નવરાત્રીના નવ દિવસમાં શક્તિની આરાધનમાં ભક્તો લીન થતા હોય છે. નવ દિવસ ઘરમાં ગરબાનું સ્થાપન કરીને તેમાં અખંડ દિપ પ્રગટાવીને રાખવાનું ઘણું મહત્વ છે. ઘરમાં ગરબાનું સ્થાપન કરીને માતાજીના ગરબા પણ ગવાતા હોય છે. અગાઉ નવરાત્રી બાળાઓ માથા ઉપર ગરબો રાખીને ઘરે ઘરે ફરીને ગરબા ગાઈ માતાજીની આરાધના કરતી હતી. નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે કારીગર પરિવારો પારંપરીક રીતે માટીના ગરબા બનાવી અને તેને જરી, ટીક્કી, આભલાથી સુશોભિત કરીને આકર્ષક બનાવી વેચાણમાં મૂકી રહ્યા છે. માટીના ગરબોના આકર્ષક બનાવવા માટે વેલ્યૂ એડિશન કરવામાં આવતા તેની કિંમતમાં પણ થોડો વધારો થાય છે. અગાઉના સમયમાં લોકો સાદા કલરવાળા ગરબાઓ માંગતા હતા. ત્યારે અમે પણ માત્ર ગરબાને સાદા કલર જ કરતા હતા. પરંતુ હવે ગરબાઓમાં અવનવી ડિઝાઈન, પેઇન્ટીંગ કરવામાં આવે છે. છેલ્લા કેટલાંય વર્ષોથી તો ગરબામાં આભૂષણથી સુશોભિત કરવામાં આવે છે.



