ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
સુરેન્દ્રનગર મનપા દ્વારા 2 મેદાન નવરાત્રીના આયોજન માટે આપવાનું આયોજન કરાયું હતું. ત્યારે 2 મેદાનની અપસેટ કિંમત નક્કી કરી હાલ ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જેની મંગળવારે હરાજી યોજાતા ટાઉન હોલ રૂૂ.2.36માં અપાયું હતું. મેળાનુ મેદાન કોઇ અરજી ન થતા ટેન્ડરિંગ થયું ન હતું. સુરેન્દ્રરનગર મહાનગર પાલિકા દ્વારા નવરાત્રીના આયોજન માટે મનપા હદ વિસ્તારના સુરેન્દ્રનગર મેળાનું મેદાન અને દિનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ પાર્કિંગ પ્લોટ આપવાનુ નક્કી કરવામાં આવ્યું છે.
જેમાં 22-9-2025થી 30-9-2025 સુધી નવરાત્રીનું આયોજન કરવામાં આવનાર છે. ત્યારે આ 2 ગ્રાઉન્ડની ટેન્ડરિંગ પ્રક્રિયાની નાયબ મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડા દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે. જેમાં 1 મેદાનની 2 લાખ અપસેટ કિંમત નક્કી કરવામાં આવી હતી. જેના માટે અરજી કરવા 15-9-25 છેલ્લી તારીખ નક્કી કરાઇ હતી. ત્યારે 16-9-2025ના રોજ ગ્રાઉન્ડની ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી હરાજી કરવામાં આવી હતી.
જેમાં આકરા નિયમો માટે એક મેદાન માટે 2 અને બીના મેદાન માટે એક પણ અરજી આવી ન હતી. ત્યારે પંડીત દિન દયાળ ઉપાધ્યાય ટાઉન હોલનું મેદાન માટે 2 અરજી આવી હતી. જે પૈકી એક અરજદાર હાજર રહ્યા હતા જ્યારે બીજા અરજદારને જાણ કરાઇ પરંતુ હાજર રહ્યા ન હતા. આથી ટાઉનહોલ ગ્રાઉન્ડ રૂૂ.2,36,000 18 ટકા જીએસટી સાથે આપવામાં આવ્યું હતું. જ્યારે મેળાનું મેદાન માટે એક પણ અરજદારે અરજી ન કરતા ટેન્ડરિંગ ન થયું હતું. ત્યારે જે મેદાન મનપા આપશે અને પ્લોટ રાખનાર નવરાત્રીનું આયોજન પોતે કરશે તેવું જણાવાયું હતું.
નવરાત્રી મહોત્સવ: પંડિત દિનદયાળ મેદાન રૂ. 2.36 લાખમાં અપાયું, મેળાના મેદાન માટે અરજી ન આવી



