રાજકોટમાં સામે આવેલ વ્યાજખોરી ની ઘટના માં ગુમ થયેલ પરિવારજનોએ ચિઠ્ઠી લખી તેમના ગુમ થવા પાછળ રાજકોટના બિલ્ડર જે. પી. જાડેજા નો હાથ હોવાની કેફિયત આપી છે તે જે.પી. જાડેજા કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે. પી. જાડેજા નહિ પરંતુ અન્ય કોઈ વ્યક્તિ છે તેવો જાહેર ખુલાસો આજરોજ કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે. પી. જાડેજા તરફથી કરવામાં આવ્યો છે. મીડિયામાં આ પ્રકારના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ ગુજરાતના જાહેર જીવનનાં અગ્રણી અને વિશ્વ વિખ્યાત શ્રી રાજપૂત કરણી સેના ના પ્રદેશ અધ્યક્ષ જે.પી.જાડેજા પર લોકોના ફોન કોલ્સ આવવાના શરૂ થતા તેમને આ પ્રકારની હકીકત બની હોવાનું માલુમ પડતાં તેમણે એ ઘટનામાં સંડોવાયેલા સંડોવાયેલા વ્યક્તિ તેમના જ નામધારી અન્ય કોઈ વ્યક્તિ છે અને તેમને આ પ્રકારની કોઈપણ ઘટના સાથે કશું લાગતું વળગતું નથી તેઓ જાહેર જનતાજોગ નિવેદન આપી ખુલાસો કરેલ છે જેની સમગ્ર ગુજરાત રાજ્યની જનતા એ નોંધ લેવી.


