By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    58 minutes ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    1 hour ago
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    2 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    2 days ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વોટ્સએપના નવા યુઝરનેમ ફીચર પર કેન્દ્ર સરકારની રોક : મેટા પાસે 3 દિવસમાં માંગ્યો જવાબ
    43 minutes ago
    સાવધાન! મેગીનો મસાલો છે ઝેરનું પેકેટ : ચટાકેદાર મસાલામાં ત્રણ જંતુનાશકોનું પ્રમાણ વધુ હોવાનો દાવો
    53 minutes ago
    30 દિવસ જેલમાં રહે તો PM-CMની ખુરશી જશે
    1 hour ago
    કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત
    1 hour ago
    મુંબઈમાં ભારે વરસાદ : દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    3 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    3 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    6 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    6 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    1 day ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    1 day ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    2 days ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    3 days ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
TALK OF THE TOWNરાજકોટ

શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ

Khaskhabar Editor
Last updated: 2026/07/02 at 3:18 PM
Khaskhabar Editor 33 minutes ago
Share
3 Min Read
SHARE

શ્વાન પ્રેમીઓમાં રોષ અને મેનકા ગાંધી મેદાને આવતા અંતે નિર્ણય લેવાયો

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રહેતા આશરે 100 જેટલા શ્વાનોને ભોજન કે પાણી પીવડાવવા પર પ્રતિબંધ મૂકતા બેનરો લગાવવામાં આવતા શ્વાન પ્રેમીઓ અને જીવદયા કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે. યુનિવર્સિટીના આ નિર્ણયનો વિરોધ શરૂ થઈ ગયો છે અને જીવદયા પ્રેમીઓએ યુનિવર્સિટી તંત્ર સમક્ષ રજૂઆતો પણ કરી છે.
માહિતી મુજબ, સુપ્રીમ કોર્ટના 22 ઓગસ્ટ, 2025ના ચુકાદાની અમલવારીના અનુસંધાનમાં યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં શ્વાન ફીડિંગને નિયંત્રિત કરવા માટે બેનરો લગાવવામાં આવ્યા હતા. જોકે, આ નિર્ણય સામે અનેક પ્રાણીપ્રેમીઓ અને સામાજિક કાર્યકરો વિરોધ નોંધાવી રહ્યા છે. જીવદયા પ્રેમીઓએ આ મુદ્દે ડૉ. ઉત્પલ જોશી અને અજયસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરી હતી. દરમિયાન, પ્રાણી અધિકાર કાર્યકર્તા અને પૂર્વ કેન્દ્રીય મહિલા તથા બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધી દ્વારા પણ આ મામલે રસ દાખવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તેમણે કુલપતિ, મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે ટેલિફોનિક ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે. આ મુદ્દે રાજકોટ સહિત ગુજરાતમાં અબોલ જીવો માટે કરુણાભાવનું અભિયાન ચલાવતા મિતલ ખેતાણીએ પણ યુનિવર્સિટીના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે આ નિર્ણયને “મૂર્ખતાભર્યો” ગણાવી તાત્કાલિક બેનરો દૂર કરવાની માંગણી કરી છે. બીજી તરફ, યુનિવર્સિટી તંત્રનું કહેવું છે કે કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓની સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. કુલપતિ ડૉ. ઉત્પલ જોશીના જણાવ્યા મુજબ, 300 એકરથી વધુ વિસ્તારમાં પથરાયેલા યુનિવર્સિટી કેમ્પસમાં 100થી વધુ શ્વાનો વસવાટ કરે છે. કેમ્પસમાં આવેલી ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને રાત્રિના સમયે શ્વાનો પાછળ દોડતા હોવાની ફરિયાદો મળતી હતી. ઉપરાંત, ડોગ બાઈટની ઘટનાઓ પણ નોંધાઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દરરોજ સવાર અને સાંજના સમયે 1,500થી વધુ નાગરિકો કેમ્પસમાં વોકિંગ માટે આવે છે. વોકર્સ તરફથી પણ મુખ્ય માર્ગો પર શ્વાનોના ટોળા હોવાના અને તેઓ પાછળ દોડતા હોવાની ફરિયાદો મળતી હતી, જેના કારણે આ સમસ્યાનું નિરાકરણ લાવવું જરૂરી બન્યું હતું. વિવાદ વચ્ચે યુનિવર્સિટીએ વચગાળાનો માર્ગ અપનાવ્યો છે. શ્વાન પ્રેમીઓની રજૂઆતોને ધ્યાનમાં રાખીને હવે દરરોજ સવારે 8થી 9 વાગ્યા દરમિયાન એક કલાક માટે શ્વાનોને ભોજન આપવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, દિવસ દરમિયાન ગમે ત્યારે આવીને શ્વાનોને ભોજન કે પાણી આપવાની મંજૂરી રહેશે નહીં. યુનિવર્સિટી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને ડોગ શેલ્ટરની વ્યવસ્થા ઉભી કરવા માટે પણ પત્ર લખવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ કેમ્પસમાં રહેલા મોટાભાગના શ્વાનોનું ખસીકરણ કરવામાં આવ્યું છે, જેના કારણે તેમની વસ્તીમાં વધારો અટકાવી શકાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ નિર્ણયે હાલમાં સુરક્ષા અને જીવદયા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું તે અંગે નવી ચર્ચા જગાવી છે. એક તરફ વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષાની ચિંતા છે, તો બીજી તરફ અબોલ જીવો પ્રત્યે કરુણાભાવ અને તેમની સંભાળનો મુદ્દો પણ એટલો જ મહત્વનો બની રહ્યો છે.

 

- Advertisement -

You Might Also Like

રાજકોટમાં હાઉસ લિસ્ટિંગનો પ્રથમ તબક્કો પૂર્ણ: આગામી વર્ષે ફેબ્રુઆરીથી થશે મુખ્ય વસ્તી ગણતરી

રાજકોટમાં વરસાદની એન્ટ્રી; ઝરમર ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

મનપાના નવનિયુક્ત ચેરમેનો હોદ્દો સંભાળ્યાના ચાર જ દિવસમાં 15માંથી 12 ગેરહાજર!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફાઈનાન્સિયલ લીટરસી અને ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટનો સર્ટિફિકેટ કોર્સ શરૂ

જિલ્લા કક્ષાએ ધક્કા બંધઃ તાલુકા લેવલે જમીન દફતર નિરીક્ષક (ILR)ની કચેરી શરૂ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વોટ્સએપના નવા યુઝરનેમ ફીચર પર કેન્દ્ર સરકારની રોક : મેટા પાસે 3 દિવસમાં માંગ્યો જવાબ
Next Article રાજકોટ કોર્ટના પાર્કિંગમાં વકીલ પતિની પત્નીને ટાંટિયા ભાંગી નાખી, મારી નાખવાની ધમકી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

એટીએમમાં જમા કરાવવાના 5 લાખ જામનગરનો કર્મચારી ચાઉં કરી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
રાજકોટમાં હાઉસ લિસ્ટિંગનો પ્રથમ તબક્કો પૂર્ણ: આગામી વર્ષે ફેબ્રુઆરીથી થશે મુખ્ય વસ્તી ગણતરી
સોની વેપારીને મરવા મજબુર કરનાર મોરબી, સુરત, મુંબઇના પિતા-પુત્ર સહિત 8 શખ્‍સો સામે ફરિયાદ
ધોરાજીમાં બનતી હતી નકલી વિમલ અને નકલી બાગબાન તમાકુ
રાજકોટ કોર્ટના પાર્કિંગમાં વકીલ પતિની પત્નીને ટાંટિયા ભાંગી નાખી, મારી નાખવાની ધમકી
વોટ્સએપના નવા યુઝરનેમ ફીચર પર કેન્દ્ર સરકારની રોક : મેટા પાસે 3 દિવસમાં માંગ્યો જવાબ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં હાઉસ લિસ્ટિંગનો પ્રથમ તબક્કો પૂર્ણ: આગામી વર્ષે ફેબ્રુઆરીથી થશે મુખ્ય વસ્તી ગણતરી

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
રાજકોટ

રાજકોટમાં વરસાદની એન્ટ્રી; ઝરમર ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

Khaskhabar Editor Khaskhabar Editor 43 minutes ago
રાજકોટ

મનપાના નવનિયુક્ત ચેરમેનો હોદ્દો સંભાળ્યાના ચાર જ દિવસમાં 15માંથી 12 ગેરહાજર!

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?