લગ્ન આયોજન બાબતે મનદુ:ખ રાખી હત્યા કરી હોવાનું સામે આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિન પ્રતિદિન કથળતી નજરે પડી રહી છે અહી લૂંટ, મારામારી, બળાત્કાર, ફાયરિંગ અને હત્યા જેવી ગંભીર બાબતો સામાન્ય બની રહી છે ત્યારે ફરી એક વખત સાયલા ખાતે સામાન્ય બાબતે હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં પાંચેક જેટલા ઈસમો દ્વારા 46 વર્ષીય યુવાનનું પોતાના ઘર નજીક ઢીમ ઢાળી દીધું છે. જાણવા મળતી વિગતો અનુસાર સાયલા શહેરી વિસ્તારમાં રહેતા હિંમતભાઈ લઘરાભાઈ પંડ્યા ઉં: 46 વર્ષ વાળાએ અગાઉ પોતાના પરિવારના દીકરીના લગ્નનું આયોજન ધામધૂમથી કર્યું હતું. આ લગ્નના આયોજનને લીધે પાડોશીને ઈર્ષા તથા મૃતકના પરિવારજનો વિશે ખરાબ ટિપ્પણી કરી મોબાઇલ પર મેસેજ કરતા હોય જેથી ઠપકો આપવાના લીધે ગઈકાલે રવિવારે સવારના સમયે હિંમતભાઈ પંડ્યા ઘરેથી બહાર નીકળીને પોતાના કામ અર્થે જતા હોય તેવા સમયે પાચ જેટલા ઇશમો દ્વારા હિંમતભાઈ પર છરી, ધારિયું, પાઇપ જેવા તિક્ષણ હથિયાર વડે હુમલો કરી હત્યા નિપજાવી નાશી ગયા હતા. જ્યારે મૃતકને તેઓના પરિવારજનો તાત્કાલિક હોસ્પીટલ ખાતે ખસેડતા હાજર તબીબ દ્વારા હિંમતભાઇ મૃત ઘોષિત કર્યા હતા આ તરફ ભરબજારે યુવાનની હત્યા થયાની જાણ સ્થાનિક પોલીસને થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી યુવાનની હત્યા કરનાર નરેશભાઈ દામજીભાઈ અઘારા, ગિરધર દાનજીભાઈ અઘારા, મુકેશભાઈ પ્રેમજીભાઈ અઘારા, રજનભાઈ નરેશભાઈ અઘારા, ઉમંગભાઈ નરેશભાઈ અઘારા વિરૂદ્ધ મૃતકના ભાઇ પ્રકાશભાઈ દ્વારા ગુન્હો નોંધાવતા સ્થાનિક પોલીસે તમામ હત્યારાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.



