છેલ્લા ૯ વર્ષથી નવલનગર યુવા ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે પણ મેયર ડૉ.પ્રદિપ ડવના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. કોઈપણ શુભ કાર્યમાં સૌ પ્રથમ ગણપતિનું સ્થાપન થાય છે. ગણપતિ મહારાજ રિદ્ધિ-સિદ્ધિના દાતા છે. આવતીકાલ ગણેશ ચતુર્થીના શુભ દિનથી ગણપતિ મહોત્સવનો શુભારંભ થશે.
ગણપતિ મહોત્સવને સફળ બનાવવા નવલનગર યુવા ગ્રુપના મહેન્દ્રભાઈ વાજા, જાવીદ ખાન, ધર્મેન્દ્રભાઈ ડાંગર, વિમલભાઈ પાનખણીયા, પ્રફુલભાઈ રાણપરીયા, સંજયભાઈ વાળા, ઉમેશભાઈ લીંબાસીયા, તરુણભાઈ રાઠોડ, અશોકભાઈ ડાભી, મેણાંદભાઈ મિયાત્રા, કમલેશભાઈ ખંભાયતા, દિનેશભાઈ ડાભી, મેરામભાઈ ખાદા તેમજ નવલનગર યુવા સેનાના શિવ વાજા, રોનક ગોસ્વામી, વિવેક બરારીયા, કિશન ચંદારાણા, અર્જુન વાળા, કિશન ચાવડીયા, શ્યામ સોઢા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
- Advertisement -
કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ગણપતિ મહોત્સવ પ્રંસગે સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ, માસ્ક પહેરવાનું વિગેરે તમામ સરકારી ગાઈડલાઈનનું પાલન કરાશે. દેશમાં કોરોના નાબુદ થાય તે માટે પૂ. ગણપતિ મહારાજને પ્રાર્થના કરાશે.



