વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગાંધી મ્યુઝિયમ ખાતે 75 રંગોળીઓનું પ્રદર્શન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગાંધી મ્યુઝિયમ ખાતે 75 રંગોળીઓનું એક વિશેષ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે.
- Advertisement -
આ અનોખા કાર્યક્રમમાં, 90થી વધુ કલાકારો દ્વારા 8 કલાકના ટૂંકા સમયગાળામાં તૈયાર કરવામાં આવેલી આ રંગોળીઓ, મોદીના રાજકીય જીવન અને દેશની નોંધપાત્ર સિદ્ધિઓને કલાત્મક રીતે રજૂ કરે છે. આ પ્રદર્શન આજે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીના જીવન અને કાર્યોની કલાત્મક પ્રસ્તુતિ આ પ્રદર્શનમાં પ્રધાનમંત્રી મોદીના કાર્યકાળ દરમિયાન થયેલા વિવિધ સીમાચિહ્નો અને ઉપલબ્ધિઓને રંગોળીના માધ્યમથી સુંદર રીતે દર્શાવવામાં આવ્યા છે. તેમાં “બેટી બચાવો” જેવા સામાજિક સૂત્રોથી લઈને રામ મંદિર નિર્માણ, સર્જિકલ સ્ટ્રાઈક અને વિકસિત ભારતની દ્રષ્ટિ જેવા રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ કલાત્મક કૃતિઓ મોદીના નેતૃત્વ હેઠળ ભારતે મેળવેલી પ્રગતિ અને સિદ્ધિઓને દર્શાવવામાં આવી છે.



