ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
“રક્તદાન, મહાદાન” ગણાય છે અને લોકોમાં રક્તદાન કરવા માટેની જાગૃતિ પણ આવી છે છતાંય હજુય કેટલાક છેવાડાના વિસ્તારોમાં રક્ત નહિ માલવણ લીધે કેટલાક દર્દીઓ મોતને ભેટ છે ત્યારે મોટાભાગે દર્દીઓને અંત સમયે લોહીની ઉણપના લીધે થતા મોતને નાથવા મટે ધ્રાંગધ્રા શહેરના ક્લબ રોડ વિસ્તારમાં સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ સંચાલિત “શ્રી રામ” બ્લડ બેંક શરૂ કરાઇ છે જેમાં ધ્રાંગધ્રા તથા હળવદ પંથક વિસ્તારમાં રક્તની જરૂર પડતાં દર્દીઓને આ બ્લડ બેંકમાંથી તુરંત જે ગ્રૂપનું જરૂર હોય તે ગ્રૂપનું રક્ત તુરંત મળી જશે. સાથે જ અન્ય ખાનગી લેબોરેટરી કરતા ખુબ જ નજીવા દરે અને જરૂરિયાતમંદ લોકોને તો વિનામૂલ્યે રક્ત મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરાઇ છે. ધ્રાંગધ્રા સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ સંચાલિત “શ્રી રામ” બ્લડ બેંક દ્વારા કોઈપણ જાતના ઊંચનીચના ભેદભાવ વગર સામાન્ય ખર્ચે તુરંત રક્ત આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. ધ્રાંગધ્રા સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળના 25માં વર્ષના જનમંગલ મહોત્સવ નિમિતે “શ્રી રામ” બ્લડ બેંક ખાતે આવતા એક વર્ષ સુધી બ્લડ સુગર, યુરિન સુગર, ઇ.સી.જી સહિતના રિપોર્ટ વિનામૂલ્યે થશે જ્યારે અન્ય મહત્વના રિપોર્ટમાં 25 ટકાનું ડિસ્કાઉન્ટ આપી ગરીબ અને માધ્યમ વર્ગના પરિવારોની આરોગ્યલક્ષી સેવામાં મદદરૂપ થશે.



