By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    2 hours ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    1 day ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    1 day ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    2 days ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    1 hour ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    1 hour ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    1 hour ago
    દિલ્હીમાં આજે CJPની તિરંગા રેલી
    1 hour ago
    દિલ્હીમાં આ વખતે રાવણ સાથે ‘વંદા’નું પણ દહન થશે
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈન્ડિયન મેડિકલ એસો. રાજકોટના પ્રમુખ ડો. જયેશ ડોબરીયાની ટીમ સજ્જ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ઈન્ડિયન મેડિકલ એસો. રાજકોટના પ્રમુખ ડો. જયેશ ડોબરીયાની ટીમ સજ્જ
રાજકોટ

ઈન્ડિયન મેડિકલ એસો. રાજકોટના પ્રમુખ ડો. જયેશ ડોબરીયાની ટીમ સજ્જ

Khaskhabar Editor
Last updated: 2025/04/07 at 5:44 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

વડિલોને તંદુરસ્ત જીવન જીવવા માર્ગદર્શક બનશે

સેક્રેટરી ડો. કૃપાલ પુજારા સહિત ઈન્ડિયન મેડિકલ એસોસીએશન-રાજકોટની ટીમ વડિલોના સ્વાસ્થ્ય અને નિરોગીપણા માટે કાર્યરત રહેશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

વિશ્ર્વમાં દિવસે દિવસે વૃધ્ધોની વસ્તી વધી રહી છે તેની સાથે ભારતમાં પણ વૃધ્ધોની સંખ્યા વધી રહી છે અને હવે માણસનું આયુષ્ય વધ્યુ હોય અત્યારે યુવાનોનો ગણાતો આપણો દેશ પણ વૃધ્ધોની સંખ્યા વધવાના કારણે વૃધ્ધોનો દેશ બનશે ત્યારે વૃધ્ધો માટે શારીરિક અને માનસીક અનેક સમસ્યાઓ હોય છે તેના પ્રત્યે સમાજને જાગૃત કરવા અને વડિલો વૃધ્ધો પણ સારી રીતે તંદુરસ્ત રહી જીવન પસાર કરી શકે એ માટે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ દ્વારા લોક જાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના નવ નિયુક્ત પ્રમુખ ડો. જયેશ ડોબરીયા અને સેક્રેટરી ડો. કૃપાલ પુજારાની એક સંયુક્ત યાદીમાં જણાવાયુ છે. લોકોની તંદુરસ્તી બાબતે સતત જાગૃત રહી કાર્ય કરી રહેલ આ સંસ્થા દેશ માટે ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યા બાબતે વહેલાં જાગૃત બની લોકોને પણ જાગૃત કરવા પ્રયાસ હાથ ધરશે અને સમાજને પણ આ ઝુંબેશમાં જોડી ભાવી સમસ્યા બાબતે યોગ્ય માર્ગદર્શન આપશે.

પ્રમુખ ડો. જયેશ ડોબરીયાએ જણાવ્યું છે કે, વિશ્વમાં અત્યારે માણસનું આયુષ્ય વધ્યુ છે અને વૃધ્ધોની સંખ્યા પણ વધી રહી છે એજ રીતે આપણા દેશમાં પણ લોકોનું આયુષ્ય વધવા સાથે વૃધ્ધોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. અત્યારના સમયમાં નાના કુટુંબો, વિભકત કુટુંબો અને સંતાનો કારકીર્દી માટે બહારના શહેરોમાં અને વિદેશ જતા રહેતા હોવાથી સમાજમાં એકલા રહેતાં વડિલોની સંખ્યા વધી રહી છે જે સમાજ માટે ચિંતાનો વિષય છે. ઉંમરની સાથે અમુક શારીરિક અને માનસીક બિમારીઓ આવવી સ્વાભાવીક છે, આવા સમયે એકલા રહેતાં વડિલોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. વર્તમાન સમયમાં જોઈએ તો એક કે બે સંતાન વાળા પરિવાર જ જોવા મળે છે અને એમાં પણ કારકીર્દી માટે સંતાનો મોટા શહેરોમાં કે વિદેશ જતા રહેતા હોય છે અને વડિલો ગ્રામ્ય વિસ્તારમાં કે નાના શહેરોમાં પોતાના મૂળ રહેઠાણ પર રહેતા જોવા મળે છે. કુદરતી રીતે ઉંમરની સાથે અમુક બિમારી આવતી હોય છે, બધાને નહી પણ મોટા ભાગના વડિલો વૃધ્ધોને ડાયાબીટીસ, બી.પી., થાઈરોઈડ, ભૂલી જવુ, કંપવા, હાડકા નબળા નડી જવાના કારણે ફ્રેકચર, મણકા ઘસાઈ જવાના કારણે કમર કે પગના દુ:ખાવા, પાચન યોગ્ય ન થવાના કારણે પેટને લગતા વિવિધ દર્દી, યુરીનને લગતી અમુક સમસ્યાઓ, હલન-ચલનમાં પ્રોબ્લેમ વગેરે અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. સંતાનની ગેરહાજરીમાં વડિલો એકલા પડી જતા હોય એકલતાના કારણે અમુક માનસીક બિમારીનો પણ ભોગ બને છે, ડિપ્રેશન, ઉંમરના કારણે ઓછી ઉંઘ અને તેના કારણે વિચારવાયુ, સતત મને કંઈ થઈ જશે તો મારા પતિ કે પત્નીનું શું થશે એવા નબળા વિચારોના કારણે વૃધ્ધો સતત તાણ હેઠળ જીવન પસાર કરી જીવનનો સાચો આનંદ માણી શકતા નથી. આવા સમયે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ દ્વારા વૃધ્ધો ને લગતી આવી અનેક સમસ્યા પર લોક જાગૃત્તિનું કાર્ય હાથ ધરી સમાજની ધરોહર સમાન વડિલો અને વૃધ્ધોના જીવન ધોરણ સુધારણા માટે પ્રયાસો શરૂ કરવામાં આવશે.

- Advertisement -

ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના સેક્રેટરી ડો. કૃપાલ પુજારાએ જણાવ્યું છે કે, આ વરસે અમારી તબીબોની ટીમ દ્વારા સમાજના શીરમોર સમાન વડિલો વૃધ્ધોના જીવન ધોરણ આનંદમય બને એ માટે અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. તબીબોની ટીમ વૃધ્ધાશ્રમોની મુલાકાત લઈ નિયમીત ચેક અપ કેમ્પ યોજી વૃધ્ધોને કોઈ સમસ્યા હશે તો તેની યોગ્ય સારવાર કરશે. વિવિધ એસોસીએશન, જ્ઞાતિ સંગઠનો, શૈક્ષણીક સંસ્થાઓ, વેપારી મંડળો, સામાજીક સંસ્થાઓ વગેરેના સાથ સહકારથી દર મહિને વડિલોને લગતી સમસ્યા અને તેના નિવારણ બાબતે સેમીનારો યોજવામાં આવશે, નિયમીત હેલ્થ ચેકઅપ કેમ્પો થોજી વડિલોના ચેક અપ કરી શક્ય એટલા વહેલાં નિદાન કરી યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. યુવાનોના સંગઠનો સાથે સંકલન કરી વડિલો સાથે હુંફાળુ જીવન પસાર કરી શકાય એવા પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત વૃધ્ધોને લગતી વિવિધ બિમારી, સારુ જીવન જીવવા માટે વડિલો કેવી રીતે પ્રવૃત્ત રહી શકે એ માટેના સેમીનારો રાખવામાં આવશે.
ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના નવા વર્ષના હોદેદારોમાં પ્રમુખ તરીકે ડો. જયેશ ડોબરીયા, સેક્રેટરી તરીકે ડો. કૃપાલ પુજારા, આઈ.પી.પી. ડો. કાંત જોગાણી, પ્રેસીડન્ટ ઈલેકટ ડો. તેજસ કરમટા, ઉપપ્રમુખ તરીકે ડો. તુષાર પટેલ, ડો. અમીત અગ્રાવત, એડિટર ડો. અમીષ મહેતા, ટ્રેઝરર ડો. રૂકેશ ઘોડાસરા, જોઈન્ટ સેક્રેટરી ડો. ચિંતન દલવાડી, ડો. બિરજુ મોરી, જોઈન્ટ ટ્રેઝરર ડો. રાજન રામાણી, ડો. ચિંતન કણસાગરાની નિમણૂંક કરવામાં આવી છે.

એક્ઝીક્યુટીવ કમીટીમાં ડો. દેવેન્દ્ર રાખોલીયા, ડો. પિયુષ ઉનડકટ, ડો. દિપા ગોંડલીવા, ડો. નિશાંત ચોટાય, ડો. દુષ્યંત ગોંડલીયા, ડો. રાજેશ સાકરીયા, ડો. દર્શન સુરેજા, ડો. સંજય ટીલાળા, ડો. વિશાલ પોપટાણી, ડો. ગૌતમ માકડીયાની વરણી કરવામાં આવી છે. કો. ઓપ્ટ મેમ્બર તરીકે ડો. દર્શન જાની, ડો. પાર્થ કટારીયા, ડો. નિકેત દોમડીયા, ડો. અજય ચરણ, ડો. ભૂમી પટેલ, ડો. ઉદય ડોબરીયા, ડો. દિવ્યાંશી પટેલ, ડો. ત્રીશાંત ચોટાય તથા એડીટોરીયલ બોર્ડમાં ડો. મયંક ઠક્કર, ડો. સંકલ્પ વણઝારા, ડો. કાર્તિક સુતરીયા, ડો. ધર્મેશ શાહ, ડો. નિલેશ દેત્રોજાની નિમણૂંક કરવામાં આવી છે. યંગ એક્ઝીક્યુટીવ કમીટીમાં ડો. ઝલક ઉપાધ્યાય, ડો. નિરાલી કોરવાડીયા, ડો. ઘટના કથીરીયા, ડો. અંકુર વરસાણી, ડો. ડેનીશ આરદેસણા, ડો. રાજેશ રામ, ડો. પ્રવીણ ગોજીયા, ડો. યશ કાકડીયા, ડો. ધ્રુવ કોટેચા, ડો. હાર્દિક વેકરીયા, ડો. જવલંત ચગનીવરણી કરવામાં આવી છે.

You Might Also Like

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ

૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ

ખેડૂતો વ્યાજખોરોની જાળમાં ફસાવાને બદલે સરકારની યોજનાઓનો લાભ લો : હર્ષ સંઘવી

સરગમ ગોપી રાસોત્સવમાં ઓરકેસ્ટ્રા અને સિંગરોની ધમાકેદાર રમઝટ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટના વેલનાથપરામાં ઘર આંગણે રમતી બાળકી પર કાર ફરી વળતાં મોત
Next Article મોરબીના જેતપર ગામેથી ગુમ થયેલા બાળકી મળી આવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ડૉ. નિદત્ત બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ નિયુક્ત
સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ
૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ
ખેડૂતો વ્યાજખોરોની જાળમાં ફસાવાને બદલે સરકારની યોજનાઓનો લાભ લો : હર્ષ સંઘવી
જાફરાબાદઃ હેવાન શિક્ષકે 4 સગીરાને પીંખી, ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?