આવતીકાલ તા.૩૦/૦૬/૨૦૨૧ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટરોમાં સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધી કેશ/ચેક દ્વારા અને ઓનલાઈન રાત્રીના ૧૨:૦૦ વાગ્યા સુધી મિલ્કત વેરો ભરી શકશે.

મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, અને દંડક સુરેન્દ્રસિંહ વાળા, એક યાદીમાં જણાવે છે કે, સને ૨૦૨૧-૨૨ના વર્ષમાં તા.૩૦ જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના ૫% વળતર એટલે કે ૧૫% અને તા.૩૧ જુલાઈ સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને ૫% અને મહિલા મિલ્કત ધારકને ૧૦% વળતર આપવાનું મંજુર કરાયેલ છે.
- Advertisement -

આ બંને યોજનામાં ઓનલાઈન મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને વિશેષ ૧% વળતર આપવામાં આવશે.

- Advertisement -
આવતીકાલે તા.૩૦/૦૬/૨૦૨૧ના રોજ ૧૦% વળતર યોજનાનો અંતિમ દિવસ છે. વધુ ને વધુ મિલ્કતધારકો વળતર યોજનાનો લાભ લે તે માટે આવતીકાલ તા.૩૦/૦૬/૨૦૨૧ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટરોમાં સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધી કેશ/ચેક દ્વારા અને ઓનલાઈન રાત્રીના ૧૨:૦૦ વાગ્યા સુધી મિલ્કત વેરો ભરી શકશે.



