંગે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસના નેતાઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે રજૂ થયેલા બિલો વાસ્તવિક છે કે બનાવટી, તેમજ ખર્ચની પ્રક્રિયા નિયમો અનુસાર કરવામાં આવી હતી કે કેમ તેની નિષ્પક્ષ તપાસ થવી અત્યંત જરૂરી છે. જાહેર નાણાંના ઉપયોગમાં પારદર્શિતા જળવાય અને જનતાનો વિશ્વાસ અખંડિત રહે તે માટે સમગ્ર મામલાની સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ તપાસ માત્ર મહાનગરપાલિકાની આંતરિક સમિતિ સુધી મર્યાદિત ન રાખવી જોઈએ, પરંતુ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અથવા નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને રચાયેલી સ્વતંત્ર તપાસ સમિતિ દ્વારા સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. આવેદનમાં વધુમાં માંગ કરવામાં આવી છે કે ડિમોલિશન દરમિયાન થયેલા તમામ ખર્ચ, બિલો, ટેન્ડરો, વર્ક ઓર્ડરો, કોન્ટ્રાક્ટ અને ચુકવણીઓની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે જેથી સમગ્ર પ્રક્રિયા અંગે જનતાને વાસ્તવિક માહિતી મળી શકે. કોંગ્રેસે ચેતવણીરૂપે જણાવ્યું છે કે જો તપાસ દરમિયાન અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો અથવા અન્ય કોઈ વ્યક્તિની મિલીભગતથી જાહેર નાણાંનો દુરુપયોગ અથવા ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવે તો તેમની સામે તાત્કાલિક ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ સરકારી તિજોરીને થયેલા નુકસાનની વસૂલાત જવાબદાર વ્યક્તિઓ પાસેથી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. આ પ્રસંગે ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જાહેર નાણાં એ જનતાની અમાનત છે અને તેનો એક-એક રૂપિયો માત્ર જનહિતમાં જ ખર્ચાય તે સુનિશ્ચિત કરવું મહાનગરપાલિકાની નૈતિક અને કાનૂની જવાબદારી છે.

You Might Also Like

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિનો દેવસ્થાન સમિતિ સામે મોરચો : ચાર વર્ષથી ન્યાયની રાહ
Next Article ટ્રકમાં બનાવેલી એક્સ્ટ્રા ડીઝલ ટેન્કમાં સંતાડેલો 372 બોટલ દારૂ ઝડપાયો : 11.53 લાખનો મુદામાલ કબ્જે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?